શું તમે પણ તમાકુ, ગુટખા ને છોડી નથી શકતા?? ચાલો જાણીએ તેને છોડવાની રીત..

તમાકુ-ગુટખા એક એવું જહેર છે જે સેવન કરવા વાળા વ્યક્તિ ને ધીરે ધીરે મારે છે. લોકો તમાકુ ગુટખા નું સેવન શોખ માં કરે છે. પણ પછી તે શોખ લત માં બદલાઈ જાય છે. તમે ઈચ્છો તો પણ તમારા થી તે લત છૂટી નથી શકતી. તમાકુ ગુટખા નું સેવન અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમ કે બીડી, સિગારેટ, ગુટખા,જરદા, ખેની,હુક્કા, ચિલમ. તમાકુ જેવા જહેર થી દૂર રહેવા માટે તમારે કેટલાક ઉપાયો બતાવ્યા છે. આ નુસખા ની મદદ થી તમે તમાકુ ગુટખા ની લત ને દૂર કરી શકો છો. આ લેખ માં અમે તમને તમાકુ છોડવાના ઘરેલુ નુસખા બતાવાના છે.

Image Source

તો ચાલો જાણીએ તમાકુ ગુટખા છોડવાના ઘરેલુ નુસખા..

ગુટખા તમાકુ છોડવા માટે એક સમય નક્કી કરો.

જો તમે ટાંકું ગુટકા છોડવા માંગો છો તો તેની માટે એક સમય નક્કી કરો. અને તમારા નિર્ણય પર અડી રહો. સમય નક્કી કર્યા વગર તમાકુ ગુટકા છોડવાનો નિર્ણય ન લેશો. કારણકે કોઈ પણ પ્લાનિંગ વગર તમે જૂની આદત માં પાછા નહીં જઈ શકો. તો છોડવાનો એક સમય નક્કી કરો. પણ પોતાના પ્લાન માં ક્યારેય પણ સખ્તી ન રાખવી. પણ એ વાત નો પોતાને વિશ્વાસ આપવો કે તમે કેટલા આ લત ના આદિ હોવ પણ તમે તે છોડી જ શકશો.

પ્લાન તૈયાર કરો. તેની બદલે શું કરવાનું છે તે પણ વિચારી લો. જો તમે લાંબા સમય થી તમાકુ નું સેવન કરો છો તો ધીરે ધીરે લત ને છોડવા માટે ટાઇમ આપો. તમાકુ ગુટખા છોડવા માટે પોતાના ને એક મહિના જેટલો સમય આપો.

ગુટખા તમાકુ છોડવાનું કારણ જાણો.

ગુટખા તમાકુ ખાવા થી મોઢાનું કેન્સર,પેટ નું કેન્સર,ગળા નું કેન્સર,અને ખાવાની નળી નું કેન્સર થઈ સહકે છે. તેના થી તમને હર્દય ને લગતી બીમારીઓ પણ થઈ શકે છે. જેમ કે, હાર્ટઅટેક.

તમાકુ ગુટખા ખાવાથી દાંત પીળા થાય છે, તમાકુ ખાવાથી દાંત ધીયલ થઈ જાય છે અને જલ્દી પડી જાય છે. અને મોઢા ને લગતી બીમારીઑ થવા લાગે છે.

તમાકુ ખરીદવા થી અને ખાવાથી તમારો કિંમતી સમય પણ વેડફાય છે. તમાકુ ગુટખા ખરીદવાની જગ્યા એ તમે ચ્યુનગમ ખાઈ શકો છો. તમારા મિત્રો સાથે ન રહો જે તમાકુ ગુટખા ખાતા હોય.

તમાકુ ગુટખા ખાવાથી તમારા સંબંધ માં ખટાશ પેદા થાય છે. એટલે જ તમારા સંબંધી તમને તમાકુ ગુટખા છોડવાનું કહેતા હોય છે. જો તમે તમારા પરિવાર નું વિચારશો તો જલ્દી જ તમે તમાકુ ગુટખા છોડી શકશો. જીવનસાથી સિવાય તમારે તમારા બાળકો માટે પણ વિચારવું જોઈએ. અને તે માંતા પિતા વિશે પણ જેમણે તમને જન્મ આપ્યો હશે. તમારી પર આ બધા ની જવાબદારી છે.

