તમે સાદી પૂરી, પનીર પૂરી અને ઘણા પ્રકારની પૂરીનો સ્વાદ લીધો હશે, પરંતુ આ વખતે કઈક અલગ એટલે કે નારિયેળની પૂરી અજમાવો. એકવાર ચાખ્યા પછી તમે તેનો સ્વાદ ભૂલશો નહિ.
નારિયેળમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તેનું સેવન સંધિવા અને ઑસ્ટિયોપોરોસિસની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. એટલે કે તેનું સેવન હાડકાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત સુકુ નારિયેળ શરીરમાંથી આયર્નની ઉણપને પણ દૂર કરે છે.
નારિયેળ પૂરી બનાવવાની સામગ્રી –
- લોટ – 2 કપ
- નારિયેળ પાવડર – 2 ચમચી
- એલચી પાવડર – 1/4 ચમચી
- ઘી – 2 ચમચી
- ખાંડ સ્વાદ મુજબ
- તેલ જરૂરિયાત મુજબ
નારિયેળ પૂરી બનાવવાની રીત –
- સૌથી પેહલા એક વાસણમાં લોટ, એલચી પાવડર, નારિયેળ અને ઘી નાખીને મિક્સ કરો.
- એક વાસણમાં ખાંડ અને પાણી નાખી મિશ્રણ બનાવી લો.
- પછી આ મિશ્રણથી કડક લોટ બાંધી લો.
- બાંધેલા લોટ પર થોડું તેલ લગાવી લગભગ 15 મિનિટ માટે રાખો.
- તેની સાથે સાથે ધીમા ગેસ પર વાસણમાં તેલ નાખી ગરમ કરવા માટે મૂકો.
- નિર્ધારિત સમય પછી બાંધેલા લોટની ગોળી બનાવી લો.
- એક લુઆ પર થોડું તેલ લગાવી તેને પૂરી જેટલી વણી લો.
- આ રીતે બધી પૂરીઓ વણીને એક ડિશમાં રાખો.
- તેલ ગરમ થતા જ એક એક કરીને બધી પૂરીઓ તળી લો.
- તમારી નારિયેળ પૂરી તૈયાર છે, તેને ગરમાગરમ પીરસો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “સાદી પૂરી તો દરેકે ખાધી જ હોય છે, પરંતુ શું તમે ક્યારેય નારિયેળ પૂરી ખાધી છે!! જાણો તેની સરળ રેસિપી”