પ્રોજેસ્ટ્રોન હાર્મોન મહિલા અને પુરુષ બંનેમાં જોવા મળે છે પ્રોજેસ્ટ્રોન હાર્મોન મહિલાઓની પ્રેગનેન્સીની સાથે સાથે તેમના સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું હોય છે. માતાને બાળક કન્સીવ કરવા માટે પણ શરીરમાં પ્રોજેક્ટ હોર્મોનનું સ્તર યોગ્ય હોવું ખુબ જ જરૂરી હોય છે. શરીરમાં ઓછા પ્રોજેસ્ટેરોન ના લીધે ઇન્ફર્ટિલિટી નું કારણ બની શકે છે અને જો તમારા શરીરમાં પણ પ્રોજેસ્ટેરોન ઓછું છે તો તેને ઠીક કરવા માટે તમે અમુક ઉપાય અજમાવી શકો છો.
પ્રોજેસ્ટેરોન વધારવાના ઉપાય
શું છે પ્રોજેસ્ટેરોન?
મહિલાઓની પ્રજનન પ્રણાલીમાં બે હોર્મોન હોય છે તેમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન્સ સામેલ હોય છે પ્રોજેસ્ટેરોન હોર્મોન પ્રેગ્નન્સી માટે ગર્ભાશય અથવા uterus ને તૈયાર કરવાનું કામ કરે છે અને તે સિવાય પ્રોજેસ્ટ્રોન હાર્મોન માસિક ધર્મ ચક્રને નિયંત્રિત કરે છે. માસિક ધર્મ થવાની સ્થિતિમાં પ્રોજેસ્ટેરોન સ્તર નીચું જાય છે જો તમે ગર્ભાવસ્થા ઇચ્છો છો તો તેનું સંતુલનમાં હોવું ખુબ જ જરૂરી હોય છે.
પ્રોજેસ્ટેરોન હોર્મોન્સની ઉણપ થવાથી દેખાય છે આ સંકેત
- મિસકેરેજ અને ઇન્ફર્ટિલિટી
- અનિયમિત માસિક ધર્મ
- એબનોર્મલ યુટરાઇન બ્લીડીંગ
પ્રોજેસ્ટેરોન હોર્મોન વધારવાના ઉપાય
પ્રોજેસ્ટ્રોન હાર્મોન ની ઉણપ થવાથી લગભગ મહિલાઓ દવાઓનું સેવન કરે છે અને તે જરૂરી પણ છે પરંતુ તમે ઈચ્છો તો પ્રાકૃતિક રીતે પ્રોજેસ્ટોરોનને વધારી શકો છો.
સ્વસ્થ ચરબીયુક્ત ડાયટ લો
પ્રોજેસ્ટ્રોન નું લેવલ વધારવા માટે વસ્તુ ચરબીયુક્ત ડાઈટ ખૂબ જ જરૂરી હોય છે. ખરેખર પ્રોજેસ્ટેરોનના રૂપમાં ચરબીની જરૂર હોય છે જો તમે સ્વસ્થ ડાયેટ લો છો તો તેનાથી પ્રોજેસ્ટ્રોનનું સ્તર વધશે અને તેની માટે ચરબીયુક્ત માછલી, નાળિયેર તેલને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી
મહિલાઓમાં પ્રોજેસ્ટ્રોન હાર્મોન ને વધારવા માટે મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી હોય છે તેની માટે તમારા ડાયેટમાં પાલક,આખા અનાજ અને ડ્રાયફ્રૂટ ને સામેલ કરી શકો છો તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ જોવા મળે છે.
ઝીંકથી વધારો પ્રોજેસ્ટેરોન
પ્રોજેસ્ટ્રોન હાર્મોન અને સંતુલન રાખવા માટે ઝીંક પણ ખૂબ જ જરૂરી હોય છે. ઝીંક ફર્ટિલિટી વધારવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે ખરેખર તે ફોલીકોલ સ્ટિમ્યુલેટીંગ હોર્મોન રિલીઝ કરે છે. ઝીંક પ્રાપ્ત કરવા માટે તમે તલ, બાજરી, પનીર, કાળા ચણા, ડાર્ક ચોકલેટ અને મશરૂમનું સેવન કરી શકો છો.
એસ્ટ્રોજન વધારનાર ફૂડનું સેવન ન કરો
મહિલાઓના શરીરમાં બે હોર્મોન્સ હોય છે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન. ફર્ટીલીટી મજબૂત રાખવા માટે આ બંને હોર્મોન્સની વચ્ચે સંતુલન હોવું ખુબ જ જરૂરી હોય છે ખરેખર જ્યારે એક હોર્મોન વધી જાય છે ત્યારે બીજો હોર્મોન્સ ઓછો થવા લાગે છે એવામાં જો તમે પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ વધારવા માંગો છો તો એસ્ટ્રોજન વધારનાર ફૂડનું સેવન કરવું જોઇએ નહીં તે દરમિયાન તમારે ગાજર ઓલિવ ઓઇલ અને સોયા ની પ્રોડક્ટ થી દૂર રહેવું જોઈએ.
વિટામિન સી વધારે પ્રોજેસ્ટેરોન
મહિલાઓમાં પ્રોજેસ્ટ્રોન હાર્મોન ફર્ટિલિટી વધારવા માટે વિટામિન સીની મુખ્ય ભૂમિકા હોય છે. વિટામીન સી ઓવ્યુલેશન માં મદદ કરે છે અને તેની માટે તમે ડાયટમાં ખાટાં ફળો જેમ કે નારંગી, દ્રાક્ષ. કીવી અને લીંબુને સામેલ કરી શકો છો. તે સિવાય બ્રોકલી અને લીલા પાનવાળા શાકભાજીમાં પણ વિટામીન સી જોવા મળે છે.
વિટામીન ઈ પણ ડાયટમાં સામેલ કરો
વિટામિન ઈ ત્વચા અને વાળની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી હોય છે મહિલાઓ માટે વિટામિન ઈ ની મુખ્ય ભૂમિકા હોય છે વિટામિન ઈ સારી ગુણવત્તાના એગ બનાવવામાં મદદ કરે છે તેની માટે તમે તમારા ડાયટમાં સુકામેવા, સૂરજમુખીના બીજ, મગફળી, બદામ અને સોયાબીનના તેલ ને સામેલ કરી શકો છો.
જો તમે પણ ઘણી બધી કોશિશ કર્યા બાદ પણ બાળક રાખી શકતા નથી અને તમને પ્રોજેસ્ટેરોનની ઉણપના સંકેત દેખાઈ રહ્યા છે તો ડોક્ટર પાસે જરૂરથી સંપર્ક કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team