શું તમે ક્યારેય કેળાં ની કેક ખાધી છે?? ચાલો આજે બનાવીએ મજેદાર ટેસ્ટી કેળાંની કેક..

કેક ખાવી તો બધાને ગમતો જ હોય છે પણ બધા લોકો એને ઘરે બનાવી નથી શકતા. એટલે જ આજે અમે લાવ્યા છે ઘરે સરળતાથી બની જતા કેળાના કેકની રેસીપી. આ કેક ટેસ્ટમા ખબૂ જ સ્વાદિષ્ટ અને યમ્મી હોય છે.

Image Source

  • રેસીપી : ઇંડિયન
  • કેટલા લોકો માટે : ૧-૨ વ્યક્તિ માટે
  • સમય : 30 મિનિટ – ૧ કલાક
  • ટાઇપ : વેજિટેરિયન

આવશ્યક સામગ્રી

  • ૨ પાકેલાં કેળા
  • ૧ કપ ઘઉનો લોટ
  • ૧/૨ કપ ખાંડ
  • ૧/૪ કપ તેલ
  • ૧/૨ કપ દહી
  • ૧/૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
  • ૧/૨ ટેબલસ્પૂન બેકિંગ સોડા
  • ૧ ટેબલસ્પૂન બેકિંગ પાઉડર
  • ૧ કપ દૂધ
  • ૧/૨ ટેબલસ્પૂન વનીલા ઍસેન્સ
  • ૧ ટેબલસ્પૂન શુગર પાઉડર

રીત

૧. સૌથી પહેલા કેળાને છોલીને અને સારી રીતે મસળી લો

Image Source

૨. એક વાસણમા કેળા, ખાંડ, તેલ અને દહી નાખીને ફેંટી લો

૩. પછી ઘઉનો લોટ, કોર્નફ્લોર, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર લઈને તેને ચાળીને મિક્સ કરી લો

૪. હવે દૂધ નાખીને સારી રીતે ફેંટી લો

૫. ૨ મિનિટ સુધી ફેંટીયા પછી તેમા વનીલા ઍસેન્સ ઉમેરો

૬. જો મિક્સચર ઘટ્ટ લાગે તો તેમા દૂધ ઉમેરી શકો છો

૭. એક વાસણમા તેલ લગાવીને તેમા આ મિક્સચરને નાખી દો

૮. કુકર કે કઢાઈમા મીઠું નાખીને તેને ૧૦ મિનિટ સુધી પ્રિહિટ કરવા મૂકી દો

૯. કુકરમા એક સ્ટેન્ડ મૂકી એની ઉપર મિક્સચર વાળુ વાસણ મૂકી દો

Image Source

૧૦. કુકરનું ઢાંકણ સિટી લગાવ્યા વગર મૂકી દો અને જો તમે કઢાઈમા મૂકવાના હોય તો એક મોટી પ્લેટથી ઢાંકી દો

૧૧. લગભગ ૪૦ મિનિટ સુધી ધીમા તાપે કેકને ચઢવા દો

૧૨, થોડા સમય પછી કુકરનું ઢાંકણું ખોલીને તેમા ચાકુ નાખીને ચેક કરો કે કેક ચડી છે કે નહીં

Image Source

૧૩. જો કેક ચઢી ગઈ હોય તો તેને ડીશમાં કાઢી લો અને શુગર પાઉડર નાખી ડેકોરેટ કરી દો

તૈયાર છે એકદમ ટેસ્ટી કેક.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment