પ્રેગનેન્ટ થયાના પહેલા દિવસથી લઈને બાળકના જન્મ સુધી બાળકનો ખાસ ખ્યાલ રાખવો પડે છે કારણ કે, બાળક હેલ્ધી બને અને તેનો સંપૂર્ણપણે વિકાસ થાય એ ધ્યાન રાખવાનું કામ ‘મા’ જ કરી શકે છે. અને આ કામ બાળકનો જન્મ થયા પછી નહીં પણ બાળક ગર્ભમાં હોય ત્યારે જ થવું જોઈએ. એ માટે ગર્ભાવસ્થાને લગતી અમુક પ્રકારની જાણકારી હોવી પણ જરૂરી છે.
આજના આ લેખમાં આપ સૌ ને એવી જ માહિતી જાણવા મળશે. આ લેખ દ્વારા અમે દરેક મહિલાને જાણકારી આપવા ઇચ્છીએ છીએ અને દરેક ‘મા’ માહિતગાર બને એવો પ્રયાસ કરીએ છીએ. તો ચાલો, આજના લેખમાં ગર્ભાવસ્થાની માહિતી જણાવીએ અને એ જાણીએ કે ગર્ભમાં શિશુનું વજન કેવી રીતે માપવામાં આવે છે?
ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ જાણવા માટે અલ્ટ્રાસાઉન્ડ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ડોક્ટર એકવાર અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરીને શિશુનું વજન જણાવી શકે છે. નીચેના પેરેગ્રાફમાં જે માહિતી લખી છે એ તમને ખુબ મદદ કરશે જેનાથી તમે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન વિશેની વધુ માહિતી જાણી શકશો.
કેવી રીતે શિશુનું વજન માપવામાં આવે છે?
જયારે રેડિયોલોજીસ્ટ ગર્ભનું સ્કેન કરીને પરીક્ષણ કરે છે ત્યારે તે શિશુનું વજન અલગ – અલગ રીતમાં જણાવે છે.
- BPD – બીપીરેટીયલ ડાયામીટર
- FL – ફીમર લેન્થ
- HC – હેડ સરક્મફરાસિંસ
આવા માપદંડ બાદ ડોક્ટર શિશુનું વજન માપવા માટે ગણતરી કરે છે ત્યાર બાદ શિશુનું વજન કહે છે. આ વજનમાં થોડા અંશે ફેરફાર પણ હોય શકે છે.
આમ તો ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભનું પરીક્ષણ કરાવવું એ કાનૂની રીતે ગેરકાયદેસર ગણાય છે પણ અમુક સંજોગોમાં ગર્ભની ચકાસણી કરવી અનિવાર્ય બને છે. જો ‘મા’ ને કોઈ બીમારી હોય અથવા અન્ય કોઈ ગંભીર કારણ હોય તો ડોક્ટર દ્વારા ગર્ભનું પરીક્ષણ કરવામાં આવે છે.
તમારી પાસે પણ કોઈ ખાસ માહિતી હોય તો આ લેખના કમેન્ટ બોક્ષમાં લખી શકો છો જેથી અન્ય લોકોને પણ માહિતી મળી રહે.
આશા છે કે આ માહિતીથી ભરેલ લેખ આપ સૌ ને પસંદ આવ્યો હશે. આવા જ અન્ય લેખ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel