સપના બધાય લોકો જુએ છે, તેમાંથી થોડાક સપના સારા એટલે કે જે ખુશી આપે છે જયારે થોડાક સપના ડરાવી દે છે. ઘણાય લોકોને સળંગ સપનાઓ આવતા રહે છે, જેના કારને તેઓ ડરી ડરીને રહે છે. આ ખરાબ અને ડરામણા સપનાઓથી બચવા માટે અગ્નિપુરાણ માં થોડાક સરળ ઉપાયો બતાવવા માં આવ્યા છે. આ ઉપાયોને અપનાવવા થી આપણે ખરાબ સપનાઓથી છુટકારો મેળવી શકીએ છીએ.
તલ ના તેલનો દીવો
જે લોકોને રાત્રે ડર લાગતો હોય અથવા ખરાબ સપનાઓ હેરાન કરતા હોય, તેમને નિયમિત રૂપે તલ ના તેલ નો દીવો ઘરના મંદિર માં પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી ભય અને ખરાબ સપનાઓથી છુટકારો મળી જશે.
સૂર્યને જલ અર્પિત કરવું
સૂર્ય દેવ ને નિયમિત રૂપે જલ ચઢાવવાથી પણ સ્વપ્ન દોષથી મુક્તિ મળે છે. રોજ સૂર્યને જલ અર્પિત કરવાથી મનુષ્ય નું મન અને વિચાર શુદ્ધ રહે છે અને ખરાબ સપના ભાગે છે.
મ્હામૃત્યુંન્જ્ય નો પાઠ
રોજ ભગવાન શિવની પૂજા અને મ્હામૃત્યુંન્જ્ય નો પાઠ કરવાથી મનુષ્ય ને ડરામણા સપના આવવાની સમસ્યાથી નિવારણ મળી જાય છે.
ત્રિદેવ ની પૂજા
જે ઘરમાં રોજ ત્રીદેવની પૂજા કરવામાં આવે છે તે ઘરમાંથી નેગેટીવ એનર્જી નો નાશ થાય છે. એટલા માટે ખરાબ સપનાઓથી બચવા માટે ત્રીદેવોને ઘરમાં સ્થાપિત કરી તેમની પૂજા નિયમિત રૂપે કરો. અવશ્ય મદદ થશે.
તરત સુઈ જાઓ
અગ્નિપુરાણ અનુસાર ખરાબ સપના જોઇને જો નિંદર તૂટી જાય અને તમે અચાનક જાગી જાઓ તો તરત પાછા સુઈ જવું. આમ કરવાથી એ સપનું મગજથી નીકળી જાય છે.
બ્રાહ્મણોની પૂજા
મનુષ્ય ને સારા અને ખરાબ સપના કર્મો અનુસાર આવતા હોય છે. બ્રાહ્મણો ની પૂજા કરવાથી કર્મોથી મુક્તિ મળે છે અને સ્વપ્ન દોષ નો પણ નાશ થાય છે.
કોઈને ન કહો
ખરાબ સપના ને કોઈની પણ સામે વ્યક્ત ન કરવું જોઈએ, આમ કરવાથી મનુષ્ય વારે ઘડીએ એ સપના વિષે વિચારતું રહે છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI