સામાન્ય રીતે લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે બ્લેક ટી પીવાની પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે બ્લેક ટી ત્વચા માટે કેટલી ફાયદાકારક છે. જો નહીં, તો કઈ વાંધો નથી. ફક્ત ગુજરાતીના આ લેખમાં અમે જણાવીશું કે ત્વચા માટે બ્લેક ટીના ફાયદા કયા કયા છે. આ સાથે, અમે અહીં ચહેરા માટે બ્લેક ટીનો ઉપયોગ કરવાની રીત અને તેને સંબંધિત કેટલાક નુકશાન અને સાવચેતીઓ વિશે પણ માહિતી આપીશું.
તમારી ત્વચા માટે બ્લેક ટી શા માટે ફાયદાકારક છે?
ત્વચા માટે બ્લેક ટી એટલા માટે ફાયદાકારક છે કારણ કે, તે ઘણા પ્રકારે ત્વચાને લાભ પહોંચાડી શકે છે. તેના પર થયેલા એક સંશોધન દ્વારા જાણકારી પ્રાપ્ત થાય છે કે બ્લેક ટીમાં પોલીફેનલ રહેલો હોય છે. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તેનાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
વાસ્તવમાં બ્લેક ટી એન્ટિ-ઓક્સિડન્ટ ગુણોથી સમૃદ્ધ હોય છે. જે ત્વચાને મુક્ત કણોથી થતી ઇજા સામે રક્ષણ મેળવવામા મદદ કરી શકે છે. આ ઉપરાંત તેમાં એન્ટી એકને એટલે કે ખીલ જેવી સમસ્યાઓને દૂર કરવાના ગુણો પણ રહેલા હોય છે. આટલું જ નહીં, પોલીફેનોલ ત્વચાને ચમકદાર બનાવવાના ગુણોથી ભરપૂર હોય છે, જે ત્વચાને સુધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. લેખમાં આગળ અમે ત્વચા માટે બ્લેક ટીના ફાયદા વિશે વિગતવાર માહિતી આપી છે.
ત્વચા માટે બ્લેક ટીના ફાયદા
અહીં અમે ત્વચા માટે બ્લેક ટીના ફાયદા વિશે વિસ્તારમાં ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ તે પહેલાં અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે બ્લેક ટી ત્વચાની સમસ્યાઓનો સંપૂર્ણ ઈલાજ નથી, તે ફક્ત તેના લક્ષણોને અમુક હદ સુધી ઘટાડી શકે છે. આવો, હવે જાણીએ, ત્વચા માટે બ્લેક ટીના ફાયદા.
1. સ્કિન ઇન્ફેક્શન માટે
સ્કિન ઈન્ફેક્શનની સમસ્યાને દૂર કરવા માટે બ્લેક ટીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, બ્લેક ટીમાં કેટેચિન નામનું તત્વ હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ એટલે કે બેક્ટેરિયા સામે લડનારા ગુણો પ્રદર્શિત કરી શકે છે. આ ઉપરાંત, તેમાં ફૂગ સામે લડનારી અસરો પણ જોવા મળે છે.
જણાવી દઈએ કે ત્વચા પર ચેપનું મુખ્ય કારણ બેક્ટેરિયા કે ફુગ માનવામાં આવે છે. આ આધારે તે માનવામાં આવે છે કે બ્લેક ટીનો ઉપયોગ ત્વચાના ચેપ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે કરવો ફાયદાકારક થઈ શકે છે.
2. એંજિગમાં મદદરૂપ
ત્વચા માટે બ્લેક ટી થી થતા ફાયદામાં એજિંગ ની સમસ્યાથી પણ રાહત મેળવવી તેનો સમાવેશ થાય છે. જણાવવામાં આવે છે કે બ્લેક ટીમાં રહેલો પોલિફેનોલ એન્ટિ એજિંગ અને એન્ટી રિંકલ્સ અસર પણ પ્રદર્શિત કરી શકે છે, જે ત્વચા પર વધતી ઉંમરની અસરને ઓછી કરવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં એ કહેવું કઈ ખોટું નથી કે અેજીંગ ની સમસ્યાથી છુટકારો મેળવવા માટે બ્લેક ટીનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
3.સોજા માટે ફાયદાકારક
ત્વચા માટે બ્લેક ટી ના ફાયદા એ પણ છે કે તેની મદદથી સોજા સંબંધી સમસ્યામાં રાહત મળી શકે છે. વાસ્તવમાં બ્લેક ટીમાં એન્ટી-ઇનફ્લામેટરી એટલે કે સોજાને ઓછા કરવાના ગુણ રહેલા હોય છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ સોજા સંબંધી સમસ્યામાં રાહત મેળવવા માટે કરી શકાય છે.
