જાણો પગની ચરબી ઓછી કરવાના કેટલાક ઉપાયો તેમજ ઇઝી એક્સરસાઇઝ

તમારામાંથી ઘણા લોકો એવા હોય, તેને લાગતું હશે કે તેના પગ ખૂબજ મોટા છે. તેથી આવા લોકો તેમના પગને પાતળા કરવાના ઉપાય શોધતા રહે છે. સાચું તો તે છે કે શરીરના ફક્ત એક ભાગથી વજન ઓછું કરવું શક્ય નથી. હા, તે જરૂર છે કે કેટલાક ખાસ પ્રકારની કસરત, ડાયટ અને અન્ય લાઇફસ્ટાઈલમાં ફેરફાર કરી પગને સુંદર અને મજબૂત જરૂર કરી શકાય છે.

Image Source

1. પગ પાતળા કરવા માટે કસરત : શરીરની ચરબી ઓછી કરવા માટે કસરત સારી રીત છે. કસરતથી પગની માંસપેશીઓ પણ સુંદર થાય છે અને પગ પાતળા થાય છે. સાથેજ પગની મસલ્સ મજબૂત થાય છે. સંશોધન મુજબ સ્ટ્રેંથ ટ્રેનીંગ અને એરોબિક કસરતના કોમ્બિનેશનથી પગ પાતળા થઈ શકે છે. તો ચાલો વિસ્તારમાં જાણીએ કે આ કસરતની મદદથી પગને કેવી રીતે પાતળા કરી શકાય છે-

•સ્ટ્રેંથ ટ્રેનીંગ : સ્ટ્રેંથ ટ્રેનીંગ તે કસરત હોય છે, જે સ્ટ્રેંથ અને માંસપેશીઓની મજબૂતીને જાળવી રાખવા માટે કરવામાં આવે છે. તેના માટે ડંબલ અથવા રેસિસ્ટેંસ બેડનો પણ ઉપયોગ કરી શકાય છે. સ્ટ્રેંથ ટ્રેનીંગ લીન બોડી માસના નિર્માણ અને શરીરની ચરબી ઓછી કરવામાં મદદરૂપ છે. અમેરિકન કોલેજ ઓફ સ્પ્રોર્ટ્સ મેડીસિનનું માનીએ, તો અઠવાડિયામાં બે અથવા ત્રણ વાર એક કરતાં વધુ જોઇન્ટ કસરત કરવાથી વધારે કેલેરી બર્ન અને વજન ઓછું ઝડપથી થાય છે. પગને પાતળા કરવા માટે સ્કવાટ, ડેડ લિફ્ટ, લંજેજ, લેગ પ્રેસ તેમજ હૈમસ્ટ્રિંગ કર્લ જેવા એક કરતા વધુ જોઇન્ટ સ્ટ્રેંથ ટ્રેનીંગ કસરત કરી શકાય છે.

•એરોબિક કસરત : એરોબિક કસરત કાર્ડિયોવસ્ક્યુલર ટ્રેનીંગ છે, જે હાર્ટ રેટ અને બ્રીધિંગ રેટને વધારે છે. તેના માટે તમે ચાલવું, બાઈકિંગ, સ્વિમિંગ, ડાન્સ અને દોડવા જેવા એરોબિક કસરત કરી શકો છો. એરોબિક કસરત કેલેરી બર્ન કરે છે અને તેનાથી સંપૂર્ણ વજન ઓછું થાય છે. સાથેજ તે હદય અને ફેફસાંને પણ મજબૂત કરી શકે છે.

•સાયકલિંગ : સાયકલિંગ કરવી એ થાઈ માટે સારી કસરત છે. તે પગને સુંદર બનાવવાની સાથે કાર્ડિયો વસ્ક્યુલર હેલ્થ અને વજન ઓછું કરવા માટે પણ સારું છે. સંશોધન મુજબ સતત સાયકલિંગ કરવાથી ઓવરવેટ લોકોમાં શરીરનું વજન અને ચરબી ઓછી થાય છે.

•દાદર ચડવા ઉતરવા : સામાન્ય રીતે દોડવાથી અડધા કલાકમાં 295 કેલેરી અને 1 કલાકમાં 590 કેલેરી બર્ન થાય છે. તેમજ, જ્યારે ચાલવાની સાથે દાદર પર ચડવા ઉતરવાને શામેલ કરવામાં આવે છે, તો તેનાથી થાઈ મસલ્સ પર પણ અસર થાય છે. જોકે દરેક ડગલા ચાલવા પર વ્યકિતનું શરીર ઉપરની તરફ ઉઠે છે, તો તેનાથી પગના મસલ્સ ઝડપથી કામ કરે છે અને વજન ઓછું સરખી રીતે થાય છે.

•સૂર્ય નમસ્કાર : લગભગ 5-7 વાર સુર્ય નમસ્કાર કરવાથી સંપૂર્ણ શરીરને સુંદર બનાવવામાં મદદ મળે છે. તેમાથી હિપ્સ અને થાઈ પણ સમાવેશ છે.

2. પગ પાતળા કરવાના ઉપાય : પગ પાતળા કરવાના કેટલાક અન્ય ઉપાય પણ છે, જેની મદદથી આ લક્ષ્ય મેળવી શકાય છે. તમારા ભોજનમાં ફેરફાર કરી પગને પાતળા કરી શકાય છે. તો ચાલો જાણીએ પગ પાતળા કરવાના ઉપાય

•ભોજનમાં ફેરફાર : જાડા પગને પાતળા કરવા માટે કોઈ ખાસ ભોજનની સલાહ આપવામાં આવતી નથી. હા, તે જરૂર છે કે જેટલી વધારે કેલેરી બર્ન થશે, તેટલું વધારે વજન ઓછું થશે. વજન ઓછું થવાથી પગ પણ પાતળા થઈ જાય છે.

  • વજન ઓછું કરવા માટે ફળ અને શાકભાજીનું વધારે સેવન કરવું જોઈએ, કેમકે તેમાં ખૂબ ઓછી કેલેરી હોય છે.
  • તેની સાથેજ તમે બ્રાઉન રાઈસ અથવા સફેદ બ્રેડનું સેવન કરી શકો છો.
  • વજન ઓછું કરવા માટે પ્રોટીન જરૂરી છે. તેના માટે બીન્સ, નટ્સ, સીડસ, લીન મીટ અને ઈંડાનું સેવન કરી શકાય છે.
  • સાથેજ જૈતુનનું તેલ અને નટ ઓઇલ જેવા ઓઇલ સારા છે.
  • હાઈ ફાઈબર ફૂડના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. કેમકે આ ફૂડને પચવામાં શરીર વધારે સમય લગાવે છે અને પેટને મોડે સુધી ભરેલું અનુભવ પણ થાય છે.
  • સંશોધન મુજબ ઓછા કાર્બોહાઈડ્રેટવાળા ભોજનના સેવનથી વજન ઝડપથી ઓછું થાય છે. શરીરનું વજન ઓછું થવાની સાથે પગનું વજન પણ ઓછું થાય છે અને પગ પાતળા થવા લાગે છે.

•આલ્કોહોલથી દૂર : લોકો તે વાતને માનતા નથી, પરંતુ સત્ય તો તે છે કે આલ્કોહોલનું સેવન વજન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેમકે આલ્કોહોલમાં કેલેરી વધારે અને પોષક તત્વ હોતા નથી. જરૂરિયાત કરતા વધારે તેનું સેવન કરવાથી વજન ઝડપથી વધે છે અને પગ પણ પાતળા થતા નથી. તેથી સારું એ રહેશે કે તમે આલ્કોહોલથી અંતર જાળવી રાખો.

•તણાવથી બચાવે : તણાવ આપણા સ્વાસ્થ્યને નેગેટિવ રીતે અસર કરે છે. તેનાથી ફક્ત ભોજનમાં ફેરફાર થતો નથી, પરંતુ વજન ઝડપથી વધે છે. સંશોધન મુજબ જે લોકોને તણાવ ખૂબ વધારે થાય છે, તેનું વજન પણ ઝડપથી વધે છે. તેથી જો તમે ઈચ્છો તો તમારા પગને પાતળા રાખવા છે, તો તણાવને દૂર કરી શકશો. તેના માટે તમે મેડિટેશન, ડીપ બ્રિધિગ અને રિલેક્સ કરતી કસરતની મદદ લઈ શકો છો.

