શું તમને ખબર છે કેળાં ખરીદવાની યોગ્ય રીત કઈ છે??

કેળું એક એવું ફ્રૂટ છે કે જે દરવર્ષે મળી રહે છે. આના ફાયદા એટલા બધા છે કે કોઈ પણ ઉમર ના વ્યક્તિ ને દરરોજ ખાવાની સલાહ આપવામાં આવે છે. જે ખૂબ જ મજૂરી વાળું કામ કરે છે એ તો દર રોજ ના કેટલાય કેળાં ખાઈ જતાં હોય છે. જેનાથી એમને ઇન્સ્ટન્ટ એનર્જિ મળી રહે. હવે આપણે વાત કરીએ કેળાં ખરીદવાની.. કેળાં ખરીદતા સમયે કેટલીક વાતો નું ધ્યાન રાખવું જોઈએ.

કલર પર ધ્યાન આપવું.

Image Source

કેળાં નો કલર એકદમ કુદરતી પીળો હોય તેવા કેળાં લેવા. આ પીળો કલર પણ બ્રાઇટ હોવો જોઈએ જે નેચરલ રીતે પાકેલાં હોય હેવો. તેમજ તેની પર વધુ પડતાં કાળા ડાઘા કે કાળા નિશાન ન હોવા જોઈએ. જો આવા ડાઘા દેખાય તો આવા કેળાં ન લેવા વધુ સારું. કારણકે તે જલ્દી જ ખરાબ થઈ જવાની શક્યતા છે.

વપરાશના પ્રમાણે લેવા

Image Source

તમે કેળાં ને કયા ઉદેશ થી લો છો અથવા તો તમે દિવસ માં કેટલા કેળાં ખાવાના છો એ જ પ્રમાણે કેળાં લેવા. ઉદાહરણ તરીકે જો તમે આખા પરિવાર માટે બનાના શેક બનાવાના હોવ તો તમે  કેળાં વધારે જ લેવાના. જો તમે દર રોજ એક જ કેળું ખાવાના હોવ તો એ પ્રમાણે કેળાં લેવા.

કેળાં ની છાલ પર નું લીલાપણું.

Image Source

કેળાં ની છાલ પર જો તમને લીલાપણું જોવા મળે તો એવું સમજવું કે તે કાચું છે. જો તમે 7 કેળાં લેવાના હોવ તો તેને એ જ દિવસે કે તેના આગળ ના દિવસે ખાવાના હોવ તો કેળાં પીળા રંગ ના જ લેવા. જો તમે દરરોજ એક જ કેળું ખાવાના હોવ તો સારું છે કે તમે થોડા કાચા જ કેળાં લો જેથી કરી ને કેળાં એક અઠવાડિયા સુધી પાકી પણ જાય અને તમે તેને ખાઈ પણ શકો.

સસ્તા ની લાલચ માં ન પડવું.

Image Source

જો સસ્તા ની વાત આવે તો ભલે ને કેળાં કેટલા પણ સસ્તા હોય પણ તમે ખાઈ શકો એટલા જ લેવા.ખરેખર તો આ એક એવું ફળ છે કે જે બે જ દિવસ માં બગડી જાય છે,. જો તમે સસ્તા ના ચક્કર માં વધારે કેળાં લેશો તો છેલ્લે તો તે બગડી જશે અને ફેકી દેવા પડશે.

બીજી એક વાત કે કેળાં હમેશા મોટા જ લેવા. નાના કેળાં મોટાભાગે કાચા હોય છે જેનાથી તમારા પેટ માં દુખી શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment