રવો, મેંદો અને ચણા ના લોટ થી બનેલી વાનગી ખાવામાં તો સારી લાગે છે, પરંતુ આ બધી વસ્તુઓને લાંબા સમય સુધી રાખવામા ઘણી મુશ્કેલી પડે છે. હકીકત માં પેકેટ ખોલ્યા ના થોડા દિવસ કે મહિના પછી તેમાં જીવાત કે જંતુઓ થઈ જવાની સમસ્યા થાય છે. આ કારણે ઓછી માત્રામાં જ આવી વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ. જો તમે રસોડાના ઉપાય વિશે વાત કરો તો કઈક એવી સારી રીતો છે જેને અનુસરીને તમે આ રવો, મેંદો જેવી ખાવાની વસ્તુઓને લાંબા સમય સુધી સાચવીને રાખી શકો છો. તો આવો જાણીએ કેટલીક રીતો..
૧.લોટ
લોટ ને સુરક્ષિત જીવાત થી બચાવવા માટે તમે લોટ મા લીમડાના પાંદડા રાખી દો. આનાથી લોટ મા કીડીઓ અને જીવાત થવાની પરેશાની નહિ રહે. લીમડાના પાંદડા સિવાય તમે ઇચ્છો તો તજ ના પાંદડા કે મોટી એલચી નો ઉપયોગ કરી શકો છો.
૨. રવો અને દાળ.
Image source
રવો અને દાળ ને જીવાત થી બચાવવા માટે તમે કોઈ કડાઈ મા આને શેકી ને રાખી દો અને આને ઠંડુ થાય પછી ૮-૧૦ એલચી નાખી ને કોઈ હવાચુસ્ત બરણીમાં રાખી દો. આનાથી જીવાત થવાની પરેશાની નહિ થાય.
૩. મેંદો અને ચણાનો લોટ.
Image source
મેંદા અને ચણાના લોટ મા સૌથી પહેલા જીવાત થઈ જાય છે. આ બંને વસ્તુ ને જીવાત થી બચાવવા માટે આને તમે ડબ્બા માં નાખી ને મોટી એલચી નાખી દો. આમ કરવાથી જીવાત થી બચી શકાય છે.
૪. ચોખા.
Image source
આ ઉપરાંત ચોખાને ભેજ કે જીવાત થી બચાવવા માટે લગભગ ૧૦ કિલો ચોખા માં ૫૦ ગ્રામ ફુદીના ના પાન ભેળવી દો. આનાથી ક્યારેય ચોખામાં જીવાત નહિ પડે.
૫.ચણા કે દાળ.
Image source
બદલાતી ઋતુઓમાં ચણા કે દાળ માં જીવાત થઈ જાય છે. તેનાથી બચવા માટે ચણા કે દાળ માં સુકાયેલી હળદર કે લીમડાનાં પાન નાખી દો. આમ કરવાથી દાળ માં થતી જીવાત ની પરેશાની થી બચી શકાય છે.
૬. મીઠુ.
Image source
મીઠુ અને ખાંડ ચોમાસામાં ના ફકત ચિપકવા લાગે છે પરંતુ પીગળવા પણ લાગે છે. આ મુશ્કેલી થી બચવા માટે તમે ખાંડ, મીઠુ અને મસાલા ને કાચ ની બરણી માં રાખો. તમે ઇચ્છો તો ખાંડ અને મીઠા ના ડબ્બા માં થોડા ચોખા પણ રાખી શકો છો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
સરસ અને ઉપયોગી જાણકારી. આભાર. 😊