મોટાભાગે માતાપિતાને તેમના બાળકોની લંબાઈની ચિંતા રહે છે, તેના ઉપાય માટે તાડાસન ઘણું અસરકારક હોય શકે છે. તો ચાલો તાડાસન ના બધા ફાયદા જાણીએ….
તાડાસન કરવા માટે તમારે યોગમાં નિપુણ બનવાની જરૂર નથી. કોઈપણ તેની પ્રેક્ટિસ કરી શકે છે. તે યોગનું એક મૂળ આસન છે, જેનાથી શરીરને ઘણા ફાયદાઓ મળે છે. આ સાથે, તાડાસન એટલે કે માઉન્ટેન પોઝ કરવું પણ ખૂબ જ સરળ છે અને તે કરવાથી શરીરને વધારે થાકનો અનુભવ પણ થતો નથી. આ આસન બાળકો અથવા કિશોરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તાડાસનની નિયમિત પ્રેક્ટિસ દ્વારા શારીરિક ઉંચાઇ વધારી શકાય છે. ચાલો આપણે તેને કરવાની યોગ્ય રીત અને અન્ય ફાયદાઓ જાણીએ.
તાડાસન કરવાની સાચી રીત?
તાડાસન બે સંસ્કૃત શબ્દોથી મળીને બનેલો છે, પહેલો તાડ એટલે કે પર્વત અને બીજો આસન એટલે કે શરીરની મુદ્રા. તે કરવું એકદમ સરળ છે, ચાલો આપણે તે કરવાની યોગ્ય રીત જાણીએ.
1. સૌ પ્રથમ તમારા પગને થોડા ખુલ્લા કરીને ઊભા રહી જાઓ. નક્કી કરી લો કે તમારા શરીરનું વજન બન્ને પગ પર સરખું હોય.
2. હવે શ્વાસ અંદર ખેંચો અને બંને હાથ માથા ઉપર સીધા લઈ જાઓ.
3. હવે બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડો અને હથેળીઓને આકાશ તરફ લઈ જાઓ.
4. ત્યારબાદ શરીરને તમારા પંજાથી ઉપરની તરફ ઉઠાવતા હથેળીઓને આકાશ તરફ ખેંચો.
5. શક્ય હોય તેટલું શરીરને આકાશ તરફ ખેંચવાનો પ્રયત્ન કરો અને તે જ સ્થિતિમાં જળવાઈ રહો.
6. હવે ધીમે ધીમે સામાન્ય સ્થિતિ પર પાછા આવો.
7. આ ક્રમને આ રીતે પાંચથી દસ વાર પુનરાવર્તિત કરો.
તાડાસન કરવાના ફાયદા:
1. બાળકો તેમજ કિશોરો તાડાસનની દરરોજ પ્રેક્ટિસ કરીને શરીરની લંબાઈ વધારી શકે છે. કારણ કે તે તમારા કરોડરજ્જુના હાડકાને મજબૂત બનાવે છે અને તેને વધવામાં મદદ કરે છે.
2. તેની પ્રેક્ટિસથી કમરના દુખાવામાં રાહત મળી શકે છે અને તે તમારા શરીરની મુદ્રા સુધારવામાં મદદ કરી શકે છે.
3. કેટલાક લોકોને શરીરમાં ગઠ્ઠા ની સમસ્યા હોય છે. તે કરોડરજ્જુના હાડકાના ઝુકાવ અને નબળા હોવાને લીધે થાય છે. આ સમસ્યા માટે પણ તાડાસન ઘણુ ફાયદાકારક છે.
4. આ યોગાસનની પ્રેક્ટિસથી ધ્યાન તેમજ જાગૃતતા વધારી શકાય છે.
5. તાડાસન આપણા પગ, હિપ્સ અને જંઘોને પણ મજબૂત કરે છે.
અહીં આપેલી જાણકારી કોઈપણ ચિકિત્સીય સલાહનો વિકલ્પ નથી. તેનો અમે દાવો કરતા નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team