શ્રીદેવીનું ૫૪ વર્ષની ઉંમરે બાથટબમાં ડૂબી જવાથી મોત થયું હતું. બોલીવૂડની ખુબ જ ટેલેન્ટેડ અને ખુબસુરતીનો તાજ લઈને જન્મેલ એવી અભિનેત્રી શ્રીદેવીએ તેની દીકરી જાન્હવી કપૂરને અમુક બ્યુટી ટીપ્સ જણાવી હતી. જયારે શ્રીદેવીનું મોત થયું એ પહેલા જાન્હવીને-શ્રીદેવીએ અમુક બ્યુટી ટીપ્સના રાજ જણાવ્યા હતા જેને જાન્હવી આજે પણ ફોલો કરે છે.
ફિલ્મ ઇન્ડ.માં ખૂબસૂરત અભિનેત્રીનું નામ પૂછવામાં આવે ત્યારે શ્રીદેવીનું નામ પ્રથમ આવે. એવી ચહેરા પર ગ્લો દેખાય તેવી અભિનેત્રી શ્રીદેવીનું મૃત્યુ થઇ ગયું પણ તે પર્સનલ ફોલો કરતી એવી તમામ બ્યુટી ટીપ્સ તેની દીકરી જાન્હવી કપૂરને જણાવતી ગઈ હતી.
ચાલો, આપણે પણ જાણીએ એવી કઈ બ્યુટી ટીપ્સ છે જેને શ્રીદેવી ફોલો કરતી હતી. શ્રીદેવીની ખૂબસૂરતી પાછળનું કારણ કયું છે? જે ચહેરાને હંમેશા ગ્લોમાં રાખે છે અને વાળને ચમકતા રાખે છે? તો વાંચો નીચેનો પેરેગ્રાફ…,
- શ્રીદેવીએ જાન્હવીને જણાવતી હતી કે, વાળમાં ઇંડા, બીયર અને મેથીનું મિશ્રણ લગાવવાથી વાળ ચમકદાર બને છે.
- શ્રીદેવી દર ત્રણ દિવસે પોતાના વાળમાં મસાજ કરતી હતી. તે ઘરમાં સૂકાયેલ ફૂલ અને આંબળામાંથી તેલ બનાવતી હતી. જે માલીશમાં યુઝ કરતી હતી.
- બ્રેકફાસ્ટમાં જે પણ ફ્રુટ વધ્ય હોય તેનો ઉપયોગ ચહેરાને ચમકાવવા માટે કરતી હતી.
આ ત્રણ ટીપ્સ શ્રી દેવીએ પર્સનલી તેની દીકરી જાન્હવી કપૂરને શિખવાડેલ હતી સાથે ચહેરા અને વાળની માવજત કેવી રીતે કરવી એ સિક્રેટ ટીપ્સ તેને શિખવાડેલ હતી. એટલે તો એકદમ બ્યુટીફૂલ દેખાતી અભિનેત્રી ઘરગથ્થું વસ્તુ વાપરીને એકદમ પરી જેવી લગતી.
મિડલ સમયના ફિલ્મોમાં શ્રીદેવીએ લગભગ અભિનેતાઓ સાથે કામ કરેલું છે. કારણ કે એ સમય શ્રીદેવીનો લકી પીરીયડ હતો જેમાં તે એક-એક દિવસે સફળતાન્બા શિખરો ચડતી જતી હતી. અને બોની કપૂર સાથે તેના લગ્ન થયા ત્યારે તેની લાઈફ થોડી સ્લો પડી હોય એવું બન્યું. મેરેજ પછી ઇન્ડ. માંથી કામ ઓછું મળતું જેના પરિણામે તે ચિંતિત પણ રહેતી. અલબત એ બધું તો ઠીક એ અલગ વિષય છે. પણ તમે શ્રીદેવીની બ્યુટી ટીપ્સ જાણી ગયા હશો.
તમને કદાચ અહીં જે જાણકારી જણાવી તેના વિશે ખ્યાલ નહીં હોય. પરંતુ અમે અહીં જે વાત જણાવી છે એ દરેક મહિલાને કામ આવે એવી માહિતી છે કારણ કે અમે અહીં શ્રી દેવીના બ્યુટી સિક્રેટ જણાવ્યા છે, જે શ્રી દેવીનું મૃત્યુ થયું એ પહેલા જાન્હવીને કહેતી ગઈ હતી. તેથી તો આજની તારીખમાં જાન્હવી પણ તેની માં એ આપેલ બ્યુટી ટીપ્સને ફોલો કરે છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel