સવાલ: શું મારી પાસે એક સ્માર્ટફોન છે?
જવાબ: નહિ, સ્માર્ટફોન માં હું છું.
આજના સમયમાં મોટાભાગના લોકોમાં તે જોવા મળી રહ્યું છે. સ્માર્ટફોન તેમના જીવનમાં એક એવું ઘર કરી ગયું છે કે તેના વગર એક ક્ષણ પણ પસાર કરવી મુશ્કેલ છે. તે વાત પર આશ્ચર્ય ન હોવું જોઈએ કે કોઈ દિવસ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને અચાનક પેટમાં દુખાવો શરૂ થઈ જવો અથવા તમને ચકકર આવવા. આ બાબત માટે તમે તમારા ભોજન અથવા કોઈ અન્ય વાતને કારણ ન માનો, તો વધુ ઉત્તમ રહેશે.
લાંબા સમય સુધી સ્માર્ટફોનના માધ્યમથી વોટસઅપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા કોઈ અન્ય સાઈટ પર સમય વિતાવવો અથવા તેમ કહો કે કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી તમારે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને માથાનો દુખાવો, આળસ, ઉબકા,ચક્કર આવવા જેવી ઘણી સમસ્યાઓથી પીડાય શકે છે.
શું તમારો સ્માર્ટફોન તમને બીમાર બનાવે છે?
મોબાઈલથી ઘણા પ્રકારના રેડિયો વેવ્સ( રેડિયો તરંગ ) નીકળે છે. તેમાંથી ઘણા તરંગ ખૂબ જોખમી પણ હોય છે. જો લાંબા સમય સુધી તમે ફોનના સંપર્કમાં રહો છો તો તે હાનિકારક રેડિયો વેવ્સ તમને નુકશાન પહોંચાડી શકે છે અને તમને બીમાર પણ કરી શકે છે.
શું સ્માર્ટફોન કેન્સરનું કારણ બની શકે છે?
કેન્સર એક એવો શબ્દ છે, જે સંપૂર્ણ જીવનનો નાશ કરવા માટે પૂરતો છે. અમે ખાતરીપૂર્વક તે કહી શકતા નથી કે સ્માર્ટફોન કેન્સરનું કારણ બની શકે છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ( ડબ્લ્યુએચઓ ) ની કેન્સર સંસ્થા ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ અને કેન્સરના ઘણા અભ્યાસમાં જુદા જુદા કારણ સામે આવ્યા છે.
પરંતુ ઘણા અભ્યાસમાં આ વાતની જેમ સંકેત આપવામાં આવ્યો છે કે સ્માર્ટફોનનો વધારે ઉપયોગ સંભવત કેન્સરનું કારણ બની શકે છે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ વિષય પર અત્યારે હજુ વધુ સંશોધનની જરૂર છે.
શું તમારો ફોન તમને ધીમા બનાવી રહ્યો છે?
મેડિકલ જર્નલ હ્યુમન ફેક્ટરસૅમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, મોબાઇલનો વધારે ઉપયોગ નાટકીય રીતે લોકોને ધીમો પાડે છે. સામાન્ય રીતે જે લોકો મોબાઇલનો ઉપયોગ કરતા નથી તે મોબાઈલ ઉપયોગ કરનારની સરખામણીમાં 23 ટકા ઝડપથી કોઈ વાત પર પ્રતિસાદ આપે છે.
મોબાઈલના મહત્તમ ઉપયોગથી લોકોમાં તાત્કાલિક નિર્ણય લેવાની અથવા કોઈ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો આવે છે અને આ કારણે રોડ એક્સિડન્ટમાં પણ ઘણો વધારો થયો છે.
મોબાઈલનો ઉપયોગ કરતા 20 વર્ષિય ડ્રાઈવરમાં સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતા 70 વર્ષના વૃદ્ધની જેમ વિચારવાની અને સમજવાની સમાન ક્ષમતા છે.
તમારો ફોન જંતુઓનુ હેંગ આઉટ છે:
તમારો ફોન દરેક જગ્યાએ ગંદા કાઉન્ટર પર, ટેબલ પર, પથારી પર તમારી સાથે આવે છે. દરેક જગ્યાએ જ્યાં તમે જાઓ છો, તેને લઈ જાઓ છો અને રાખી દો છો તે જાણ્યા સમજ્યા વગર કે તમારા પહેલા તે જગ્યા કોઈએ કઈ રીતે ખરાબ કરી છે. તમારી આંગળીઓને સ્પર્શતી દરેક વસ્તુ તમારી સ્ક્રીન પર આવે છે. અને આવી સ્થિતિમાં, ફોન પર જંતુઓ એકઠા થાય છે.
પડર્યુ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જોવા મળ્યું કે ટોયલેટની સીટ પર જામેલા બેક્ટેરિયાની સરખામણીમાં મોબાઈલમાં 10 ગણા વધારે બેકટેરિયા હોય છે.
બીજા અર્થમાં, તેમ કહો કે તમારા ફોન ઉપર દરેક સમયે ચારેય બાજુથી કીટાણુઓનો હુમલો થતો રહે છે. તમે ક્યારેય પણ તેને બેકટેરિયા મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે? કદાચ નહિ.
બાળકો માટે જોખમી બની શકે છે:
એક લાખ માતાઓ અને 30 હજાર બાળકો પર કરવામાં આવેલ એક અભ્યાસમાં તે જોવા મળ્યું છે કે મોબાઇલનો વધારે ઉપયોગ કરનારી માતાઓના બાળકોની વિચારસરણી નબળી હોય છે. તેને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આંખો પણ નબળી પડી જાય છે:
કોઈ છાપેલા કાગળની સરખામણીમાં ડિજિટલ સ્ક્રીન પર કોઈ વસ્તુને વાંચવી અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સતત ડિજિટલ પ્લેટફોર્મ પર જોતા રેહવાથી આંખો નબળી પડે છે.
સૌથી વધારે મુશ્કેલીનો સામનો બાળકોને કરવો પડે છે.
જો તમે પુસ્તક વાંચી રહ્યા હોય તો એક મિનિટમાં લગભગ 18 વખત આંખને પટપટાવશો, તેમજ સ્માર્ટફોન, કોમ્પ્યુટર, લેપટોપ પર લગભગ 6-7 વાર જ ઝબકાવી શકો છો. આવી સ્થિતિમાં એકીટશે સ્ક્રીન પર જોતા રહેવાથી આંખોની સમસ્યા શરૂ થવા લાગે છે.
ગર્ભાવસ્થા દરમિયાન મોબાઇલનો વધારે ઉપયોગ જોખમી છે:
ગર્ભાવસ્થા દરમિયાન મોબાઇલનો ઉપયોગ શિશુના માથાના વિકાસના દરને ધીમો કરી શકે છે અથવા બાળકમાં જન્મજાત વ્યવહાર સંબંધી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ ઉપરાંત, મોબાઇલ ફોન્સ દ્વારા ઉત્સર્જિત કિરણોત્સર્ગ પણ કસુવાવડ અને જન્મજાત અસંગતતાઓની ઘટનામાં વધારો કરી શકે છે.
આ બધી સમસ્યાઓ ઉપરાંત એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે 33 ટકા સ્માર્ટફોન વપરાશકર્તા તેમના ફોનને છોડવાને બદલે સેક્સને નજરઅંદાજ કરવાનું પસંદ કરે છે. એટલે કે સેક્સ કરવાનું છોડી શકે છે, પરંતુ તેના ફોનથી અલગ થવું પસંદ કરતા નથી.
જો તમે ગંભીરતાથી વિચારી અને સ્માર્ટફોનના વ્યસનને લીધે બીમાર થવાનું બંધ કરો તો તે વધુ સારું રહેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team