ઉમર પ્રમાણે બાળકનું વજન વધારે લાગે છે ? વધતા વજન પર કેવી રીતે મેળવશો કાબૂ ? વાંચો સંપૂર્ણ વિગત

કોરોના કાળમાં બાળકો હાલ ઘરમાંજ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. સાથે સાથે તમારા બાળકોને તમે બહાર આઉટડોર ગેમ્સ રમવા પણ નથી મોકલતા. જેના કારણે ઘરે બેઠા તમારા બાળકના વજનમાં વધારો જોવા મળશેજ. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા બાળકના વધી રહેલા વજન પર કાબૂ મેળવી શકશો.


Image by Daniela Dimitrova from Pixabay

બાળકનો શારીરિક માનસીક વિકાસજરૂરી

ઘરમાં બાળક ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યું છે. પરંતુ માતા પિતાની પણ ફરજ બને છે. કે તેમના બાળકોના શારીરિક માનસીક વિકાસ પર તેઓ ધ્યાન આપે. બાળકો સાથે ભેગા મળીને માતા પિતાએ ઈનડોર ગેમ્સ રમવી જોઈએ . જેથી બાળક માનસીક રીતે તાણ ન અનુભવે. સાથેજ માતા પિતાએ બાળકને વ્યાયામ પણ કરાવો જોઈએ. જેના કારણે તેના શરીરને કસરત મળી રહેશે. અને તેના વજનમાં વધારો જોવા નહી મળે.


Image by Bessi from Pixabay

વજન વધતા બાળકને ટોકશો નહી

મોટાભાગના માતાપિતા બાળકનું વજન વધે ત્યારે તેને ટોકતા હોય છે. કે તારુ વજન ઓછું કર. કે પછી ઘરમાં પડે વધી રહ્યો છે. આ તમામ શબ્દોને કારણે બાળકના મગજ પર નકારત્મક અસર પડી શકે છે. કારણકે બાળકને એક વાર કોઈ વસ્તું કહો તો તેના મગજમાં તે ઘુસીજ જાય છે. જેથી શક્ય બને તો બાળકને ટોક્યા વગર તમે તેની પાછળ કેટલા ચીંતીત છો. તે એક વાર પહેલા વીચારી લેજો. અને ત્યાર બાદ તેને ટોકજો.


Image by avitalchn from Pixabay

બાળકની ખોરાકી પર ધ્યાન આપવું પડશે

તમારા બાળકના સ્વાસ્થનું ધ્યાન રાખવું તે તમારી જવાબદારી છે. અંને અત્યારના સમયમાં શક્ય હોય તેટલું બાળકને ઘરનુંજ ખાવાનું ખાવા માટે ટેવ પાડો. જોકે બાળકને બહારનું ખાવાનું ખાવા માટે ઈચ્છા થાય તો પુરી રીતે બંધ ન કરાવો. કારણકે આવું કરવાથી તેના મગજ પર નકારાત્મક અસર પડી શકે છે. માટે અઠવાડિયે કે 10 દિવસે તેને બહારનું ખાવાનું ખવડાવો. પરંતુ તેને બહારનું કઈક એવું ખાવાનું ખવડાવો જે હેલ્થ માટે સારુ હોય.


Image by StockSnap from Pixabay

બાળકોને પોષ્ટીક ખોરાક ખાવા માટે સમજાવો

પૌષ્ટીક ખોરાક બાળક માટે ખૂબ જરૂરી છે. માટે તેને હંમેશા પૌષ્ટીક ખોરાક ખાવા માટે સલાહ આપો. સાથેજ તેને પ્રમાણસર ખોરાક લેવા માટે પણ સમજણ આપવી પડશે. આવું કરવાથી બાળકને તેના માટે કયો ખોરાક સારો અને કયો ખરાબ છે. તેના વિશે તેને ખ્યાલ આવશે. સાથેજ તમે બાળકને તમારી સાથે એકજ થાળીમાં જમવા ના બેસાડશો. તેને અલગ થાળીમાંજ જમવાનું આપો. જેથી તેને ખ્યાલ આવશે કે તેના શરીર માટે કેટલો ખોરાક યોગ્ય છે.


Image by Jan Haerer from Pixabay

બાળકના શરીર માટે કસરત જરૂરી

જો તામારા બાળકનું વજન વધી રહ્યું છે. તો તેના માટે જરૂરી છે કે તમે બાળકને કસરત કરવાની સલાહ આપો. પ્રેમ ભાવથી જો બાળકને કહેશો તો તમારું માનશે અને કસરત પણ કરશે. પરંતુ ધમકાવીને તેને કસરત કરવાની સલાહ આપશો તો કદાચ તેના પર નકારાત્મક પર અસર પડી શકે છે. જો બાળકની સાથે તમે પણ કસરત કરશો. તેને સારુ લાગશે. અને તેને કસરત કરવામાં રસ પડશે. સાથેજ તેનું વજન પણ છું થઈ શકશે.


Image by Stephanie Pratt from Pixabay

બાળકનું ધ્યાન રાખવું માતાપિતાની ફરજ

માત્ર બાળકને સલાહ આપીને છૂંટા થઈ જવાથી બાળકનું ધ્યાન નથી રાખી શકાતું. તેના માટે જરૂરી છે, કે બાળક તેમની સલાહ માને છે કે નથી માનતું. અને જો ન માનતું હોય. તો તમારે તેને સમજાવવા માટે અલગ રીત અજમાવી પડશે. કારણકે માતા પિતાની ફરજ છે. કે તેણે તેમના બાળકનું ધ્યાન રાખવુંજ પડશે, જેના માટે તમારે અલગ અલગ રસ્તા વાપરવા પડશે. અને શક્ય બને તો તમારું બાળક કેવી રીતે સમજાવવાથી તમારી વાત માને છે. તેના પર ધ્યાન આપો. જેથી કરીને તમે પણ સમજી શકશો કે તમારા બાળકને તમાર કેવી રીતે સમજાવવું જોઈએ.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment