કઈ રીતે લાગે છે🌅લૂ?? તેના કારણો, લક્ષણો અને બચાવ માટેના ઉપાયો વિશે જાણો👇

ઉનાળાની ઋતુમાં મોટાભાગે લોકો લૂ લાગવાથી પરેશાન રહે છે. આ એક સામાન્ય બાબત છે, પરંતુ સમયસર તેનો ઉપચાર પણ જરૂરી છે. ઉનાળામાં વાતી ખૂબ જ સુકી અને ગરમ હવાને લૂ કહેવાય છે. એપ્રિલથી જૂન મહિના સુધી આ સમસ્યા વધુ હોય છે કારણકે આ ત્રણ મહિના જ તાપમાન વધારે હોય છે અને ખૂબ જ ગરમ અને શુષ્ક હવા વહે છે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે આખરે લૂ લાગવાનું કારણ શું છે?

કારણ –

લૂ લાગવી એ એક સ્થિતિ છે જેનું કારણ શરીરનું વધુ ગરમ થઇ જવું છે. આ સામાન્ય રીતે શારીરિક શ્રમ અથવા ઊંચા તાપમાનના લાંબા ગાળાના સંપર્કને કારણે થાય છે. જ્યારે તમારા શરીરનું તાપમાન 40°C, અથવા 104-105°F અથવા તેથી વધુ થાય ત્યારે લૂ લાગી શકે છે. આવા ઊંચા તાપમાને અંગોની ક્રિયાશીલતા ઓછી થઈ જાય છે. લાંબા સમય સુધી આવી સ્થિતિમાં રહેવાથી કેટલાક અંગો કાર્ય કરવાનું પણ બંધ કરી શકે છે. માનવ શરીરનું સંતુલિત તાપમાન 37 °C સુધી હોય છે, જેમાં શરીરના તમામ અંગો યોગ્ય રીતે કાર્ય કરે છે.

ઓળખ આવી રીતે કરવી –

  • આખા માથામાં સખત દુખાવો થવો
  • કોઈ કારણ વગર શરીરમાં ચુસ્તતાનો અનુભવ કરવો.
  • ત્વચા પર લાલ નિશાન પડી જવા.
  • કિડની, મગજ, હૃદયમાં અચાનક કોઈ સમસ્યાનો અનુભવ થવો.
  • પેશાબ કરવામાં મુશ્કેલી

લૂથી બચાવના ઉપાયો –

ડૉક્ટરો કહે છે કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારી જાતને હાઈડ્રેટ રાખો. પોતાની સાથે પાણીની બોટલ અને છત્રી ચોક્કસપણે રાખો. લાંબા સમય સુધી તડકામાં અને ગરમ હવામાં ફરવાનું ટાળો. જેટલો સમય તમે તમારી જાતને ગરમ હવાના સંપર્કમાં રાખશો, તમને લૂ લાગવાની શક્યતાઓ એટલી જ વધુ છે. જેટલી વધુ ગરમ હવા શરીરના સંપર્કમાં આવશે, તેટલી જલ્દી તમે લૂ નો શિકાર બનશો.

પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ઠંડી શિકંજી, ઓઆરએસ, પાણી, નારિયેળ પાણી જેવા પ્રવાહી પદાર્થોનુંચોક્કસપણે સેવન કરો. તાજા ફળો જેવા કે તરબૂચ, કાકડી, પપૈયા, સંતરા, નારિયેળ પાણીનું સેવન કરો. બપોરના સમયે તડકો અને ગરમ હવા પ્રબળ હોય છે, આ સમયે બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળો. જે લોકો કારમાં જાય છે તેઓ પાર્ક કરેલી કારની બારી થોડો ખુલ્લી રાખો. યોગ્ય વેન્ટિલેશન હોય પછી જ કારમાં એસી ચાલુ કરો, કારણ કે બંધ કારમાં ખૂબ ગરમી વધુ હોય છે. અચાનક કારમાં બેસતા જ આવી રીતે એસી ચાલુ કરવાથી લૂ લાગી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment