ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો ઘણા નુસખા અજમાવતા હોય છે. એવામાં ઘણી વખત આડઅસર પણ સહન કરવી પડે છે. અમુક વખત જીદ્દી ખીલ-ફોલ્લી, ચહેરાની સુંદરતા બગાડી નાખે છે. પણ તમે ચિંતા ન કરો ખીલ-ફોલ્લીથી પરેશાન હોય તો આજનો લેખ તમને મદદ કરી શકે છે.

ચહેરાની સુંદરતાથી આત્મવિશ્વાસ આવે છે અને જો સુંદરતામાં કમી આવે તો અમુક જગ્યાએ મનમાં સંકોચ ઉદ્દભવે છે અને ખૂબસૂરત લોકોની સામે વાત કરવામાં પણ વિશ્વાસ ઓછો આવે છે. ચહેરા પર થતા અમુક ખીલ એટલા સખત પીડાદાયક હોય છે કે, ચહેરા પર ગુમડાના રૂપમાં થાય છે. એ સિવાય આંખની નીચે પડતા ડાર્ક સર્કલ અને ખીલના ડાઘથી ચહેરાની ચમક અને સુંદરતા ઓછી થઇ જાય છે.
આજના લેખમાં અમુક ઇઝી ટીપ્સ જણાવી છે જેનાથી ઘરબેઠા જ ચહેરાની સુંદરતામાં વધારો કરી શકાય છે અને ચહેરા પરના ડાઘને દૂર કરી શકાય છે.

- ખીલ-ફોલ્લી થવાની કારણ શું?
ચહેરાની ત્વચાના રોમછિદ્ર બંધ થઇ જાય અને તેમાં ભરાયેલા કચરાથી ખીલ થવાની તકલીફ ઉદ્દભવે છે. ત્વચાની ગ્રંથીઓમાંથી સીબેસિયસ ગ્લેન્ડ્સનો સ્ત્રાવ થતો હોય છે, જે ત્વચાને તાજગી આપે છે. રોમછીદ્રો દ્વારા એ સ્ત્રાવ થતો હોય છે પણ જયારે આ સ્ત્રાવ ત્વચામાંથી નીકળી અટકી જાય ત્યારે એ ત્વચાના નીચેના ભાગમાં જમા થતો જાય છે. છેલ્લે એ કઠણ પદાર્થ જેવું બનીને ખીલનું રૂપ લઇ લે છે, જેને અંગ્રેજીમાં ‘એક્ને વલ્ગેરીસ’ કહેવાય છે.
- ચહેરાની સુંદરતા માટે આ વસ્તુઓનો પ્રયોગ કરી શકાય છે…
(૧) લીંબુ

લીંબુ જેવા ખાટા ફળમાં સાઈટરીક એસીડ ભરપૂર માત્રામાં હોય છે. લીંબુની ફાડ ચહેરા પર ઘસવાથી ચહેરા પર ખીલ-ફોલ્લીની સમસ્યા ઓછી થઇ શકે છે અને સાથે ચહેરા પરના દાગને દૂર કરી શકાય છે. ચહેરાને ગ્લો મળે છે અને સાથે સુંદરતા જળવાય રહે છે.
(૨) એલોવેરા

ચહેરાના દાગને દૂર કરવા માટે અસરકારક ઉપાયમાં એલોવેરા જેલ છે. આ જેલને ચહેરા પર લગાડવાથી ચહેરા પરના મુશ્કેલ દાગને પણ દૂર કરી શકાય છે.
(૩) વિટામીન ઈ

ચહેરાને ચમકાવવા માટે વિટામીન ઈ ની કેપ્સ્યુલ સારી રહે છે. વિટામીન ઈ ની કેપ્સ્યુલને તોડીને ચહેરા પર લગાડવાથી દાગ ધીમે ધીમે ઓછા થઇ શકે છે. સારી રીતે આ કેપ્સ્યુલ સુકાઈ જાય ત્યાર બાદ ચહેરાને હલકા ગરમ પાણીથી સાફ કરી નાખો.
(૪) બેકિંગ સોડા

વારેવારે એક જગ્યાની આસપાસ ખીલ થવાની તકલીફ હોય તો બેકિંગ સોડાનો ઉપયોગ કરવો જોઈએ. બેકિંગ સોડામાં પાણી ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ખીલ થતા હોય એ ભાગ પર લગાડો. સારી રીતે સુકાઈ જાય ત્યાર બાદ પાણીથી સાફ કરી નાખો.
(૫) તુલસીના પાન

તુલસીના પાનનો પાઉડર લો, એક ચમચી લીમડાના પાનનો પાઉડર, એક ચમચી હળદર પાઉડર, મુલતાની માટી અને તેમાં થોડું પાણી ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાડો. આ પેસ્ટ અઠવાડિયાના બે વખત લગાડવાથી ચહેરાની ત્વચા સાફ રહેશે અને ચહેરાની ચમકમાં વધારો થશે.
બ્યુટી ટીપ્સ જાણવા માટે “ફક્ત ગુજરાતી” ને ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અને અમને વિશ્વાસ છે કે અહીં પોસ્ટ કરવામાં આવતી માહિતી તમને ખુબ પસંદ પડશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે
#Author : Ravi Gohel