નાના બાળકથી લઈ મોટા સુધી બધા જ બોલીવુડની સ્ટાર એશ્વર્યાને તો ઓળખતા જ હશો. એશ ના ફક્ત ભારતમાં પરંતુ વિદેશોમાં પણ બધાની લોકપ્રિય સેલિબ્રિટી છે. સુંદર આંખો ધરાવતી આ હિરોઈન જેવી સુંદરતા મેળવવાની કોની ઈચ્છા ના હોઈ. અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેણે એક મોડેલ તરીકે કામ કર્યું હતું અને ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ અત્યંત લોકપ્રિયતા મેળવી હતી. હમણાં જ એક ઈન્ટરવ્યું માં તેણીએ એક બ્યુટી સિક્રેટ શેર કર્યું હતું.
ઐશ્વર્યાએ આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે ચહેરા પર ગ્લો મેળવવા માટે એક સરળ ટ્રિક અપનાવે છે. તે ખૂબ પાણી પીએ છે. પાણી પીવાને કારણે તેની સ્કિન ચમકે છે. આથી જો તમારે પણ એશ જેવી ચમકીલી સ્કિન જોઈતી હોય તો ખૂબ પાણી પીઓ જેથી તમારા શરીરના બધા જ ટોક્સિન્સ નીકળી જાય. આ ઉપરાંત પણ ઐશ્વર્યા સુંદર દેખાવા માટે એક ફેસપેક લગાવે છે.
એશ ઘરે બનાવેલું ઉબટન ચહેરા પર એપ્લાય કરે છે. એટલે કે તે ચણાનો લોટ, દૂધ અને હળદર મિક્સ કરીને બનાવેલુ ફેસબુક ચહેરા પર લગાવે છે. તે સ્કિન ડ્રાય ન થાય તે માટે દહીં પણ લગાવે છે.
તમે જે ખાવ તેની પણ અસર તમારી સ્કિન પર તરત જ દેખાય છે. એટલે ઐશ્વર્યા હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટ ખાવાનું પસંદ કરે છે. ઐશ્વર્યા સામાન્ય રીતે બાફેલુ ફૂડ ખાય છે અને તળેલુ ખાવાથી દૂર જ રહે છે. તે ત્રણ વાર પેટ ભરીને જમવાને બદલે અનેક વાર થોડુ થોડુ ખાવાનુ પસંદ કરે છે.
ઐશ્વર્યાને જિમ પસંદ નથી આથી તે બીજી બોલિવુડ અભિનેત્રીઓની જેમ જિમમાં નથી જોવા મળતી. તે ફિટનેસ જાળવા માટે વૉક પર જાય છે ને પાવર યોગ કરે છે. હેલ્ધી ફૂડ અને થોડી કસરત, સુંદર દેખાવા માટે બીજુ શું જોઈએ?
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team