જો તમે પણ કાર ચલાવી ને ઓફિસમાં જાવ છો તો પહેલા એ જાણી લો કે ગર્ભાવસ્થામાં આવું કરવું કેટલું સલામત છે.
આપણે બધા જાણીએ છીએ કે ગર્ભાવસ્થાના દિવસો કેટલા નાજુક અને મુશ્કેલ છે. આ નવ મહિના ખૂબ જ કાળજી લેવી પડે છે, પરંતુ ગર્ભાવસ્થામાં નોર્મલ જીવન ને રોકી શકાતું નથી. આ સમયે પણ, આપણે રોજિંદા કાર્યો સાથે સામાન્ય જીવન જીવવાનું હોય છે અને આપણે જે કામ પહેલાથી કરી ચૂક્યા છે તે કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
કેટલીક મહિલાઓ કાર થી ઓફિસ જાય છે અને તેઓ ગર્ભાવસ્થામાં તેઓ જાતે જ ઓફિસ જવા માંટે કાર ચલાવે છે. જો કે, સગર્ભાવસ્થામાં કાર ચલાવવા પહેલાં, સગર્ભા સ્ત્રીઓને જાણ હોવી જોઈએ કે સગર્ભાવસ્થામાં ડ્રાઇવિંગ કરવાથી શું જોખમ થઈ શકે છે અને શું આ સમયે સીટ બેલ્ટ બાંધવું યોગ્ય છે કે નહીં.
શું કાર ચલાવવી યોગ્ય છે?
ગર્ભાવસ્થાના પ્રારંભિક અને અંતિમ અઠવાડિયામાં મુસાફરીને ટાળવી જોઈએ. જો સગર્ભાવસ્થામાં ડૉક્ટર એ તમને આરામ માટે કહ્યું હોય તો તમારે કાર ન ચલાવી જોઈએ. પરંતુ જો એવી પરિસ્થિતિ આવી ગઈ છે જેમાં તમારે મુસાફરી કરવી પડે, તો થોડી સાવધાની રાખો. રસ્તામાં, જ્યાં તમને જરૂર હોય ત્યાં કાર રોકો અને આરામ કરો.
જો શક્ય હોય તો ગર્ભાવસ્થામાં જાતે વાહન ન ચલાવો. જો તમારો બેબી બમ્પ નીકળી ગયો હોય, તો આ સમયે કાર ચલાવશો નહીં.
કારમાં આરામદાયક કેવી રીતે રહેવું
લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી પગ અને પગની ઘૂંટીમાં સોજો આવે છે અને ખેંચાણ આવે છે. તેથી જો તમે કાર માં લાંબી મુસાફરી કરી રહ્યા છો, તો પછી મુસાફરી દરમિયાન થોડો થોડો સમય રોકવો. ગર્ભાવસ્થામાં વારંવાર પેશાબ થાય છે અને આ સમયે પેશાબ રોકવો કે બંધ કરવો પણ યોગ્ય નથી. જ્યારે પણ પેશાબ આવે, ત્યારે ગાડી રોકો અને બાથરૂમમાં જાઓ.
મુસાફરી દરમિયાન તમારી સાથે કેટલોક હેલ્થી નાસ્તો પણ રાખો. ઢીલા અને આરામદાયક કપડાં પહેરો. ઉંચી-એડી ના ચપ્પલ પહેરવાનું ટાળો.
શું સીટ બેલ્ટ પહેરી શકાય?
મુસાફરી દરમિયાન સીટ બેલ્ટ પહેરવાની સલાહ આપવામાં આવે છે અને જો તમે ગર્ભવતી હોવ તો પણ તમારે સીટ બેલ્ટ તો પહેરવાનુ રહેશે. જો કે, સીટ બેલ્ટ ઢીલો રાખો જેથી તે તમારા પેટ પર વધુ ફિટ ન રહે.
કાર ચલાવતા સમયે શું કરવું
જો તમારી ઓફિસ નજીક છે, તો તમે જાતે જ વાહન ચલાવી શકો છો, પરંતુ જો ઓફિસ દૂર હોય અથવા લાંબી મુસાફરી કરે, તો આ ટીપ્સની સહાય લઈ શકો છો:
- જ્યુસ અને પાણી જોડે જ રાખવું. કોઈ પણ સંજોગોમાં તમારે પાણીની કમી ન હોવી જોઈએ.
- લાંબી મુસાફરીમાં જાતે વાહન ચલાવવાનું ટાળો.
- તમારી સીટની પાછળ આરામદાયક ગાદી મૂકો.
- તમારી સાથે કારમાં તમારી બધી દવાઓ અને આવશ્યક ચીજો લઈ જાઓ. તમારી પાસે એન્ટી-મોશન સિકનેસ ની ગોળીઓ પણ રાખવી.
- લાંબી સફર પર જતા પહેલાં એક વાર તમારું ચેકઅપ કરાવો.
- તમે સગર્ભાવસ્થામાં જાતે કાર ચલાવીને ટૂંકી મુસાફરી પૂર્ણ કરી શકો છો. તે સગર્ભા સ્ત્રીઓ માટે સલામત છે, પરંતુ તમારે લાંબી મુસાફરી કરતા પહેલા થોડી તૈયારીઓ અને સાવચેતી રાખવી પડશે. જે તમારા અને તમારા બાળક માટે ફાયદાકારક રહેશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team