તમાકુ ગુટખા છોડવા માટે તમારી ઈચ્છા ને નિયંત્રિત કરવું.

Image Source

કેટલીક કેટલીક જગ્યા પર કામ કરતાં તમાકુ ગુટખા ખાવાની ઈચ્છા થઈ જાય છે. તો આ ઈચ્છા ને ઓળખો અને તેને તેનાથી છુટકારો મેળવવાની કોશિશ કરો. અલગ અલગ લોકો ને કેટલીય રીતે ગુટખા ખાવાનું મન થાય છે. જેમ કે અડધી રાતે ઉઠી ને સવારે વહેલા ઉઠી ને, ખાવાનું ખાધા પછી અથવા ખાવાનું ખાધ પહેલા, વાહન ચલાવતા સમયે, તણાવ માં, ગુસ્સા માં,કંટાળો આવવા પર,બીજા કોઈ ને ધૂમ્રપાન કરતાં જોઈ ને,કોફી કે દારૂ પિતા સમયે,સેક્સ પછી,ટીવી જોતાં સમયે વગેરે.

જો તમે આખા દિવસ માં ઘણી બધી વખત તમાકુ ખાતા હોવ તો તેને લેવાની માત્રા ધીરે ધીરે ઓછી કરી દો. તમારા જે મિત્ર તમાકુ ગુટખા ખાતા હોય તેમની સાથે ન રહો અથવા તો ખાવાની ના પાડી દો. એ જગ્યા પર ન જાવ જ્યાં થી તમાકુ ખરીદતા હોવ. એ એવી જગ્યા છે જ્યાં બધી જ વસ્તુ મળતી હોય છે. આ રીતે તમે પોતાની ઈચ્છા પર નિયંત્રણ કરી શકો છો.

જો તમને ફરી થી તમાકુ ખાવાની ઈચ્છા થાય તો, પોતાના મિત્ર કે પરિવાર વાળા જોડે થી સલાહ લો. ધીરે ધીરે તમાકુ ગુટખા ની માત્રા ને ઓછી કરતાં કરતાં સુનિશ્ચિત સમય પર તે છોડી દેવું.

તમાકુ ગુટખા છોડી દીધા પછી શું કરવું.

તમાકુ તમારા જીવન ની એક આદત બની જાય છે જેને છોડવું આસન નથી હોતું. તમાકુ ખાવાની ઈચ્છા ને નિયંત્રિત કરતાં સમય લાગે છે. જ્યારે તમારા દ્વારા નિર્ધારિત તમાકુ છોડવાનો દિવસ આવે, ત્યારે તમને પ્રશ્ન પૂછો,અને જાતે જ જવાબ આપો. અમે અહી એ સૂચિ એની માટે બનાવી છે. કે તેના દ્વારા ખ્યાલ આવશે કે તમે તમાકુ છોડવામાં કેટલા સક્ષમ છો.

  • શું તમે થોડું પણ તમાકુ નું સેવન કરો છો?
  • શું તમે તમારી તમાકુ ખાવાની ઈચ્છા ને નિયંત્રિત કરી શક્યા છો?
  • શું તમે તમાકુ ને છોડવા માટે કોઈ વૈકલ્પિક વસ્તુ નો ઉપયોગ કરો છો?
  • શું તમે પર્યાપ્ત માત્રા માં પાણી અને જ્યુસ પીવો છો?
  • શું તમે તમારા પ્લાન નો સરખી રીતે પાલન કરો છો ?
  • શું તમે તમાકુ ખાવાની ઈચ્છા ને નજર અંદાજ કરી શકો છો?
  • શું તમે એવા લોકો થી દૂર રહો છો કે જે તમાકુ ખાય છે.
  • શું તમે પોતાની જાત ને વ્યસ્ત રાખો છો વ્યાયામ કે બીજી કોઈ પ્રવૃતિ માં?
  • શું તમને બેહદ તલપ લાગવા પર તમે બીજી કોઈ વસ્તુ તૈયાર રાખો છો?
  • શું તમે એ પરિસ્થિતિ થી બચવાની કોશિશ કરો છો જેમા તમાકુ ની તલપ લાગે છે?

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment