સીરીયલ, મૂવી કે શોર્ટ મૂવી આજના સમયમાં ‘વિડીયો’માં ક્યાંય પણ કોઈ હોટ-બોલ્ડ સીન આવે એ કોઈ મોટી વાત નથી!! પણ મોટાભાગના લોકો એ વિચારતા હોય છે કે અભિનેતા અને અભિનેત્રીને બોલ્ડ સીન કે પછી બેડ રોમાન્સ વખતે ઉતેજના આવતી હશે કે નહીં? અથવા બંને એકબીજાની અમોસન્સ કેવી રીતે કંટ્રોલ કરતા હશે? આ પ્રશ્નનો જવાબ જો જાણવા જ ઈચ્છતા હોય તો આ લેખને અત્યારે જ પાંચ મિનીટ કાઢીને વાંચી લો.

યસ, આપણે પહેલા મુદ્દા પર જવાબની ચર્ચા કરીએ, શું બોલ્ડ સીન કે બેડમાં રોમાન્સના સીન વખતે ઉતેજના આવતી હશે કે નહીં? અભિનેતા અને અભિનેત્રીને કોઇપણ હાલતમાં ભાવુક થવા દેવામાં આવતા નથી કારણ કે તેને એક નહીં પણ અનેક સીન કરવાના હોય છે, જેમાં તેને અલગ અલગ રીતે બતાવવામાં આવતા હોય છે. અહીં ખાસ યાદ રાખવા જેવું છે કે, અભિનય એક કળા છે એટલે તેને શૂટિંગ દરમિયાન ખુદની ભાવના પર કંટ્રોલ રાખવો પડતો હોય છે અને થોડી પ્રેક્ટીસ પછી એ લોકો અંદરની ઉતેજના અને લાગણીને જલ્દીથી કંટ્રોલ કરતા થઇ ગયા હોય છે.

કોઇપણ અભિનેતા અને અભિનેત્રી મનથી એક વસ્તુ સ્વીકારી ચુક્યા હોય છે, કે ગમે તે કેમેરામાં શૂટ કરવામાં આવે પણ આ એક પ્રકારની એક્ટિંગ જ છે અને વિશેષ કે તેને શરીરની ઉતેજના શરૂઆતમાં આવતી હોય છે પણ આ કામ કાયમીનું થઇ જતા તેને કોઈ ફેર પડતો નથી. આ એક એવી વાત છે કે, આપણે આપણા ખુદના કામમાં માસ્ટર હોય છીએ અને એ કામ કરવામાં આપણને પણ શરમ નથી અનુભવાતી.

શૂટિંગ દરમિયાન ઘણી વખત એક સીનને બરાબર શૂટ કરવા માટે એક થી વધારે વખત એક્ટ કરવું પડતું હોય છે. ત્યારે પણ અભિનેતા કે અભિનેત્રીને એવી કોઈ ખાસ ફીલિંગ્સની અનુભૂતિ થતી નથી. મોટાભાગના આર્ટીસ્ટ તેની કેમેરા લાઈફ અને પર્સનલ લાઈફને અલગ અલગ રીતે રાખીને ચાલતા હોય છે અને એ રીતે જ એ જીવવાનું પસંદ કરતા હોય છે.

આ ચર્ચાને થોડી રોચક કરતા આ લેખના બીજા પ્રશ્ન પર વાત કરીએ તો, અમોસન્સ એટલે કે મનની ભાવનાને કેવી રીતે કંટ્રોલ કરતા હશે? બધા લોકો જાણે છે કે, લાગણી અને ભાવના સૌથી વધુ છલકાઈ ક્યાં? તો કે જે વ્યક્તિ ‘આપણું’ હોય અને એ વ્યક્તિ પાસે આપણું કોઈ ‘મહત્વ’ હોય ત્યાં; પણ અભિનેતા કે અભિનેત્રીને કેમેરા ઓન હોય અને બોલ્ડ સીન કે પછી એક બેડમાં જ રોમાન્સ કે હોટ સીન આપવાના બને ત્યારે તેને એવું કાંઈ જ મહેસૂસ થતું હોતું નથી.

અભિનય કરનારને જિંદગીમાં કોઈપણ અભિનય કરાવવામાં આવે એ તૈયાર જ હોય છે. જેમાં ભાવના ઉદ્દ્ભાવવાનો સવાલ જ નથી બનતો. એ લોકો માઈન્ડ સેટ કરીને ચાલતા હોય છે કે, આજે આ કલાકાર સાથે બોલ્ડ સીન આપવાનો છે અને કાલે કોઈ બીજા સાથે અને નેક્સ્ટ અન્ય કોઈ સાથે. જો બધા સાથે ઉતેજના અને ભાવના પર કાબુ રાખીને ન ચાલીએ તો ઇન્ડ.માં કામ થઈ શકે જ નહીં.

આ બે’ય પ્રશ્નો પોર્નગ્રાફી સાથે જોડાયેલા કલાકારો સાથે વધુ જોડાયેલા છે, તેને તો પરફેક્ટ આ જ ‘વિષય’ ઉપર કામ કરવાનું હોય છે છતાં પણ તેને કોઈ ફેર પડતો નથી. અને શૂટ પૂરું થતા એ પણ તેના ફેમેલી કે હસબન્ડ સાથે રહેવા ઇચ્છતા હોય છે. તેને અભિનેતા સાથે કે અભિનેત્રી સાથે ભજવેલા બોલ્ડ એક્ટ સાથે કોઈ નિસ્બત નથી હોતો.
તમારી પાસે પણ કોઈ આથી વિશેષ ચર્ચા હોય અથવા કોઈ ખાસ માહિતી હોય તો કમેન્ટ બોક્સમાં શેયર કરવાનું ભૂલશો નહીં. જોડાયેલા રહો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel