સફેદ ચમકતા દાંત સ્માઇલને વધુ સુંદર બનાવી શકે છે. વાત કરતી વખતે પણ લોકોનું ધ્યાન આપણા દાંત પર પડે છે અને તેથી જ જ્યારે દાંત પીળા, કાળા કે ડાઘાવાળા હોય ત્યારે લોકોનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે અને કેટલીકવાર તેઓ શરમ પણ અનુભવે છે.
કેટલાક લોકો દાંત પીળા થવાને કારણે ખુલ્લેઆમ હસતા પણ અચકાતા હોય છે. દાંત પીળા થવાના ઘણા કારણો છે. જેમ કે દાંતની સફાઈનો અભાવ, ચા અને કોફીનું વધુ પડતું સેવન, તમાકુનું સેવન, દારૂનું સેવન વગેરે. પીળા દાંતથી રાહત મેળવવા અને તેમને ચમકીલા બનાવવા માટે કેટલાક ઘરેલું ઉપાયોનો ઉપયોગ અસરકારક સાબિત થઈ શકે છે. તમે અહીં આવી જ કેટલીક ટિપ્સ વિશે વાંચી શકો છો.
•પીળા દાંતને ચમકાવવા ના ઘરેલુ ઉપાયો
•લીમડો- આયુર્વેદમાં પોતાના ઔષધીય ગુણોને કારણે મહત્વ પ્રાપ્ત કરેલ લીમડો દાંત માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાના દાંતણનો ઉપયોગ દાંતમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે. એ જ રીતે કૈવિટી અને ઓરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓનું જોખમ પણ ઓછું થાય છે. લીમડામાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-સેપ્ટિક ગુણ હોય છે જે દાંતની સમસ્યાઓ ઘટાડે છે. દાંતના પીળાશને ઘટાડવા માટે તમે લીમડાના દાંતણથી દાંત સાફ કરી શકો છો. એ જ રીતે લીમડાની છાલનો પાવડર ટૂથપેસ્ટ પર છાંટીને દાંત સાફ કરી શકાય છે.
•ફ્લોસિંગ કરો – દાંતને દિવસમાં બે વાર બ્રશથી સાફ કરવા ઉપરાંત તેની ફ્લોસિંગ કરવી પણ મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો અને દંત ચિકિત્સકો દાંત પર નિયમિત ફ્લોસનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. ફ્લોસનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ હોય છે અને તેનો નિયમિત રીતે ઉપયોગ કરી શકાય છે.
•મીઠું – શું તમારી ટૂથપેસ્ટમાં મીઠું છે, આ વાક્ય તો તમે જાહેરાતોમાં સાંભળ્યું અને જોયું હશે, પરંતુ શું તમે જાણો છો કે મીઠું એક એવી વસ્તુ છે જે દાંત પર જામેલી ગંદકી અને બેક્ટેરિયાને દૂર કરી શકે છે. દાંતમા કીડા થવા, દાંતના દુખાવા કે પીળા પડી જવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે સરસવના તેલમાં મીઠું મિક્સ કરીને દાંત સાફ કરો. તેનાથી દાંત પરના ડાઘ ઓછા થશે અને દાંતની સફેદી પણ વધશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “પીળા દાંતોને ચમકાવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાયો, મીઠાથી લઈને લીમડા જેવી સાધારણ વસ્તુઓ બનશે ઉપયોગી”