4.ડાઘ દૂર કરવા માટે મદદરૂપ
ચહેરા પરથી ડાઘને ઓછા કરવા ત્વચા માટે બ્લેક ટીના ફાયદાઓ જોઈ શકાય છે. એક સંશોધનમાં તે વાતની જાણકારી મળી છે કે બ્લેક ટીમાં રહેલ પોલીફેનોલ ત્વચાની ચમક પર અસર પ્રદર્શિત કરી શકે છે, જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદરૂપ થઇ શકે છે.
તેના આધારે માની શકાય છે કે બ્લેક ટીનો ત્વચાને ચમકાવવાનો ગુણ ડાઘને દુર કરવામાં મદદરૂપ થઈ શકે છે. હાલમા આ વિષય પર વધારે શોધ કરવાની જરૂર છે.
5. ટેનિંગ થી રાહત
ત્વચા માટે બ્લેક ટીના ફાયદામાં ટેનિંગની સમસ્યાથી પણ છુટકારો મેળવવાનો સમાવેશ છે. જણાવી દઈએ કે વધારે સમય સુધી હાનિકારક સૂર્યના કિરણોના સંપર્કમાં રેહવાથી ટેનિંગની સમસ્યા થવા લાગે છે. તેના કારણે સમય કરતાં પેહલા સ્કિન એજિંગ અને સ્કિન કેન્સર જેવી ત્વચા સંબંધી સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે.
આવી સ્થિતિમાં અહી બ્લેક ટીના ફાયદાઓ જોઈ શકાય છે. આ વિષય પર થયેલ એક સંશોધનથી જાણકારી મળે છે કે બ્લેક ટી સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. આવી સ્થિતિમાં માની શકાય છે કે ટેનિંગની સમસ્યાથી રાહત મેળવવા માટે બ્લેક ટીનો ઉપયોગ કરવો ફાયદાકરક થઈ શકે છે.
6. ત્વચાના કાયાકલ્પમાં મદદરૂપ
બ્લેક ટીના ફાયદા ત્વચા માટે તે પણ છે કે તે ત્વચાની કાયાકલ્પ એટલે કે યુવાન બનાવી રાખવામાં મદદ કરી શકે છે. વાસ્તવમાં, બ્લેક ટીમાં આઇ – થીયાનીન નામનું સંયોજન રહેલ હોય છે. તેના પર થયેલ સંશોધન પરથી જાણકારી મળી છે કે આઇ થીયાનિનમાં કાયાકલ્પ એટલે તંદુરસ્ત કરતા ગુણ રહેલ હોય છે. તેના આધારે માની શકાય છે કે તે ત્વચાની કાયાકલ્પ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
ચહેરા અને ત્વચા પર બ્લેક ટીનો ઉપયોગ કેવી રીતે કરવો
ત્વચા પર બ્લેક ટીના ફાયદા મેળવવા માટે તેના ઉપયોગ વિશે જાણકારી હોવી જરૂરી છે. તેથી, અહી અમે ચહેરા માટે બ્લેક ટીના ઉપયોગ વિશે જણાવી રહ્યા છે, જે આ રીતે છે:
- ગુલાબ જળમાં ચાના પાનને મિક્સ કરી ટોનરની જેમ પણ ઉપયોગ કરી શકાય છે.
- બ્લેક ટીની કોથળીને ઠંડા પાણીમાં પલાળી તેને આખા ચેહરા પર લગાવી શકાય છે.
- આંખોના સોજા દૂર કરવા માટે બ્લેક ટી ની બેગને ફ્રીજમાં ઠંડી કરી આંખો પર લગાવી શકાય છે.
- ચાના પાનમાં મધ ઉમેરી તેને સ્ક્રબની જેમ પણ ઉપયોગ કરી શકાય છે.
- ત્વચાને સાફ કરવા માટે એક ચમચી મુલતાની માટી અને ગુલાબ જળની સાથે બ્લેક ટી ઉમેરીને ફેસપેક રૂપે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
- આ ઉપરાંત, પિસેલી બ્લેક ટીને ઓટ્સ, પાણી અને ગુલાબજળ સાથે ઉમેરીને પણ ફેસપેક રૂપે ઉપયોગ કરી શકાય છે.
બ્લેક ટીનો ઉપયોગ કરતા પેહલા રાખવામાં આવતી સાવચેતીઓ
તેમાં કોઈ સંચય નથી કે બ્લેક ટીના ફાયદા ત્વચા માટે ઘણા બધા છે. પરંતુ, તેનો ઉપયોગ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેની ચર્ચા અમે નીચે ક્રમશ: કરી રહ્યા છીએ.
- ત્વચા માટે બ્લેક ટીનો ઉપયોગ કરતા પેહલા એકવાર પૈચ ટેસ્ટ જરૂર કરી લો.
- બ્લેક ટી કરકરી હોય છે, આવી સ્થિતિમાં ફેસપેક રૂપે તેનો ઉપયોગ મધ, દહી અથવા કોઈપણ સામગ્રીની સાથે ઉમેરીને જ કરો.
- ફેસપેક રૂપે ત્વચા પર બ્લેક ટીનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે તે મોં, આંખ અને નાકમાં જાય નહીં.
- બ્લેક ટી ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં ફક્ત એક અથવા બે વાર જ કરો. તેનો જરૂરિયાતથી વધારે ઉપયોગ ત્વચાને નુકશાન પહોચાડી શકે છે.
- બ્લેક ટી ફેસપેક ને કાઢતી વખતે વધારે જોરથી ઘસવું નહિ, તેનાથી ત્વચા છોલાઈ શકે છે.
- બ્લેક ટી ફેસપેક લગાવવાથી કોઈપણ પ્રકારની એલર્જી, ખંજવાળ અથવા બળતરા થાય, તો તરત ડોકટરનો સંપર્ક કરો.
- ત્વચા પર બ્લેક ટી લગાવ્યા પછી મોઇશ્ચરાઇઝનો ઉપયોગ જરૂર કરો.
- બ્લેક ટીની ફેસપેક બનાવવા માટે હંમેશા ત્વચાને અનુરૂપ જ સામગ્રીઓનો ઉપયોગ કરો.
ચહેરા પર બ્લેક ટીની સાઈડ ઈફેક્ટ
ત્વચા માટે બ્લેક ટીના ફાયદા હોવાની સાથે તેના ઘણા નુકસાન પણ હોઈ શકે છે. પરંતુ, ત્વચા માટે બ્લેક ટીના નુકશાન પર ચોક્કસ શોધની ઉણપ છે. તેથી, અહી અમે બ્લેક ટીના ઘણા નુકશાન વિશે જણાવી રહ્યા છીએ, જે સામાન્ય માન્યતાઓ પર આધારિત છે:
- સંવેદનશીલ ત્વચા પર બ્લેક ટીના ઉપયોગથી ડંખ અથવા ખંજવાળની સમસ્યા થઈ શકે છે.
- જો કોઈ વ્યક્તિને બ્લેક ટીની એલર્જી છે, તો આવી સ્થિતિમાં ચહેરા પર તેનો ઉપયોગ એલર્જીનું કારણ બની શકે છે.
- સ્ક્રબ રૂપે બ્લેક ટીનો ઉપયોગ વધારે જોરથી કરવાથી ત્વચા છોલાઈ શકે છે અથવા તેના પર લાલ નિશાન થઈ શકે છે.
તો મિત્રો આ હતા બ્લેક ટીના ફાયદા ત્વચા માટે. આ લેખ વાંચ્યા પછી તમે ઇચ્છો તો તમારી સ્કિન કેર રૂટિનમાં બ્લેક ટીનો સમાવેશ કરી શકો છો. અહી અમે ચહેરા માટે બ્લેક ટીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે, તેની પણ જાણકારી આપી છે. તેમજ, તેના ઉપયોગના સમયે લેખમાં જણાવવામાં આવેલ સાવચેતીઓ પર પણ ચોક્કસ ધ્યાન આપવું. અમે આશા કરીએ છીએ કે ત્વચા માટે બ્લેક ટીના ફાયદા પર આધારિત અમારો આ લેખ તમને પસંદ આવ્યો હશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team