દરેક મા-બાપ બાળકોની નાની પ્રવૃતિથી સજાગ હોય છે, એ પ્રવૃતિ બાળકની આદત સાથે પણ જોડાયેલી હોય છે. બાળકને બચપણથી જ સારી આદતની કેળવણી થાય એ માટે માતપિતા હંમેશા માટે આગળ પડતું ધ્યાન આપતા હોય છે. પણ અમુકવાર જાણકારીનો અભાવ તકલીફમાં મૂકી શકે છે.
અહીંથી મુદ્દાની વાત કરીએ તો, આ લેખ દ્વારા તમને એ જણાવવા ઇચ્છીએ છીએ કે શું તમે જાણો છો કે બાળકને ક્યારથી મસાલાથી બનેલ અલગ-અલગ ખોરાક આપવાની શરૂઆત કરવી જોઈએ? બધા જાણે છે કે બાળકના જન્મના શરૂઆતી છ મહિના સુધી માતાનું દૂધ પીવડાવવામાં આવે છે પરંતુ ત્યારબાદ શું?? આ જાણકારી સાથે અમે હાજર છીએ તમારા સુધી જાણકારી પહોંચાડવા માટે….
છ મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય થોડા અંશે અન્ય ખોરાકની પણ જરૂર પડે છે. આ વખતે માતાપિતાના મનમાં બાળકના ખાનપાનને લઈને અનેક પ્રશ્નો હોય છે અને આ વખતે જ સાચી જાણકારીની જરૂર પડે છે. તો તમે પણ જાણી લો આજની રસપ્રદ માહિતી.
સૌ પ્રથમ ખાસ યાદ રાખો કે બાળકને ૯ મહિના પછી જ ધીમે ધીમે હળવા મસાલા નાખેલ વાનગી આપવાની શરૂઆત કરવી જોઈએ. આવું કરવાથી બાળકને એ ખોરાક પચાવવામાં તકલીફ નહીં પડે અને તેની પાચન શક્તિને પણ કોઈ આડઅસર નહીં થાય. નવ મહિના પહેલા બાળકની પાચન ક્ષમતા નબળી હોય છે અથવા તો દૂધ સિવાયના અન્ય ખોરાકને પચાવવા માટે તેને વધુ સમય લાગતો હોય છે, એવામાં બાળકને આપવામાં આવતી ખાવાની ચીજ પર ખાસ ધ્યાન દેવું પડે છે.
સૌથી પહેલા કેવો ખોરાક આપી શકાય?
બાળકને નવ મહિના પછી થોડા અંશે મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવો ખોરાક આપવો જોઈએ. જેમાં હિંગ, આદુ, હળદર, જીરૂ કે અજમાની સહેજ માત્રા હોય. આ મસાલા બાળકને પાચન માટે અનુકુળ રહે છે અને બાળકનું પાચનતંત્ર તેને પચાવી શકે છે.
બાળકને આ રીતનો ખોરાક આપવો જોઈએ :
હળદર :
બાળક માટે સહેજ માત્રામાં હળદર ઉમેરીને દાળ તૈયાર કરો. તેમાં ઉપરથી ધાણાજીરૂ પણ ઉમેરી શકાય છે. બાળકને જે સ્વાદ પસંદ આવે તેમાં સહેજ જ મસાલાનો ઉપયોગ કરવો એ યાદ રાખવા જેવી બાબત છે.
એલચી પાઉડર :
બાળકને જમવા માટે ખીર બનાવી શકાય છે, જે તેને વધુ પસંદ પણ આવે છે અને તેની પાચનશક્તિને અનુકુળ પણ આવે છે. જેમાં સહેજ એલચી પાઉડર ઉમેરીને બાળકને ખવડાવી શકાય છે.
અહીં માત્ર નાની યાદી જણાવી છે પણ તમે બાળકને ખાવાપીવાની અન્ય ઘણી ચીજ આપી શકો છો. બાળકની તાસીર પણ પાચનતંત્રને અસર કરતી હોય છે એટલે બાળકને પસંદ આવે તેમજ યોગ્ય રહે એવા અન્ય ખોરાક નવ મહિના પછી આપી શકાય છે. ખાસ કે કોઇપણ મસાલાનો ઉપયોગ સહેજ માત્રામાં થયો હોય એવી ચીજ આપવાથી બાળકને પચવામાં આસાની રહે છે.
તો આ જાણકારી સાથે આશા છે કે તમને આ અગત્યની જાણકારી પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel