પાસપોર્ટને લઈને આજે પણ ઘણાં લોકો મૂંઝવણમાં છે. પાસપોર્ટ કેવી રીતે બને? કયાં કયાં ડોક્યુમેન્ટ જોઈએ? પાસપોર્ટ ઓફિસમાં શું થાય છે? પોલીસ વેરિફિકેશનમાં શું થાય? આવાં અનેક પ્રશ્નો પાસપોર્ટને લઈને લોકોના મનમાં હોય છે. તો આજે આપણે આ બધાં જ સવાલોના જવાબ મેળવીશું. તથા પાસપોર્ટ બનાવવા અંગે બધી જરૂરી માહિતી મેળવીશું.
પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા ૩ સ્ટેપમાં થાય છે. સૌપ્રથમ પાસપોર્ટ બનાવવા માટે અપોઈમેન્ટ લેવી પડે છે. ત્યારબાદ પાસપોર્ટ ઓફિસ જવાનું હોય છે. છેલ્લે પોલીસ વેરિફિકેશન થાય છે. ત્યારબાદ થોડા જ દિવસોમાં તમારો પાસપોર્ટ તમારા ઘરે પહોંચી જાય છે. હવે પાસપોર્ટ બનાવવા માટેના ત્રણેય સ્ટેપ વિશે વિગતે વાત કરીએ.
સ્ટેપ ૧ :
અપોઈમેન્ટ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભર્યા પછી પેમેન્ટ કરવાનું હોય છે. જો તમે ૩૬ પેજના પાસપોર્ટ માટે અરજી કરો છો, તો તમારે ૧૫૦૦ રૂપિયા જેટલા ભરવાના રહેશે. જો તમે ૬૦ પેજના પાસપોર્ટ માટે અરજી કરો છો, તો તમારે ૨૦૦૦ રૂપિયા જેટલા ભરવાના રહેશે. એપ્લિકેશનની સાથે આધારકાર્ડ અને અભ્યાસની માર્કશીટ જોડવાની હોય છે.
આ ઉપરાંત પાનકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર જેવા સર્ટિફિકેટ પણ જોડી શકાય. પરંતુ જેટલા વધુ ડોક્યુમેન્ટ હશે – એટલો જ વધુ સમય વેરિફિકેશન માટે લાગશે. ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ તમને અપોઈમેન્ટ નંબર, તારીખ અને સમય મળી જાય છે.
સ્ટેપ ૨ :
પાસપોર્ટ ઓફિસે તમારે મળેલા સમય કરતાં ૧૫ મિનિટ પહેલા પહોંચી જવાનું રહેશે. એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ પ્રિન્ટ કરેલી રસીદ પાસપોર્ટ ઓફિસે લઈ જવી ફરજિયાત છે. રસીદ ચેક કર્યા બાદ જ ત્યાં પ્રવેશ મળશે. ત્યારબાદ તમને ટોકન નંબર મળશે. ટોકન લઈને વારાફરતી ત્રણ કાઉન્ટર પર જવાનું રહેશે.
પ્રથમ કાઉન્ટર પર બધાં ડોક્યુમેન્ટ સ્કેન થશે અને તમારો એક ફોટો લેવામાં આવશે. બીજા કાઉન્ટર પર ડોક્યુમેન્ટનું વેરીફીકેશન થશે. ત્રીજા કાઉન્ટર પર તમારા સંપૂર્ણ ફોર્મને ચેક કરવામાં આવશે. છેલ્લે તમને એક રસીદ આપવામાં આવશે જેમાં પાસપોર્ટની વિગતો છાપેલી હશે.
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.