શું તમારા પણ વાળ ખરે છે!!! આજે જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

વાળ ખરવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે અને તેનો ખૂબ જ જલ્દી ઇલાજ કરવો ખૂબ જરૂરી હોય છે. આજકાલ લોકોની જીવનશૈલી તથા ખાણીપીણી ની આદત ખૂબ જ બદલાઈ ગઈ છે. અને તેની સીધી જ અસર વાળ ઉપર પડતી જોવા મળે છે અને વધારે પડતું પ્રદુષણ તથા વાળના પ્રોડક્ટ કેમિકલ ન હોવાને કારણે પણ વાળ ઉપર અસર પડે છે. જે પછીથી વાળ ખરવાનું કારણ બને છે તમે લોકો વાળ ખરવા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો આ ઘરેલૂ નુસખા અજમાવી શકો છો.

તમારા વાળ જો સામાન્ય કારણોથી ખરી રહ્યા છે તો ઘરેલુ ઉપાય ખૂબ જ કામ લાગે છે. અને વાળ ખરતા રોકવા માટે નો ઉપાય ઇલાજ કરવામાં જો તમે વાર કરશો તેટલી જ તીવ્રતાથી તમારા વાળ ખરતા જશે આમ ખરેખર વાળ ખરવાની સમસ્યાને લોકો પહેલા નજર અંદાજ કરી દેતા હતા, તેથી યોગ્ય સમયે તેનો ઈલાજ થતો ન હતો. વાળ ખરતા રોકવા માટેના ઉપાયો ખૂબ જ જલ્દી અપનાવવાની જરૂર હોય છે. અને કસમયે વાળ ખરતા લોકો પોતાની ઉંમરથી વધુ ઉંમરના દેખાય છે, તેથી જ લોકો વધુ તણાવમાં પણ આવી જાય છે.

આમ વાળ ખરવાની દવા અથવા ઘરેલુ ઉપાય કરતા પહેલા વાળ ખરવાના કારણો વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે વાળ ખરવાના કારણ ની માહિતી મળે ત્યારે વાળ ખરતા રોકવા નો યોગ્ય ઉપાય કરી શકો છો.

વાળનું ખરવું શું હોય છે?

આજકાલ વાળનું ખરવું એક સામાન્ય સમસ્યા છે દર બીજા વ્યક્તિ આ પરેશાનીથી ઝઝૂમી રહ્યા છે. અને ઘણા બધા લોકો સમય કરતા પહેલા જ વાળ ખરી જવા થી તેમને હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ જરૂર પડે છે. આમ રોજ થોડા થોડા વાળ ખરવા લાગે તેનાથી ટકલાપણા ની સમસ્યા પણ ઊભી થઈ જાય છે. આમ દરરોજના સામાન્ય 50 થી 100 વાર તૂટતા જ હોય છે અને આમ વાળ ખરી જવાથી ટાલ પડી જાય છે, આમ ટાલ પડી જવાની અવસ્થા આવતા પહેલા જ વાળને ખરતા રોકવા માટે ના ઘરેલુ ઉપાય જરૂરથી અજમાવવા જોઈએ.

પરંતુ શું તમને ખબર છે કે વાળનું ખરવું અથવા ટાલ પડી જવી બંને અલગ-અલગ હોય છે. આમ તો વાળ ખરવાની સમસ્યા ખાસ કરીને 30 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે. અને પુરુષમાં આ સમસ્યાને મેલ પૅટર્ન બોર્ડનેસ કહેવામાં આવે છે.

મહિલાઓમાં તેને એન્ડ્રોગેનેટિક અલો્પેશિયા ને ફિમેલ પેટન બોર્ડનેસ કહેવામાં આવે છે. આમ આવ સમસ્યાથી પીડિત મહિલાઓમાં માથાનાં વાળ ઓછા થઈ જાય છે, અને મહિલાઓમાં તેના કારણે કદાચ ભવિષ્યમાં ટાલ પડવાની સમસ્યા પણ થઈ શકે છે.

વાળ ખરવાના કારણો

વાળ ખરવાના આટલા સામાન્ય કારણો આ છે અસંતુલિત આહાર, ખરાબ જીવનશૈલી આનુવંશિકતા અને દવાઓના દુષ્પ્રભાવને કારણે. લાંબી બીમારી અથવા તો કોઈ સર્જરી કરાવી હોય તથા ગંભીર સંક્રમણ કે ઇન્ફેક્શન તથા શારીરિક તણાવથી બે અથવા ત્રણ મહિના પછી વાળ ખરી જવા એક સામાન્ય પ્રતિક્રિયા છે. હોર્મોન્સ ના સ્તરમાં બદલાવ થવાના કારણે પણ એવું થાય છે. ખાસ કરીને સ્ત્રીઓ જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારબાદ આવું ખાસ થાય છે.

દવાઓના દુષ્પ્રભાવ ના કારણે

કોઈ અન્ય બીમારીના લક્ષણ ના રૂપે પણ વાળ ખરી શકે છે જેમ કે થાઇરોઇડ, ગંભીર પોષક આહાર સમસ્યા વિશેષ કરીને પ્રોટીન, ઝીંક, બાયોટિનની ઉણપ. અને આ ઉણપ ખાણીપીણીમાં જે ભોજન ઓછું જાણે છે અથવા તો મહિલાઓમાં માસિક ધર્મમાં વધુ રક્તસ્ત્રાવ થવાના કારણે થાય છે.

આધુનિક વિજ્ઞાન અનુસાર વાળ ખરવાના કારણો પણ હોઈ શકે છે.

  • ફંગલ ઇન્ફેક્શન
  • વિટામીન એનું ઓવરડોઝ
  • થાઇરોડ
  • મનોવૈજ્ઞાનિક તણાવ
  • રેડિયોથેરાપી અથવા તો કિમોથેરાપી
  • સ્ટેરોઈડ નું નિયમિત રીતે સેવન

પરંતુ જો સમય રહેતા જ સાવધ થવા માં આવે તો યોગ્ય ઈલાજ કરવાની સાથે ઘરેલૂ ઉપાય અજમાવીએ તો વાળનું ખરવું રોકાઈ શકાય.

વાળ ખરતા રોકવા ના ઉપાય

અત્યાર સુધી વાળ શેના કારણે ખરે છે તેની માહિતી આપી પરંતુ હવે વાળ ખરતા કેવી રીતે રોકવા જોઈએ તેની માહિતી આપીશું જેમ કે, જંક ફુડનું સેવન ન કરો અને ફળ તથા શાકભાજીને વધુ સેવન કરો. વાળ ખરવાની સમસ્યાથી બચવા માટે ખાણીપીણીની સાથે એક યોગ્ય જીવનશૈલી પણ અપનાવવી જોઇએ.

તણાવને ઓછો કરીને તથા યોગ્ય આહાર લઈને અને તો સંભવ હોય તો વાળ ખરતા રોપનાર દવાઓનો ઉપયોગ કરીને વાળ ખરતા રોકવા ની સમસ્યાને રોકી શકાય છે. દવા ની સહાયતાથી વારસાનુંગત ટાલ પડવાના અમુક મામલાને રોકી શકાય છે.

વધુ પડતા તણાવના કારણે તથા પ્રદૂષિત વાતાવરણમાં રહેવાના કારણે વાળ ખરતા હોય છે તથા રાત્રે વધુ પડતું જાગવું વધુ પડતો શ્રમ કરવો રાસાયણિક ઉત્પાદકો યુક્ત શેમ્પુથી વાળ ધોવા તેના કારણે વાળ ખરી શકે છે તેની માટે પ્રાણાયામ તથા યોગાસનની પોતાની જીવનશૈલીમાં સામેલ કરો યોગાસન તથા પ્રાણાયામ કરવાથી તણાવ ઓછો થાય છે અને વાળ ખરવાના ઓછા થઈ જાય છે ભોજનમાં પણ ને વધુમાં વધુ ઉપયોગમાં લીલી શાકભાજી, અંકુરિત ધાન્ય, સૂકા મેવાનું સેવન કરો.

સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન અથવા મેનોપોઝ પછી વાળ ખરવાની સમસ્યા વધુ જોવા મળે છે તેની માટે સંતુલિત આહાર તથા તણાવ રહિત જીવન શૈલી વાળ ખરતા રોકવા ના ઉપાયો માં એક આવે છે, અને જીવનશૈલીમાં બદલાવ લાવવાથી ઘણા હદ સુધી વાળ ખરતા રોકી શકાય છે.

વાળ ખરતા રોકવા માટે ના ઘરેલુ ઉપાય

ખાસ કરીને વાળ ખરતા રોકવા માટે ઘરેલુ ઉપાય અપનાવવામાં આવે છે અને તેમાં એ જ વસ્તુ હોય છે જે આસાનીથી પોતાના ઘરમાં મળી જાય છે ચાલો જાણીએ તેના વિશે.

ડુંગળીનો રસ

પોતાના માથામાં લસણનો રસ, ડુંગળીનો રસ,અથવા આદુનો રસ લગાવીને મસાજ કરો આ પ્રક્રિયાને સૂતા પહેલાં કરો અને સવારે વાળને સારી રીતે ધુઓ, ડુંગળીના રસમાં સલ્ફરની માત્રા જોવા મળે છે અને તે ટીશ્યુ માં ઉપસ્થિત કોલેજોના ઉત્પાદનને વધારો આપે છે. વાળ ખરતા રોકવા ની દવા ના સ્વરૂપે ડુંગળીનો પ્રયોગ ખૂબ જ સારો છે.

વાળમાં તેલનો મસાજ

કોઈપણ પ્રાકૃતિક તેલ જેમકે નારિયેળનું તેલ, ઓલિવ ઓઈલ, કેનલા ઓઇલ, લો ત્યારબાદ તેને સામાન્ય ગરમ કરીને આ તેલનો પાંથીમાં દરરોજ મસાજ કરો ત્યારબાદ માથામાં સાવર કે પહેરો અને લગભગ એક કલાક પછી શેમ્પૂથી વાળ ધૂવો.

દરરોજ અમુક મિનિટ સુધી માથાનું મસાજ કરવાથી માથામાં રક્તપ્રવાહ તીવ્ર થાય છે અને તેની સાથે સાથે જ કેસ કુપ પણ સક્રિય થાય છે. માથાનો મસાજ કરવાની જો યોગ્ય રીત હોય તો વાળ ખરતા રોકી શકાય છે વાળને ખરતા રોકવા માટે બદામનું તેલ પણ ખૂબ જ ઉપયોગી છે, અને વિશેષજ્ઞો પણ બદામના તેલથી માથામાં મસાજ કરવાની સલાહ આપે છે.

હિના અને મેથીનો પાવડર

હિના અને મેથીના પાવડરને ઉમેરીને એક પેસ્ટ બનાવો ત્યારબાદ આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય સુધી સુકાવવા દો. આમ તેનો નિયમિત ઉપયોગ કરવાથી વાળ ખરતા દૂર થઈ જાય છે.

મીઠું અને કાળા મરી

વાળ ખરતા રોકવા માટે મીઠું અને કાળા મરીનો ઉપયોગ કરી શકો છો તેની માટે પીસેલું મીઠું અને કાળા મરીને એક ચમચી નાળિયેરના તેલમાં ઉમેરીને વાળ ન આવતા હોય ત્યાં લગાવવાથી વાળ આવી જાય છે અને વાળ ખરતા રોકવા માટે પણ આ ઉપાય ખૂબ જ કામ લાગે છે. પરંતુ આ વ્યક્તિ ની પ્રકૃતિ ઉપર નિર્ભર કરે છે.

દાડમનાં પાન

વાળ ખરતા રોકવા માટે દાડમનો રસ નહીં પરંતુ દાડમનાં પાન વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દાડમનાં પાન નો રસ 1 લિટર તથા તે પાનની પેસ્ટ 200ગ્રામ લઈલે અડધા લિટર સરસવના તેલમાં ઉમેરીને તેને ચડવા દો જ્યારે તેલ રહી જાય ત્યારે તેને ગાળી લો અને એક બોટલમાં ભેગું કરો આ પ્રયોગ કરવાથી ટાલ પડવાની સમસ્યા દૂર કરી શકાય છે અને તે જગ્યાએ નવા વાળ પણ ઊગવા લાગે છે.પરંતુ તેની અસર અલગ-અલગ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે.

લીંબુ અને નારિયેળ તેલ

લીંબુ અને નારિયેળ તેલ વાળ ખરવાની દવા છે વાળને ખરતા અથવા તૂટવાથી માથામાં લીંબુના રસમાં બે ગણું નારિયેળ તેલ ઉમેરીને વાળમાં આંગળીથી ધીમે ધીમે માલિશ કરો. આમ કરવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે.

પરવળ

લોકો પરવળ ના શાક ને વાળ ખરવાની દવા ના રૂપે પણ ઉપયોગમાં લે છે વાળ ખરતા રોકવા માટે કડવા પરવળના પાનને પીસીને તેનો રસ કાઢો અને તેને માથા ઉપર લગાવો આ પ્રયોગ બેથી ત્રણ મહિના સુધી કરવાથી વાળ ખરતા રોકાઈ જાય છે. અને ધીમે ધીમે સંપૂર્ણ રીતે બંધ થઈ જાય છે તથા ટાલ પડવા જેવી સમસ્યા પણ દૂર થઈજાય છે.

ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ?

વાળ ખરવાની સામાન્ય બિમારી હોય છે પરંતુ જ્યારે તેના લક્ષણ ખૂબ જ જટિલ થઈ જાય અથવા તો ૫૦ થી વાળ ખરવા લાગે ત્યારે તે ગંભીર સ્થિતિ થઈ જાય છે એવામાં તમે તમારા વાળ ખરવા માટે કોઈપણ દવા નો ઉપયોગ વાળ ખરવાના ઉપાયો અપનાવો અને ડૉક્ટરની સલાહ લો. યોગ્ય સમય પર યોગ્ય ઇલાજ કરવાથી વાળ ખરતા રોકી શકાય છે.

વાળને ખરતા રોકવા માટે પતંજલીની દવા

પતંજલિ આયુર્વેદ શીતલ ઓઇલ

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment