ઇવાંકા ટ્રમ્પ એક ખુબ જ ખુબસુરત અને ફિટ મહિલા છે. એવું નથી કે તેના કામોમાં વ્યસ્ત નથી હોતી પરંતુ તો પણ તે કેવી રીતે ખુદને આટલું ફિટ રાખી શકે છે, એ જાણવું દિલચસ્પ રહેશે. ઇવાંકા જયારે POTUS ના સલાહકારના રૂપમાં કામ કરી રહી હતી ત્યારે તે એક બિંદાસ માં, પત્ની અને એક સફળ બીસનેસની ભૂમિકા નિભાવવામાં વ્યસ્ત હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા એક મોડેલ જેવી કાયા બનાવી રાખવા શું કરે છે આવો જાણીએ.
૩ બાળકો છતાં ઇવાંકા એકદમ ફિટ –
ઇવાંકા ટ્રમ્પ ત્રણ બાળકોની માતા છે, તો તમે અંદાજો લગાવી શકો છો કે તે તેના કામ અને પરિવાર વચ્ચે કેટલી વ્યસ્ત હશે, પરંતુ તો પણ ઇવાંકાએ ખુદને ફિટ રાખી એક સ્લીમ-ટ્રીમ ફિગર બનાવેલું છે.
ઇવાંકા ટ્રમ્પનો વર્કઆઉટ –
View this post on InstagramQuick workout in before the #weekend. #FitnessFriday @nyfitness_petermonge
ઇવાંકા તેના વ્યસ્ત સમયમાંથી તેના વર્કઆઉટ માટે પણ સમય નીકાળે છે, જેથી તે ખુદ ફિટ રહી શકે. તેણી તેની પ્રેગનેન્સી બાદ વધેલા વજન ને ઓછું કરવા કસરત કરતી. તેણીએ ઈંસ્ટગ્રામ પર તેના અમુક વર્કઆઉટના વિડીયો શેર કરેલા છે. તેણીએ લગભગ 13.૬ કિલો વજન ઘટાડ્યું હતું.
ડાએટમાં પ્રોટીન છે તેણીનો પાવર –
ઇવાંકા તેણીના ડાએટમાં લીલા સલાડ, ઘરનું બનેલું વેજીટેબલ સૂપ અને લીન પ્રોટીન લે છે. તેના ડાએટમાં સાબુત અનાજ અને ઓટ્સ જેવા કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ શામેલ હોઈ છે.
લીંબુ પાણી સાથે કરે છે દિવસની શરૂવાત –
ઇવાંકા તેના દિવસની શરૂવાત એક ગ્લાસ લીંબુ પાણી સાથે કરે છે. તેની સિવાય બ્લુબેરી, રાસબેરી અને અનાજ સાથે ગ્રીક યોગર્ટ લેવું પસંદ કરે છે. ઇવાંકા ડ્રાયફ્રુટ, નટ્સ અને સીડ્સ ને પણ ઘણા પસંદ કરે છે.
સુંદરતાને બનાવી રાખવા જરૂરી છે પાણી
ઇવાંકા ખુદને હાઈડ્રેટ અને સ્વસ્થ રાખવા ભરપુર માત્રા માં પાણી પીવે છે. જેનાથી તેની ત્વચા પર ગ્લો બરકરાર રહે અને સ્કીન હાઈડ્રેટ રહે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team