શિયાળામાં મેવા ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે. ઠંડીમાં તમે ડ્રાય ફ્રુટ લાડુ બનાવીને ખાઈ શકો છો. શુગર વગરના આ લાડુને ખાવાથી વજન પણ વધતું નથી. તો ચાલો જાણીએ તેની રેસિપી.
શિયાળામાં મોટાભાગના લોકોના ઘરમાં લાડુ બનાવવામાં આવે છે, ખાસકરીને ગરમ વસ્તુનું સેવન વધારવાની આ સૌથી સારી ઋતુ હોય છે. ઠંડીમા સાંધાનો દુખાવો, શરીરમાં દુખાવો અને તાકત આપવા માટે તમે લાડુ ખાઈ શકો છો. તેના માટે તમે ડ્રાય ફ્રુટના લાડુ પણ બનાવી શકો છો. શિયાળામાં સૂકા મેવા ખાવાથી શરીરમાં તાકાત આવે છે. જો ઘરમાં બાળકો મેવા ખાવા માટે આનાકાની કરે છે તો તમે તેને ડ્રાય ફ્રુટમાંથી બનેલ આ લાડુ ખવડાવી શકો છો. તેનાથી બાળકોની ઈમ્યૂનીટી વધારવામાં મદદ મળશે. મહત્વની વાત એ છે કે તમે આ લાડુને ખાંડ અને સાકર વગર બનાવી શકો છો. વજન ઘટાડવા લોકો અથવા ડાયાબિટીસના દર્દી પણ ક્યારેક સ્વાદ માટે આ લાડુ ખાઈ શકે છે. જાણીએ કે ખાંડ વગરના ડ્રાય ફ્રુટ લાડુ કેવી રીતે બનાવવા?
ડ્રાય ફ્રુટ લાડુ બનાવવા માટે સામગ્રી
- 1 કપ મોટી બદામ
- 1 કપ કાપેલ કાજુ
- અડધો કપ કાપેલ પિસ્તા
- 2 ચમચી ખજૂરના બીજ
- 1½ એક બીજ વગરના ખજૂરના ટુકડા
- એલચી સ્વાદ મુજબ
- 1-2 ચમચી ઘી
ડ્રાય ફ્રુટ લાડુ બનાવવાની રેસિપી
- સૌથી પેહલા કોઈ નોન સ્ટીક કડાઈમાં એક ચમચી ઘી નાખી ખજૂર સિવાય બધા મેવાને થોડો શેકી લો.
- હવે બીજ વગરના ખજૂરના ટુકડાને મિક્સરમાં નાખીને પીસી લો.
- હવે કડાઈમાં પીસેલ ખજૂરને પણ નાખી 2-4 મિનિટ સુધી હલાવો.
- તેમાં વધેલું 1 ચમચી ઘી ઉમેરી દો.
- એલચીને પીસીને પાઉડર બનાવી લો અને બધા મેવામાં ઉમેરી લો.
- હવે તૈયાર મિશ્રણથી લાડુ બનાવી લો.
- તમે રોજ નાસ્તામાં આ લાડુને ખવડાવો. દૂધ સાથે તે લાડુ ખાવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે.
- ડ્રાય ફ્રુટ લાડુને તમે 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “પોષક તત્વોથી ભરપુર શુગર વગરના ડ્રાય ફ્રુટ લાડુ ઘરે કેવી રીતે બનાવવા??જાણો તેની રેસીપી”