તમારા ઘર માં કીડીઓ ખૂબ જ ઉપદ્રવ કરે છે. અને તમને તેનો સામનો કરવો પડે છે. કીડીઓ આપણી આજુ બાજુ ચાલવા થી નિરાશાજનક થાય છે પણ કીડીઓ ની એક કોલોની ખૂબ નુકશાન પણ પહોંચાડે છે. આપણી ઘરે કીડીઓ હોવી એ સામાન્ય વાત છે. કેટલીક કીડીઓ તો એવી ખતરનાક રીતે કઈડી જાય છે કે ના પૂછો વાત. ઘર માં રહેલી કીડીઓ નિશ્ચિત રૂપ થી ઘર ને અને સાથે ભોજન ને પણ પ્રદૂષિત કરે છે. તે બેક્ટેરિયા લઈ ને આવે છે જે ભોજન માં ફેલાવે છે.
કીડીઓ ની લગભગ 1200 જેટલી વિભિન્ન પ્રકાર છે. આપણે બધા જ નફરત કરીએ છીએ કે કીડીઓ આપણાં ઘર માં આવી કેવી રીતે ગઈ?ખાસ કરી ને ગરમી માં તે વધુ જોવા મળે છે.
ચાલો આજે તમને જણાવીએ કે કીડીઓ થી છુટકારો કેવી રીતે મેળવી શકાય?
ચૉક:
કીડીઓ થી છુટકારો મેળવવા માટે ઘરેલુ નુસખા માં થી એક છે એ ચૉક. ચૉક માં કેલ્સિયમ કાર્બોનેટ હોય છે. જે કીડીઓ ને દૂર રાખવામાં મદદ કરે છે. જ્યાં થી કીડીઓ આવતી હોય ત્યાં ચૉક ને ઘસવાથી કે તેનો સ્પ્રે કરવા થી કીડીઓ દૂર થાય છે. એ વાત નું ધ્યાન રહે કે આ ચૉક બાળકો ના હાથ માં ન આવે.
લીંબુ
કીડીઓ માટે લીંબુ પણ અસરદાર છે. એક લીંબુ ને નિચોવી દેવો અથવા તો જ્યાં થી કીડીઓ આવતી હોય ત્યાં લીંબુ ના છોતરાં મૂકી દેવા. તમે લીંબુ ના પાણી ને પાણી માં ભેળવી ને તેનું પોતું પણ કરી શકો છો. કીડીઓ ને લીંબુ ની સુગંધ પસંદ નથી. કોઈ પણ ખાટી કે કડવી વસ્તુ થી કીડીઓ દૂર ભાગે છે.
મરી:
કીડીઓ ખાંડ કે કોઈ પણ ગળી વસ્તુ ની પ્રેમી હોય છે પણ મરી થી તે દૂર જ ભાગે છે. એ જગ્યા પર મરી નો પાવડર નાખવો જ્યાં થી કીડીઓ અંદર આવતી હોય. તે કીડીઓ થી છુટકારો આપવા માં મદદ કરશે. તમે મરી પાવડર ને પાણી માં નાખી ને મિક્સ કરી ને તેનો સ્પ્રે પણ કરી શકો છો.
મીઠું:
કીડીઓ જ્યાં થી આવતી હોય ત્યાં મીઠું ભભરાવું. કીડીઓ ને દૂર રાખવા માં મીઠું તમારી મદદ કરશે. ટેબલ મીઠું કીડીઓ ને દૂર કરવાનો પ્રાકૃતિક અને સરળ ઉપાય છે. આ જગ્યા એ સિંધવ મીઠું ન વાપરવું. ફક્ત આટલું જ કરો કે ઉકળતા પાણી માં મીઠું નાખી દો અને તેનો સ્પ્રે તૈયાર કરી ને છાંટી દેવો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team