આ આર્ટિકલમાં અમે તમારા માટે લાવ્યા છે ચહેરા પર ગ્લો લાવવા માટે હોમમેડ સીરમ બનાવવાની પદ્ધતિ
ગરમીની ઋતુ હમણાં જવાની નથી. એવામાં આપણી ત્વચા ચીકણી થઇ જાય છે. આવી ચીકણી ત્વચા કોઈને જ ગમતી નથી. એટલા માટે જ આપણે ઇચ્છીએ છીએ કે આપણી ત્વચા ફ્રેશ દેખાય અને ગ્લોઇંગ પણ. જોવા જઈએ તો માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ મળે છે પરંતુ આપણને ખબર નથી કે નિયમિત રૂપે આપણે તે પ્રોડક્ટનો ઉપયોગ કેવી રીતે કરીએ. તેથી આ આર્ટિકલમાં અમે તમારા માટે ઘરે જ આસાનીથી બની જાય તેવા ફેસ સીરમ ની રીત લઈને આવ્યા છીએ જેને લગાવવાથી અમુક દિવસો પછી તમારી ત્વચા ગ્લો કરશે અને ચીકણાહટ પણ દૂર થઈ જશે.
આશ્ચર્યજનક વાત તો એ છે કે આ બનાવવા માટે તમારે વધુ વસ્તુઓની જરૂર પણ નહીં પડે. અને તમારા વધુ પૈસા પણ ખર્ચ નહીં થાય તેની સાથે જ તેને બનાવવું પણ એટલું આસાન છે કે તેમાં તમારો સમય પણ વધુ વ્યય નહીં થાય. આ ફેસ સીરમ નો ઉપયોગ કર્યા પછી તમારે બજારના ઉત્પાદનોનો ઉપયોગ કરવો નહીં પડે. તો ચાલો જાણીએ આ ઇન્સ્ટન્ટ ફેસ સીરમ ની પદ્ધતિ.
હોમમેડ ફેસ સીરમ બનાવવા માટે શું જોઈશે તમારે
આ ફેસ સિરમ તમારા ચહેરા પર પ્રાકૃતિક નૂર લાવે છે. તેના માટે તમારે નારિયેળનું તેલ,બદામનું તેલ, કુમકુમાદિનું તેલ અને સ્ટાર ફૂલ એટલે કે સ્ટાર શેપના મસાલા ની જરૂર પડશે. સ્ટાર ફૂલનો ઉપયોગ પુલાવ બિરયાની અને અમુક ખાસ પ્રકારની શાકભાજી બનાવવામાં કરવામાં આવે છે. આ તમને કોઈપણ કરિયાણાની દુકાન પર આસાનીથી મળી જશે.
આવી રીતે બનાવો ફેસ સીરમ
ત્રણ ચમચી નાળિયેરનું તેલ, ત્રણ ચમચી બદામનું તેલ અને ત્રણ ચમચી કુમકુમાદી નું તેલ તથા તેમાં 3 સ્ટાર ફુલ ઉમેરો. એક મોટો સ્ટીલ નું વાસણ લઈને તેમાં પાણી નાખી ને ધીમા ગેસ પર મૂકો. તમારે તેમા કાચની નાની વાડકી મુકવાની હોવાથી વાસણ તે પ્રમાણે મોટું લેવું. જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે વાડકીમાં આ તેલ નાખીને વાડકી તેની અંદર મૂકી દો. તમે ઇચ્છો તો આ વાડકી અંદર મુકવા માટે કોઈ સ્ટેન્ડ નો ઉપયોગ પણ કરી શકો છો. એ વાતનું ખાસ ધ્યાન રાખશો કે પાણી વાડકી ની અંદર પ્રવેશી શકે નહીં. હવે આ તેલને પાંચથી દસ મિનિટ સુધી ઉકળવા દો, ત્યારબાદ ગેસ બંધ કરીને વાટકી ને બહાર કાઢીને તેને ઠંડુ થવા દો. ત્યારબાદ તેલ સાફ અને પાતળા કપડાથી ગાળી લેવું. હવે તેને કોઈ એવી નાની બોટલ માં રાખો જેનાથી તમને તેનો ઉપયોગ કરવામાં આસાની રહે.બજારમાં આ પ્રકારની નાની-નાની બોટલ ના સેટ મળે છે, જેને તમે ખરીદી શકો છો, તથા તમે તેને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો.
હોમમેડ ફેસ સીરમ નો આવી રીતે પોતાના ચહેરા પર ઉપયોગ કરો
તમારે એક મહિના સુધી આ ફેસ સીરમ નો પ્રયોગ ચહેરા પર કરવાનો છે.તેને લગાવવા માટે સૌથી ઉત્તમ સમય રાતનો છે. રાતે સુતા પહેલા તેનો ઉપયોગ કરો. આ ફેસ સીરમ ને લગાવતા પહેલા પોતાના ચહેરાને સારી રીતે સાફ કરી લો. જો તમારી ત્વચા ઓઈલી છે તો આ ફેસ સીરમ લગાવ્યા પછી અડધા કલાક પછી તેને સાફ કરી લો. તેને લગાવ્યા પછી તમે ચહેરા પર હલકા હાથોથી મસાજ પણ કરી શકો છો તેનાથી તમને સારું પરિણામ મળશે. તમારે આ સીરમના માત્ર બે જ ટપકા લગાવવાના છે. નહીં તો ચહેરા પર તેલ દેખાવા લાગશે.
હોમમેડ ફેસ સીરમ ના અન્ય ફાયદા
આ હોમમેડ ફેસ સીરમના નિયમિત પ્રયોગ થી તમારી ત્વચા ગ્લો કરવા લાગે છે અને ત્વચાનો રંગ પણ નિખરી જશે તેની સાથે જ તમારી ત્વચા પર પિમ્પલ, એક્ને, બ્લેકહેડ, સોજા, ડાર્ક સર્કલ થી છુટકારો મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team