ચંદ દશકાઓ પહેલાની વાત છે કે બોલિવૂડની બ્લોક બસ્ટર ફિલ્મો મહા મહેનતે સો કરોડનો વ્યાપાર કરતી. પણ આજે ઘણી ફિલ્મો ૩૦૦ કરોડના આંકડાને સરળતાથી આંબી લે છે. તો આપણા મનમાં વિચાર તો આવે જ કે, આ ફિલ્મોમાંથી કરોડો રૂપિયાનો વ્યાપાર ફક્ત ટિકિટબારીઓ જ કરે છે? તથા આટલા રૂપિયા શું ફક્ત દિગ્દર્શક- નિર્માતાઓના ફાળે જાય છે? તો ચાલો આજે બોલિવૂડ બિઝનેસની રસપ્રદ જાણકારી મેળવીએ.
આ ઈદ પર દર વર્ષની માફક સલમાન ખાનની એક ફિલ્મ રિલીઝ થઈ. નામ હતું રેસ-૩. ફિલ્મના પ્રથમ ટ્રેલરથી જ ફિલ્મ ચર્ચામાં હતી. તથા ફિલ્મ રજૂ થયાના પ્રથમ જ દિવસે ૩૪.૧૭ કરોડની કમાણી થઇ. આ ફિલ્મે સૌથી જબ્બરદસ્ત ઓપનિંગનો રેકોર્ડ કાયમ કર્યો. બીજા અને ત્રીજા દિવસે અનુક્રમે ૩૭.૧૪ અને ૩૭ કરોડની કમાણી કરી. સૌથી ઝડપી ૧૦૦ કરોડ કમાવવાનો રેકોર્ડ બનાવ્યો.
આશા એવી હતી કે, આ ફિલ્મ ૪૦૦ કરોડના આંકડને આંબી લેશે. પરંતુ અચાનક જ ફિલ્મ ધીમી પડી ગઈ અને દસ દિવસે માત્ર ૧૫૩ કરોડ જ કમાઈ શકી રેસ-૩ ૨૦૧૮ સાલની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તો બની ગઈ. પરંતુ સલમાન ખાનની ફિલ્મ પાસે આશા ઉંચી હોય. તો આ ફિલ્મ ફ્લોપ જ ગણાય..!!
હવે, આપણો સવાલ એ છે કે ફિલ્મોની બધી આવક નિર્માતાને મળે છે? ના, બોક્સ ઓફિસની કમાણીના બધા રૂપિયા નિર્માતાને નથી મળતા. તેને તો ફિલ્મ રજૂ થયા પહેલા જ નાણાં મળી ગયા હોય છે.
સિનેમા ઘરોમાં ફિલ્મ જેટલી ચાલે એના પૈસા એક્ઝિબ્યુટર અને ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે વેચાય છે. પ્રથમ વીકની કમાણીના ૬૫ ટકા ડિસ્ટ્રીબ્યુટર અને ૩૫ ટકા એક્ઝિબ્યુટરને મળે છે. ફિલ્મ સિનેમાઘરમાં રજુ કરવાના રાઇટ્સ ખરીદનાર ડિસ્ટ્રીબ્યુટર કહેવાય છે. જ્યારે સિનેમા ઘરના માલિક એક્ઝિબ્યુટર કહેવાય છે.
બીજા વીકની કમાણીના ૬૦ ટકા ડિસ્ટ્રીબ્યુટર અને 40ટકા એક્ઝિબ્યુટર લઈ જાય છે. ત્રીજા અઠવાડિયામાં ૫૫ ટકા ડિસ્ટ્રીબ્યુટર અને ૪૫ ટકા એક્ઝિબ્યુટર ને મળે છે અને આ પછીના અઠવાડિયા ની કમાણીમાંથી બંનેને ૫૦-૫૦ ટકા જેટલા મળે છે.
ફિલ્મ ગમે તેટલી સુપરહિટ હોય પરંતુ પડદા ઉપર વધુમાં વધુ બે-ત્રણ અઠવાડિયા સુધી જ ચાલે છે. આ કારણે જ ફિલ્મ સર્જકો હવે વિદેશોમાં ફિલ્મ રજૂ કરીને કમાણી કરી રહ્યા છે. અત્યારનાં સમયનો નવો ટ્રેન્ડ કહો તો પણ ચાલે!
ફિલ્મ સર્જકને બીજી આવક ફિલ્મના વિડીયો ઓન-ડિમાન્ડ તથા ટીવી રાઇટ્સ દ્વારા થાય છે. ત્રીજી આવક વિડીયો રાઇટ્સમાંથી થાય છે. છતાં આ સેક્ટર હવે આકર્ષણ ગુમાવતું દેખાય છે. સરવાળે સીનેમા ઉદ્યોગ સંકટમાં છે ક્યારેક એવું લાગે!!
સિનેમાઘરોની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે. ફિલ્મ સર્જકો હવે મોબાઈલના પડદાને ધ્યાનમાં લઇ શોર્ટ ફિલ્મો તરફ વળી રહ્યા છે.
રસપ્રદ વાતો સાથે હંમેશા જોડાયેલાં રહેવા માટે અત્યારે જ “ફક્ત ગુજરાતી” નાં પેઇઝને લાઇક કરી દો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.