લગ્નજીવન માં સંબંધને સફળ બનાવવું કઈ સરળ કામ નથી. સંબંધોના નિષ્ણાંતનું કહેવું છે કે સંબંધોને ખુશહાલ રાખવા માટે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. તેના માટે સૌથી જરૂરી છે એકબીજાની ભાવનાઓને સમજાવી.
દરેક લગ્નજીવનમાં નાની મોટી સમસ્યાઓ સામાન્ય છે પરંતુ તેને જો સમયની સાથે દૂર ન કરવામાં આવે તો તે મોટી બની શકે છે. મોટાભાગના લોકો પોતાના નીજી જીવન વિશે ખુલીને વાત કરવાથી બચે છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે સંબંધોના નિષ્ણાંતોના કેટલાક સૂચનો લોકોને કામ આવી શકે છે, તો ચાલો જાણીએ તેના વિશે.
હંમેશા વાત કરતા રહેવું.
કોઈપણ સમસ્યાને દૂર કરવાની શરૂઆત વાતચીત થી જ થાય છે. જો તમે તમારા જીવનસાથી સાથે મુદ્દા પર વાત ખુલ્લા મનથી નહી કરો તો સમસ્યાનું નિવારણ ક્યારેય નહીં નીકળે. વાતો દ્વારા જ તમે તમારા જીવનસાથીની લાગણીઓને સમજી શકો છો અને તમારી લાગણીઓ સમજાવી શકો છો. સંબંધોમાં કડવાશ ત્યારે જ આવે છે જ્યારે યુગલ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દે છે.
મુદ્દાને મોટો ન બનાવો
યુગલોનું આપસમાં બાંધવું – ઝઘડવું એ સામાન્ય છે. સ્વસ્થ સંબંધ માટે તે જરૂરી પણ છે પરંતુ એક જ મુદ્દા પર વારંવાર ઝઘડવાથી વાત મોટી થઈ જાય છે અને પછી સંબંધોમાં અંતર આવવા લાગે છે. કોઈપણ વસ્તુને લઈને બન્નેની જોવાની દ્રષ્ટિ જુદી જુદી હોઈ શકે છે. જીવનસાથીના વિચારોને નજર અંદાજ કરવાને બદલે તેને સમજવાની કોશિશ કરો.
હળીમળીને ઘરના કામ કરવા
કપડાં ધોવા, વાસણ કે કબાટ સાફ કરવા જેવા કામોમાં તમારા સાથીને મદદ કરો. જ્યારે તમે બંને ઘરે હોય ત્યારે પોતપોતાના કામ વહેંચી લો. તેનાથી કોઈ એક પર વધારે કામનો ભાર પણ નહિ રહે અને તમે બંને એકબીજાની વધુ નજીક આવી જશો.
એકબીજાની પ્રશંસા કરો
દરેક એવી આશા રાખે છે કે તેનો સાથી તેની પ્રશંસા કરે. એકબીજાની પ્રશંસા કરવાથી તમે બંને હંમેશા સકારાત્મક રહેશો.. તેના લીધે નાની નાની સમસ્યાઓને નજર અંદાજ કરવાની ટેવ પડશે.
એકબીજાને પ્રાથમિકતા આપવી
સાથી પાસે ફક્ત પોતાના માટે આશા ન રાખવી પરંતુ તેને પણ એટલી જ પ્રાથમિકતા આપવી જેટલી તમે પોતાને આપો છો. જરૂરી નથી કે તમે એક જ પ્રકારના વિચારો રાખો પરંતુ જુદા જુદા વિચારોનું સન્માન કરવું પણ જરૂરી છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “લગ્નજીવનને કઈ રીતે ખુશહાલ બનાવવું? તેના માટે કામ આવશે સંબંધોના નિષ્ણાંત ની આ પાંચ સલાહો, તો ચાલો જાણીએ તેના વિશે”