આજ કાલ ઘણા કોસ્મેટિક તમને ઓનલાઇન જોવા મળે છે તેમા પણ તમને ઘણી verity જોવા મળે છે. પરંતુ આમાંથી એવી ઘણી પ્રોડક્ટસ હોય છે તમારી સ્કીન માટે નથી હોતી. હમેશા તમારી સ્કીન ને સૂટ થાય તેવી જ પ્રોડક્ટ ખરીદવી.
કઈ પણ વિચાર્યા વગર તમારી સ્કીન પર કોઈ પણ પ્રોડક્ટ લગાવી એ તમારી માટે મુંસિબત બની જાય છે. અત્યારે માર્કેટ માં ઘણા પ્રકાર ના પ્રોડક્ટસ મળે છે. આ પ્રોડક્ટસ નું માર્કેટિંગ પણ એટલી હદ સુધી કરવામાં આવે છે કે લોકો એ પ્રોડક્ટસ માર્કેટ માં ખરીદવા જાય જ. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જેને ચહેરા પર લગાવો છો એ તમારા ચહેરા માટે છે કે નહીં?
ચાલો આજે તમને જણાવીએ કે બ્યુટિ પ્રોડક્ટસ ખરીદતા સમયે કઈ બાબત નું ધ્યાન રાખવું જોઈએ..
કઈ ઉમર માં કઈ પ્રોડક્ટસ ખરીદવી..
સામાન્ય રીતે 25 વર્ષ થી નીચે ની આયુ ના લોકો ની સ્કીન ઓઈલી હોય છે. આ દિવસો માં હોર્મોનલ ઇમબેલન્સ ના કારણે તેમના ચહેરા પર ફોડલીઓ થવા લાગે છે.તેમ જ 30 વર્ષ પછી સ્કીન ડ્રાઇ થવા લાગે છે. એટલે age group અને ત્વચા ને અનુસાર પ્રોડક્ટ ખરીદવી જોઈએ.
સ્કીન નું ph લેવલ જાણવું.
આપણી skin નું ph 5.5 હોય છે. એટલે જે પ્રોડક્ટ નું ph તેના કરતાં વધુ કે ઓછું હોય તેવી પ્રોડક્ટ કદી વાપરવી નહીં. મોટાભાગ ના સાબુ ની ph 11 કરતાં વધુ હોય છે. Ph 7 અને ph 11 ની વચ્ચે સાબુ ક્ષારીય બની જાય છે.
Ingredient નું રાખવું ધ્યાન…
ત્વચા વિશેષજ્ઞ ના અનુસાર, આખું વર્ષ સનસ્ક્રીન નો ઉપયોગ કરવો અનિવાર્ય છે. કઈ સનસ્ક્રીન નો ઉપયોગ કરવો જોઈએ તેનું પણ ધ્યાન રાખવું. અત્યારે સનસ્ક્રીન માં whiting અને lighting એજેંટ આવા લાગ્યા છે. આનાથી તમારી ત્વચા છોલાઈ જાય છે. કારણકે આમા ઘણા રસાયણ હોય છે. સનસ્ક્રીન હમેશા એવી જ લેવી કે જેમાં વિટામિન c વધુ હોય.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team