કલાકો ની કસરત અને ડાયટિંગ કર્યા પછી પણ જો તમારા પેટ ની થૂલથૂલી ચરબી ઓછી નથી થઈ રહી તો નિરાશ થવાની જરૂર નથી. તમારા મોટાપા ના કારણે તમે લોકો ની સામે શરમ અનુભવો છો. તો આ સરળ ઘરેલુ નુસખા અપનાવી ને તમારું શરીર હળવું ફૂલ કરી શકો છો.
1.સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી માં લીંબુ નિચોવી ને પીવું. તેમાં મધ ભેળવી ને પીવાથી વધુ ફાયદો થાય છે. તેના થી મેટાબોલીસમ મજબૂત બને છે. અને ફૅટ્સ જલ્દી બર્ન થાય છે.
2.આદું ને બે ટુકડા માં કાપો અને એક કપ ગરમ પાણી માં ઉકાળો. 10 મિનિટ ઉકળ્યાં પછી તેમાંથી આદું કાઢી નાખો અને તેને ચા ની જેમ પીવો.
3.લસણ માં મોટાપો ને ઓછા કરવાના તત્વો હોય છે. એક કપ પાણી માં લીંબુ નિચવો. હવે લસણ ની 3 કળી ને આ પાણી માં નાખો. રોજ સવારે ખાલી પેટ તેનું સેવન ફાયદાકારક છે.
4.બદામ માં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ ચરબી ઓછી કરવામાં મદદગાર હોય છે. રોજ રાતે 6-8 બદામ પાણી માં પલાળો અને સવારે તેના છોતરાં કાઢી ને ખાઈ જાઓ.
5.જમતા ના અડધા કલાક પહેલા એક ચમચી એપલ વિનેગર ને એક ગ્લાસ પાણી માં નાખો અને પીવો.
6.પુદીના ના પત્તા અને કોથમીર એક સાથે વાટી લો. તેમાં લીંબુ અને મીઠું ભેળવી ને ચટણી બનાવો. અને રોજ તેને ભોજન સાથે લો. પુદીના ના સેવન થી મેટાબોલિક રેટ વધે છે. જેનાથી ફૅટ્સ બર્ન થાય છે.
7.એલોવેરા નું સેવન મેટાબોલિસમ સારું રાખે છે. અને ફૅટ્સ સ્ટોર નથી થવા દેતો. બે ચમચી એલોવેરા ના જ્યુસ માં એક ચમચી જીરા નો પાવડર ઉમેરો. અને તેને અડધા ગ્લાસ પાણી માં મિક્સ કરો. ખાલી પેટ તેનું સેવન કરો. અને 60 મિનિટ પછી જ કઈ ખાવું. આ ઉપાયો ની સાથે નિયમિત કસરત પણ કરતાં રહેવું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team