કોઈ પણ છોકરીને સમજવું ખુબ જ અઘરી વાત છે. આજ સુધી કોઈ પણ મહિલાઓની લાગણીઓ અને તેની ભાવનાઓને પૂરી રીતે સમજી શક્યું નથી. એક છોકરી આખરે એક છોકરા પાસે શું ઈચ્છતી હોઈ છે તે હજુ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી. સામાન્ય રીતે છોકરીઓ બધાથી વિનમ્ર અને સારી રીતે વાતો કરે છે એવામાં અમુક લોકોને એવી ગલાતફેમી થઈ જાય છે કે છોકરી તેને પસંદ કરવા લાગી છે. પછી જયારે તે પ્રપોસ મારે છે તો છોકરી રીજેક્ટ કરી દે છે. ત્યારે છોકરાને ખુબ જ દુખ થાય છે. આજે અમે તમને છોકરીઓના તે ઈશારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે ૧૦૦ ટકા પાક્કું કરી શકો છો કે છોકરીઓનું દિલ
એક પરિસ્થિતિ એવી પણ આવે છે કે છોકરો કોઈ છોકરીને ખુબ જ પસંદ કરે છે પરંતુ પ્રપોસ કરવાની હિંમત નથી કરી શકતો કેમકે તેને ખુદને એ આઈડીયા નથી હોતો કે છોકરી તેને સાચે જ પસંદ કરે છે કે નહી. આજે અમે તમને છોકરીઓ એ ઈશારાઓ વિશે જણાવીશું જેથી છોકરીઓને જો તમે પ્રોપોસ કરશો તો તેને ખોટું નહી લાગે.
૧. જો કોઈ છોકરી હદથી વધુ તમારી સાર-સંભાળ કરે તો સમજી જાઓ કે તેનું દિલ તમારા પર આવી ગયું છે.જો તમે વધુ બીમાર હોઈ અથવા તમારી સાથે કઈ ખરાબ થયું હોઈ એ પરિસ્થિતિમાં તે તમારી મદદ કરે તો તેને ઉલટું ના સમજવું. પરંતુ છોકરી દરેક નાની-મોટી વસ્તુ માં તમારી સંભાળ લે તો સમજી જવું તે તમને પ્રેમ કરે છે.
૨. જો કોઈ છોકરી તમને વારંવાર આંખોથી ઘુરતી રહે અથવા નજર ઝુકાવીને જોતી રહે તો સમજી જવું કે તે તમને પસંદ કરે છે. જો કે તમારે છોકરીના ચહેરાના હાવભાવ પણ ઓળખવા જોઈએ. મતલબ એવું ના થાય કે તે તમને ગુસ્સાવાળી નઝરોથી ઘુરતી રહે.
૩. જો કોઈ છોકરી તમને દિવસમાં હદથી વધુ મેસેજ કરે તો પણ આ વાતના ચાન્સ વધુ છે કે તે તમને પસંદ કરે છે. જો આવું બધું થઈ રહ્યું હોઈ તો સમજી જવું કે છોકરીને તમારામાં દિલચસ્પી છે.
૪. જો તમે કશે દુર હોઈ અથવા છોકરીથી થોડા દિવસ વાત ના કરો અને તે તમારી સાથે વાત કરવામાં દિલચસ્પી ધરાવે અને જણાવે કે તે તમને યાદ કરે છે તેનો મતલબ છોકરીને તમે સારા લાગો છો.
૫. જો છોકરી વાત વાત પર તમારો હાથ પકડી લે, તમારા ગાલ ખેંચે, તમારી સાથે મઝાક મસ્તીમાં વધુ નજીક આવી જાય તો ચાન્સ છે કે તે તમને પસંદ કરે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
1 thought on “શું તમે પણ છોકરીઓને પ્રપોસ કરવા માંગો છો? જાણો તેના ઈશારાઓ વિશે”