જાણો સવારે ખાલી પેટ હિંગ અને મધ ખાવાના ફાયદા, પેટને દુરુસ્ત કરવા માટેના 5 ફાયદા

હિંગ અને મધ પેટ માટે ઘણી બધી રીતે ઉપયોગી છે. અને તે બંને ઘણા બધા ઔષધીય ગુણોથી ભરપૂર પણ છે. હિંગ એન્ટાસિડ છે અને મધ પેટને ઠંડુ કરવા તથા શાંત કરવામાં મદદ કરે છે. પરંતુ વજન ઘટાડવા માટે આ બંને ખૂબ જ કારગર રીતે કામ કરી શકે છે.

હિંગ મેટાબોલિઝમને યોગ્ય કરે છે ત્યાં જ એન્ટિઓક્સિડન્ટ ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તે સિવાય આ બંને એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે જે પેટ માટે ઘણા બધા પ્રકારના કામ કરી શકે છે. આવો જાણીએ સવારે ખાલી પેટ અને મધ ખાવાના ફાયદા.

1 ચરબી બાળવામાં મદદરૂપ

હિંગ અને મધનું સેવન કરવાથી મેદસ્વીતાથી પીડિત લોકોને ચરબી બાળવા માટે ખૂબ જ મદદ મળે છે. ખરેખર હિંગનો ઍન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર ગુણ પેટમાં ચરબીને ઓગાળવામાં મદદ કરે છે, અને મધ મેટાબોલિઝમને તીવ્ર કરે છે. આ બંનેને ભેગા કરીને જ્યારે તમે ગરમ પાણીની સાથે તેનું સેવન કરો છો ત્યારે આસાનીથી તમારી ચરબીને બાળવામાં મદદ કરે છે. તેની સાથે જ આ રીત પેટના અલગ-અલગ ભાગમાં જમા થયેલ ચરબીને ઓછી કરવા માટે મદદરૂપ છે.

2 પેટ ફુલવાની સમસ્યા દૂર થાય છે

જો તમે સવારે એક ચમચી હિંગની સાથે મધ ઉમેરીને તેનું સેવન કરો છો તો પેટ ફુલવાની સમસ્યાને ઓછી કરી શકાય છે. તે ખૂબ જ કારગર ઉપાય છે. જે સોજાને ઓછો કરે છે અને ખરેખર તો હિંગ અને મધ બંનેમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જે સોજાને ઓછો કરી શકે છે, અને પેટ ફુલવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

3 અપચાની સમસ્યામાં મદદરૂપ

ગરમીની ઋતુમાં ઘણા બધા લોકોને અપચાની સમસ્યા થઈ જાય છે, અને આવી સ્થિતિમાં આ બંને અપચાની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ છે. ખરેખર હિંગ એન્ટાસિડ ની જેમ કામ કરે છે અને તેના એન્ટીઓક્સીડેન્ટ ગુણ ભોજનને તીવ્રતાથી પચાવવામાં મદદ કરે છે. તે સિવાય વધારાના એસીડના પ્રોડકશનને રોકવાનું કામ કરે છે. અને મધ પેટના પીએચ લેવલ ને યોગ્ય કરે છે. આમ બંનેનું સેવન કરીને તમે અપચાની સમસ્યાને ઓછી કરી શકો છો.

4 એસીડીટી માટે રામબાણ ઈલાજ

જો તમને ભોજન કર્યા બાદ એસિડિટી થઇ જાય છે તો તમે એક ચમચી હિંગ અને તવા ઉપર રાખીને શેકી લો ત્યારબાદ તેને એક ચમચી મધમાં ઉમેરો અને તેનું સેવન કરો, અને ત્યારબાદ ગરમ પાણી પીવો. આમ થોડા જ સમયમાં તમને ખૂબ સારુ લાગશે અને એસીડીટીની સમસ્યાથી છુટકારો મળશે.

5 પેટના દુખાવામાં મદદરૂપ

તે ખૂબ જ જૂનો અને દાદી માનો ઉપાય છે, તમે તેને પેટમાં દુખાવો થાય ત્યારે પણ અજમાવી શકો છો. તેની માટે માત્ર બે કામ કરો, પહેલા તવા ઉપર મૂકીને હિંગ ગરમ કરો ત્યારબાદ તેને મધમાં ભેળવીને જીભ પર મૂકો, અને થોડું પાણી પીવો. ત્યારબાદ સીધા થઈને સુઈ જાવ. થોડા સમય પછી તમે અનુભવશો કે તમારો પેટનો દુખાવો દૂર થઇ ગયો છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment