કિડનીમાં પથરી ને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે એક માનવામાં આવી છે. અને તેને નેફ્રોલીથીઆરીશ પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારની ક્રિસ્ટલિય મિનરલ પદાર્થ હોય છે. જે કિડની, મૂત્રમાર્ગ, પિત્તાશય, પ્રોસ્ટેટ, સ્વાદુપિંડ અને પાચનતંત્ર રસ્તામાંથી ક્યાંકને ક્યાંક નીકળે છે પથરીનો આકાર નાનાથી લઈને બોલ જેટલો મોટો હોઈ શકે છે.
પથરી ક્યારેક ક્યારેક પ્રભાવિત ક્ષેત્ર ની આસપાસ ખૂબ જ દુખાવો ઉત્પન્ન કરી શકે છે, અને મૂત્રમાર્ગમાં પણ બધા ઉત્પન્ન કરી શકે છે અને અમુક પ્રાકૃતિક ઉપચારથી પથરીને આસાનીથી દૂર કરી શકાય છે. અને તેમાં લીંબુ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે, માનવામાં આવે છે કે લીંબુના ઉપયોગથી પથરી નો ઈલાજ સંભવ થઈ શકે છે.
આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું લીંબુની મદદથી પથરી નો ઈલાજ સંભવ છે કે નહીં
લીંબુ થી પથરી નો ઈલાજ થઈ શકે છે?
પથરી ખૂબ જ કઠણ હોય છે અને તે એક અથવા બે કિડની માં બની શકે છે, જ્યારે યુરિનમાં વધુ થઈ જાય છે ત્યારે પથરીનું નિર્માણ થાય છે. પથરી શરીરના ઘણા બધા ભાગમાં હોઈ શકે છે જેમ કે પિત્તના રસ્તામાં અથવા તો પુરુષોમાં પ્રોસ્ટેટ ની પથરીની સમસ્યા હોવી ખૂબ જ સામાન્ય બાબત છે. ત્યાં જ પેટમાં પણ પથરીની સમસ્યા થઈ શકે છે પથરી ચીકણી અથવા દાનેદાર હોઈ શકે છે અને ખાસ કરીને પીળા અથવા ભૂરા રંગની હોય છે.
કોરિયન જનરલ ઓફ યુરોલોજી ના એક અધ્યયનમાં માહિતી મળી હતી કે સાઈટ્રિક એસિડ એટલે કે ખાટા ફળો ના પ્રમુખ તત્વો પથરીના નિર્માણ ને રોકી શકે છે, અને એક શોધથી જાણકારી મળી હતી કે લીંબુનો ઉપયોગ કેલ્શિયમ ઓકસિલેટ ના ક્રિસ્ટલના નિર્માણ ને રોકી શકે છે. આ ક્રિસ્ટલ સ્ટોનના રૂપે પણ જાણવામાં આવે છે, તેથી જ પથરી થવાથી તેને રોકવા માટે આહારમાં ખાટા ફળો અને સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.
તે સિવાય વિટામિન સી પણ પથરીની સમસ્યાઓને વધતી રોકી શકે છે. અને લીંબુને વિટામીન-સીનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે પથરીથી ની જાત અપાવવા માટે લીંબુનો રસ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આમ લીંબુ માં પથરી બનાવાની પ્રક્રિયા રોકવાના ગુણ જોવા મળ્યા છે.
પથરી માટે લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો?
લીંબુ પાણીમાં જરૂરી સાઇટ્રિક એસિડ વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે, જે પથરીને બનતા રોકવા માટે તથા સમગ્ર સ્વાસ્થ્યને ખૂબ જ બહેતર બનાવવામાં મદદ કરે છે. આવો જાણીએ પથરીના ઇલાજમાં લીંબુના રસનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.
લીંબુનો રસ- તેને ઉપયોગ કરવાની રીત નીચે પ્રમાણે જણાવવામાં આવી છે
- અમુક તાજા લીંબુ અને તેનો રસ બહાર કાઢો.
- હવે બે લીટર પાણીમાં તેરસને નાખો અને યોગ્ય રીતે મિક્સ કરો.
- પથરી અને દુખાવાથી જોડાયેલ લક્ષણોથી રાહત મેળવવા માટે તેનું સેવન કરો.
- તેને દિવસમા એક અથવા બે વખત સવારે અને સાંજે તેનું સેવન કરો.
- લીંબુપાણી લીંબુનો રસ અથવા માત્ર લીંબુની અમુક સ્લાઇસ ની સાથે પણ તમે પાણી પી શકો છો.
- લીંબુનો રસ,ઘઉંનું ઘાસ અને તુલસી
- એક ગ્લાસ ઘઉંના ઘાસ નો જ્યુસ લો અને તેમાં એક એક ચમચી લીંબુનો રસ અને તુલસીનો રસ ઉમેરો.
- હવે તેને સારી રીતે મિક્સ કરો અને તેને પીવાથી કિડની ની પથરી દૂર થઈ શકે છે.
- આ મીશ્રણનું નિયમિત રૂપે દિવસમાં લગભગ બેથી ત્રણ વખત સેવન કરવાથી પથરીમાં રાહત મળે છે.
- લીંબુનો રસ અને સફરજન સિરકા
- એક એક ચમચી સફરજન નો સિરકો અને લીંબુનો રસ લો.
- હવે તેને યોગ્ય રીતે મિક્સ કરો અને તેનું સેવન પથરીમાંથી રાહત મેળવવા માટે કરો.
- તમે તેનું સેવન દિવસમાં ગમે તેટલી વખત કરી શકો છો.
સફરજનના સરકામાં જોવા મળતા એસિટીક એસિડ દ્વારા પથરીને નરમ કરી શકાય છે તથા પથરીને નષ્ટ કરવા માટે તેને પ્રભાવી માનવામાં આવ્યું છે. તેની મદદથી પથરીના આકારની નાનો કરી શકાય છે જેથી તે યુરીનના માધ્યમ થી બહાર નીકળી શકે.
લીંબુનો રસ અને જૈતૂનનું તેલ
- ¼ કપ લીંબુનો રસ અને જૈતુનનું તેલ લો. આ બંનેને યોગ્ય રીતે મિક્સ કરો.
- તેનું સેવન કર્યા બાદ ઘણું બધું પાણી પીવો.
આ પ્રક્રિયાને દિવસમાં બેથી ત્રણ વખત ત્રણ દિવસ સુધી ચાલુ રાખો અથવા તો જ્યાં સુધી પથરી સાફ નથી થઈ જતી.
જૈતુનનું તેલ સ્વસ્થ ખાદ્ય પદાર્થોમાંથી એક છે જેને આહારમાં તમે સામેલ કરી શકો છો આ ઘરેલુ ઉપચાર પથરીને ઓગાળવામાં મદદ કરી શકે છે.
સારાંશ
પથરી જો હલકી હોય તો લીંબુનો રસ અને બીજા ઉપાય ખૂબ જ જલ્દી પરિણામ બતાવે છે. લીંબુના રસમાં સાઈટ્રિક એસિડ જોવા મળે છે જે યુરિનની એસિડિટીને વધારીને કિડની સ્ટોનને રોકવાનું કામ કરે છે. આ જ કારણ છે કે વધુ એસિડ પીએચ કેલ્શિયમ ને જમા થવા પર વધુ પથરી બનાવવાથી રોકે છે. જો કોઈ વ્યક્તિમાં પથરીના ગંભીર લક્ષણો જોવા મળે છે તો જરૂરી છે કે પહેલા ડોક્ટર પાસેથી સલાહ લેવામાં આવે અને ડોક્ટરના કહ્યા અનુસાર જ ઉપચાર કરવામાં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team