•ભરપૂર અને ગાઢ ઊંઘ જરૂરી : જો ભરપૂર અને ગાઢ ઊંઘ આવતી નથી તો તેનાથી પણ વજન વધી શકે છે. પગનું વજન ઓછું થતું નથી અને પગ પાતળા થતા નથી. કેમકે ઊંઘ અલગ અલગ હોર્મોનને રેગ્યુલેટ કરે છે. તેમાં તે હોર્મોન પણ સમાવેશ છે, જે ભૂખને અસર કરે છે. લેપ્ટીન અને ધ્રેલિન નામના હોર્મોન ઊંઘને પણ રેગ્યુલેટ કરે છે અને જો ઊંઘ ઓછી આવે તો બંને અસર થાય છે.

ઓછી ઊંઘ આવવાથી ધ્રેલિન વધી જાય છે, જે ભૂખને પણ વધારે છે. આ લેપ્ટીન હોર્મોનના નિર્માણને ઓછા કરે છે, જે ભૂખને પણ ઓછી કરે છે. પૂરતી ઉંઘ આવવાથી હોર્મોનના નિર્માણને રેગ્યુલેટ થવામાં પણ મદદ મળે છે. સંશોધન મુજબ એક સ્વસ્થ વ્યક્તિને દરરોજ રાત્રે ઓછામાં ઓછી 7 થી 9 કલાકની ઉંઘ લેવી જોઈએ.

•પગ પાતળા કરવાની અન્ય રીત : પગ પાતળા કરવા માટે કેટલીક અન્ય ટિપ્સની મદદ પણ લઈ શકો છો, જેના વિશે નીચે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.

  • દરરોજ 10 મિનિટ માટે હુફાળા નારિયેળ તેલથી હિપ્સ અને થાઈની માલિશ કરવાથી પણ ત્યાંની માંસપેશીઓ ટોન અપ થાય છે અને વજન ઓછું થવા લાગે છે.
  • કાચા અને ફિલ્ટર વગરના એપલ સાઈડર વિનેગરને ઓલિવ ઓઈલ અથવા નારિયેળ તેલમાં મિક્સ કરો. તેનાથી 10 મિનિટ માટે હિપ્સ અને થાઈની માલીશ કરવી જોઈએ. માલિશ કર્યા પછી 30 મિનિટ સુધી તેમજ લગાવેલ રેહવા દો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. આ દિવસમાં 2 વાર લગાવવાથી પગ પાતળા થવા લાગશે.
  • ફિલ્ટર કોફી બનાવ્યા પછી જે કોફી વધે છે, તેની 1 ચમચી લો અને તેમાં મધ ઉમેરીને ઘાટુ પેસ્ટ બનાવી લો. તેને હિપ્સ પર લગાવ્યા પછી સુકાવા દો. પછી ભીના હાથથી સ્ક્રબ કરીને કાઢી લો અને સાદા પાણીથી સાફ કરો. આ ટિપ્સને અઠવાડિયામાં 2 થી 3 વાર કરવાથી નિશ્ચિત પરિણામ મળે છે.
  • ટબને હુફાળા પાણીથી ભરી લો અને તેમાં 2 કપ સમુદ્રી મીઠું નાખીને સરખી રીતે ઉમેરી લો. તેમાં કોઈ એસેંશિયલ ઓઇલની 6 થી 8 ટીપા ઉમેરો. આ ટબમાં તમારા પગને 10-20 મિનિટ માટે લગાવીને રાખો.
  • 1 ચમચી મરી અને આદુની પેસ્ટ 1 લીંબુના જ્યુસની સાથે 1 ગ્લાસ હૂફાળુ પાણી ઉમેરો. આ પાણીને દિવસમાં 2 વાર ઉપયોગ કરો.

સલાહ : પગ પાતળા કરવા માટે જરૂરી છે શરીરનું વજન ઓછું કરવું. સ્ટ્રેંથ ટ્રેનીંગ, એરોબિક કસરત, ભોજનમાં ફેરફાર અને અન્ય સ્વસ્થ લાઇફસ્ટાઇલને અજમાવીને પગ પાતળા કરી શકાય છે. આ ઉપરાંત તમે તમારા નજીકના નિષ્ણાતની સલાહ લઈને તેની સંભાળમાં પણ પગ પાતળા કરીને ઉપાય અજમાવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment