લગ્ન ની ચોલી સાથે દુલ્હન નો કઈક અલગ જ સંબંધ હોય છે. તે એને ખૂબ જ સંભાળી ને રાખતી હોય છે. સમય ની સાથે સાથે લગ્ન ની ચોલી નો કલર પણ ડલ થઈ જાય છે. એટલા માટે જ તેને ખૂબ સંભાળવાની જરૂર છે.
પોતાના લગ્ન ને ખાસ બનાવા માટે દુલ્હન પોતના કપડાં સાથે કોઈ પણ જાતનું compromise કરવા તૈયાર હોતી નથી. લગ્ન ની ચોલી પર સારું એવું કામ કરી શકાય છે, જેના કારણે તે ખૂબ મોંઘો લાગે. લગ્ન ની ચોલી આગળ જઈને કોઈ તહેવાર કે ફંકશન માં પણ પહેરી શકાય છે. પરંતુ તેણી કાળજી લેવી ખૂબ જ અગત્ય ની થઈ જાય છે. ચાલો જાણીએ લગ્ન ની ચોલી ને કેવી રીતે નવી જેવી જ રાખવી.
ડ્રાય ક્લીન કરાવતા રહેવું..
લગ્ન ની ચોલી ને સમય સમય પર ડ્રાય ક્લીન કરાવતા રહેવું. જેનાથી ચોલી પર જામેલી ધૂળ અને ગંદકી દૂર થઈ જાય છે. તમારી ચોલી પર લાગેલ લેબલ ને ધ્યાન થી વાંચો જેથી તમને ખબર પડી જશે કે તમારા ચોલી પર કયા કેમિકલ નો ઉપયોગ કરી શકાશે. અને તેની જાણકારી ડ્રાય ક્લીનર ને આપવી.
એમ્બ્રોડરી વર્ક ઠીક કરાવું.
ઉઠવા બેસવામાં કેટલીક વાર ચોલી ની એમ્બ્રોડરી ખરાબ થઈ જાય છે. આને સાચવી ને રાખી શકાય એ માટે પહેલા દરજી જોડે જઈ ને ઠીક કરાવી લેવું.ચોલી બધી જ રીતે સારી હશે તો આગળ ના કોઈ પણ ફંકશન માં કામ આવશે.
ચોલી ના ફોલ્ડિંગ પર ધ્યાન આપવું.
ચોલી ને વાળતી વખતે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. થોડી પણ ભૂલ થાય તો ચોલી નું વર્ક બગડી શકે છે. ચોલી ને વાળતી વખતે તેની વચ્ચે butter paper મૂકવું. જેનાથી તેનું એમ્બ્રોડરી ખરાબ નહીં થાય. ચોલી ને હવાઉજાસ વાળી જગ્યા એ રાખવું જેથી તેમાં ફૂગ ન લાગે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team