ઉનાળામાં તીવ્ર ગરમી, પરસેવો અને પ્રદૂષણના કારણે ત્વચા ઉપર ગંદકી જામી જાય છે. આવી સ્થિતિમાં ત્વચા નિસ્તેજ અને શુષ્ક બની જાય છે. ત્યારે તમે ત્વચાને સ્વસ્થ રાખવા માટે ઘરે બનાવેલા સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.
ત્વચાને સ્વસ્થ અને મુલાયમ રાખવા માટે અર્કસ્ફોલીએશન ની જરૂર છે. ઉનાળાની ઋતુમાં આપણી ત્વચા વધુ પડતો પરસેવો, ગંદકી, મૃત ત્વચાના કોષો અને પ્રદૂષકો ને કારણે નિસ્તેજ, શુષ્ક, ખંજવાળ અને નિર્જીવ બની જાય છે. આવી સ્થિતિમાં તમે બોડી સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. તે તમારી ત્વચાને સ્વચ્છ રાખે છે. સ્વચ્છ અને ચમકતી ત્વચા માટે તેને ઘરે બનાવેલા સ્ક્રબ નો ઉપયોગ પણ કરી શકો છો. તેને તમે ઘરે હાજર સામગ્રીઓનો ઉપયોગ કરી સરળતાથી બનાવી શકો છો. તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં ત્વચાની સારસંભાળ માટે તમે કઈ રીતના હોમમેડ બોડી સ્ક્રબ બનાવી શકો છો તે જાણો…
•લાલ મસૂર અને કાચા દૂધથી બનેલું બોડી સ્ક્રબ – લાલ મસૂરમાંથી બોડી સ્ક્રબ બનાવવા માટે એક કપ લાલ મસૂર પીસીને તેનો પાવડર બનાવી લો. તેમાં થોડું કાચું દૂધ ભેળવો. તેને એક સાથે યોગ્ય રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને ત્વચા પર લગાવો અને થોડા સમય માટે મસાજ કરો. તેરી 10થી 15 મિનિટ સુધી તેમજ રહેવા દો. ત્યારબાદ ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તે ત્વચાને ચમકીલી અને સ્વસ્થ બનાવી રાખવા માટે મદદ કરે છે. તમે અઠવાડિયામાં બે વખત ઉપયોગ કરી શકો છો.
•લાલ મસૂર અને દહીંથી બનેલું બોડી સ્ક્રબ – તેના માટે એક કપ લાલ મસૂરની દાળને પીસી ને તેનો પાવડર બનાવી લો. તેમાં સાદું દહી ઉમેરો. તેનાથી ત્વચા પર થોડા સમય માટે મસાજ કરો. તેને પાંચથી દસ મિનિટ સુધી લગાવેલૂ રહેવા દો અને ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.
•કોફી અને જૈતૂનના તેલથી બનાવેલું સ્ક્રબ – તેના માટે અડધો કપ કોફી પાવડર લો. તેમાં જરૂરિયાત મુજબ જૈતુનનું તેલ ઉમેરો. તેને ત્વચા પર લગાવો. હળવા હાથે બોડી મસાજ કરો. તેને પાંચથી દસ મિનિટ સુધી તેમ જ લગાવેલું રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. તમે તેનો અઠવાડિયામાં એક થી બે વાર ઉપયોગ કરી શકો છો.
•કોફી અને નારિયેળના દૂધ માંથી બનેલું સ્ક્રબ – તે માટે અડધો કપ કોફી પાવડર લો. તેમાં નારિયેળનું દૂધ ઉમેરો. તેને યોગ્ય રીતે ભેળવો. તેને ત્વચા પર લગાવી થોડા સમય માટે ત્વચા પર મસાજ કરો. 10 થી 15 સુધી તેમજ લગાવેલું રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. તેનો તમે અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team