આ મેંગો લીક્વીડ ઘરે સાવ સરળ રીતે બનાવી શકાય. સ્વાદથી ભરપૂર લીક્વીડ – “મેંગો કસ્ટર્ડ”. આઈસ્ક્રીમ જેવો સ્વાદ ગરમીની ઋતુમાં કંઈક અંશે ઠંડક આપશે. આ ઋતુમાં ફાયદાકારી અને લાભદાયક થાય એવું લઈને આવ્યા છીએ.
આ ઋતુમાં દરેકને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરવુ પસંદ પડે છે. બાળકોને તો આઈસ્ક્રીમ ખાવુ ગમે છે. એ યાદીમાંથી કાંઈ વડીલો પણ બાકાત નથી!!.
તો તમે ધરે જ એકદમ આસાનીથી ફ્રૂટ નાખીને મેંગો કસ્ટર્ડ બનાવી શકો છો. ચાલો, ફરો આજે તમને કંઈક નવું બનાવતા શીખવાડીએ. મેંગો કસ્ટર્ડ બનાવવાની તદ્દન નવી જ રીત…
સામગ્રી –
– વેનિલા કસ્ટર્ડ પાવડર – 30 ગ્રામ
– દૂધ – એક લિટર
– કેરી – 800 ગ્રામ
– ખાંડ – 215 ગ્રામ
– દાડમ – 155 ગ્રામ
– દ્રાક્ષ – 200 ગ્રામ
સજાવટ માટે….
બદામ-પિસ્તા- કાજુ જરૂરીયાત મુજબ કાતરીને નાખવા
તો આ રીતે તૈયાર થાય છે એક અદ્દભુત ટેસ્ટ અને જીભ લપાલપ કરે એવી મીઠાશ…
૧. એક વાડકીમાં 30 ગ્રામ વેનિલા કસ્ટર્ડ પાવડર અને 100 ગ્રામ દૂધ લઈને સારી રીતે મિક્સ કરો.
૨. ત્યારબાદ મોટા બાઉલમાં 1 લીટર દૂધ ગરમ કરો અને તેમાં તૈયાર કસ્ટર્ડ મિશ્રણ નાખીને ઉકાળો.
૩. જ્યાં સુધી કે દૂધ અડધુ થઈ જાય ત્યાં સુધી ઉકાળીને હલાવતા રહો.
૪. હવે આ મિશ્રણને એક તપેલીમાં નાખો અને ઠંડુ થવા દો.
૫. ત્યારબાદ બ્લેંડરમાં 800 ગ્રામ કેરી અને 215 ગ્રામ ખાંડ નાખીને સારી રીતે મિશ્રણ બનાવી લો. એ લીક્વીડને ઘટ્ટ રાખો.
૬. હવે કેરીનાં પીસ કરીને કસ્ટર્ડવાળા મિશ્રણમાં નાખીને સારી રીતે હલાવો.
૭. તેમાં 100 ગ્રામ દાડમનાં દાણા 200 ગ્રામ દ્રાક્ષનાં નાના પીસ અને 200 ગ્રામ કેરીના ટુકડા નાખીને મિક્સ કરો.
૮. એક કલાક માટે ઠંડુ કરવા મુકી દો
૯. તેને બદામ કાજુ અને પિસ્તાથી સજાવો
એક વાર જરૂરથી બનાવીને ઘરનાં લોકોને વાહ…વાહ કહેવાનો મોકો આપો. બાળકો અને ગરમીની ૠતુમાં આવતા મહેમાનને પણ મજા પડી જશે. અને જે બનાવે એ તો મજા સૌથી વધારે માણે છે…
ક્યારેક સારી આઈટેમ બનાવીએ તો ઘરમાં એવોર્ડ કૂકિંગ માસ્ટરનો મળી જાય. એમ મેંગો લીક્વીડ બનાવી કિચન કિંગ કહેવાસો..
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Pari Patel
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.