બાળકોની ખાંસી દૂર કરવા અપનાવો ઘરેલુ રામબાણ ઈલાજ

બાળકોને ખાંસી થવી ખૂબ જ સામાન્ય બાબત છે. અને માતા-પિતા બાળકોને સામાન્ય ખાંસી થઈ જાય તેમ છતાં તેઓ ગભરાઈ જાય છે અને ડોક્ટરનો સંપર્ક કરે છે. પરંતુ તેમાં ગભરાવાની જરૂર નથી. તમે ઘણા બધા આયુર્વેદિક ઉપાયોથી પણ તેમની ખાંસી નો ઉપાય કરી શકો છો, અને એક-બે નહીં પરંતુ બાળકોની ખાંસી માટે ના ઘણા બધા ઘરેલુ ઉપાય છે જેની મદદથી તમે તેમની ખાંસી નો ઉપચાર કરી શકો છો.

નાના બાળકોને શરદી-ખાંસી વારંવાર થતી રહે છે અને તેની માટે આપણે ડોકટરને મળવા જોઈએ છીએ એલોપેથિક દવાઓ ના વધુ પડતું સેવન કરવાથી બાળકોના શરીર પર ખરાબ અસર પડે છે તેથી જ તમે આયુર્વેદિક ઉપાયો અપનાવીને તેમની ખાંસીને દૂર કરી શકો છો. કફ કાઢવા માટેના ઉપાય કયા કયા છે તે પણ જાણી શકશો અને બાળકોની ખાંસીના ઈલાજ માટે કઈ કઈ દવા નો ઉપયોગ કરવામાં આવે છે તે પણ જાણીશું.

બાળકોની ખાંસી

બાળકોને શરદી ખાંસી વધુ થઈ જાય છે, અને ખાંસી બીજા બધા રોગોની ચેતવણી આપવા માટે શરીર દ્વારા આપવામાં આવતી એક પ્રતિક્રિયા છે અને શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવાના કારણે વાઇરલ ઇન્ફેક્શન પણ થઈ જાય છે અને શ્વાસનળીમાં સોજો આવી જાય છે તેનાથી બાળકોને ખાંસી થઈ જાય છે.

બાળકોની ખાંસી ના પ્રકાર

આયુર્વેદ અનુસાર ખાતે પાંચ પ્રકારની હોય છે જેનું નામ વાતજ, પિત્તજ, કફજ, ક્ષતજ તથા ક્ષયજ. આમ અલગ અલગ પ્રકારની ખાંસી આવે છે તેમાં વાતજ, પિત્તજ, કફજ ત્રિદોષ થી સંબંધિત છે પરંતુ ક્ષતજ તથા ક્ષયજ બીજા કોઈ કારણ થી થાય છે અને આ ખાંસી વધુ ખતરનાક હોય છે.

વાતજ ખાંસી

આ પ્રકારની ખાંસીમાં કફ ખૂબ જ ઓછો નીકળે છે અથવા તો બિલકુલ નીકળતો નથી કફ કાઢવાની કોશિશ માનસી ખૂબ જ પરેશાન કરે છે અને પાસળી પેટ છાતી વગેરે માં દુખાવો થવા લાગે છે.

પિત્તજ ખાંસી

આ પ્રકારની ખાંસીમાં કફ નો સ્વાદ કડવો હોય છે અને ખાસતા ખાસતા ઊલટી થઈ જાય અથવા તો મોઢું કડવું પિત્તનીકળે છે અને શરીરમાં બળતરા થાય છે.

કફજ઼ ખાંસી

આ ખાંસીમાં કફ ઢીલો થઈને આસાનીથી બહાર નીકળી જાય છે. કફ નો સ્વાદ મીઠો અને મોઢાનો સાદો ફીકો થઈ જાય છે ભોજન પ્રત્યે અરૂચિ થઈ જાય છે અને આળસ આવે છે.

ક્ષતજ ખાસી

આ ખાંસી અલગ-અલગ કારણોથી થાય છે અને તે ભારે વજન ઉઠાવવાના કારણે તથા શરીર દ્વારા વધુ તાકાત લગાવવાથી તથા વધુ ગુસ્સો કરવાના કારણે આવે છે

ક્ષયજ ખાંસી

આ ખાંસી સૌથી ઘાતક હોય છે તે સંક્રમક હોય છે તેનાથી શરીરને નુકસાન થાય છે અને તે ટીબી રોગ નો શરૂઆતનો સંકેત હોય છે તેમાં શરીરમાં તાવ અને દુખાવો રહે છે શારીરિક કમજોરી વધી જાય છે અને તેનો ઈલાજ જલ્દી થતો નથી.

Image Source

બાળકોને ખાંસી થવાના કારણો

બાળકો સામાન્ય રીતે દરેક તાપમાન માં સેટ થઇ શકતા નથી તેથી ન બાળકોને ઠંડીના દિવસોમાં શરીરને ગરમ રાખી શકાય તથા ગરમીના દિવસોમાં ઠંડું નથી રાખી શકાતું તેનાથી જ બાળકોની ખાંસી થઈ જાય છે. અને બાળકોની રોગ પ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે વિકસિત થતી નથી તેથી બાળક સંક્રમણ સામે લડવા માટે તૈયાર થતું નથી તેથી બાળકોને ખાંસી થઈ જાય છે.

બાળકોની ખાંસી થવાના બીજા કારણો

શરદી-કફ

તમારા બાળકને શરદી કે કફ થઈ ગયો છે તેના કારણે પણ ફાંસી થઈ શકે છે. બાળકને બંધનાક, વહેતું નાક, આંખો માં પાણી આવવું તથા તાવ જેવાં લક્ષણો આવી શકે છે.

તાવ

ફ્લૂના લક્ષણ શરદી ખાંસીના જેવા જ હોય છે જો તમારા બાળકને લુઈ અથવા તો તાવ હોય તેનાથી બાળકને ઝાડા અથવા ઉલ્ટી જેવી તકલીફ થઈ શકે છે અને ફ્લૂના કારણે ખાંસી અલગ પ્રકારની આવે છે અને તે કફવાળી ખાંસી ની જગ્યાએ સૂકી ખાંસી હોય છે. અને જ્યારે ખાંસી થાય ત્યારે કફ વધુ નીકળે છે.

દમ

તમારા બાળકને એકદમ ના કારણે પણ ખાંસી થઈ શકે છે અસ્થમા થી ગ્રસ્ત બાળકને શ્વાસ લેતી અથવા છોડતી વખતે શ્વાસ ફૂલે છે અને તેમની છાતીમાં કસાવ આવી જાય છે તથા શ્વાસ ની ઉણપ થવા લાગે છે.

પ્રદૂષણ

ઘણી વખત હવામાન ફેલાયેલો ધુમાડો કેમિકલ અથવા તો રંગ વધુ પ્રદૂષણ કરે છે તેનાથી નાના બાળકોના ગળામાં તકલીફ શરૂ થઇ જાય છે.

ખાંસી દૂર કરવા માટે ના ઘરેલુ ઉપાય

દ્રાક્ષ

જો તમે ખાંસી ની દવા ના રૂપે દ્રાક્ષનું સેવન કરાવો છો તો કફ બહાર કાઢવા માટે દ્રાક્ષ પ્રાકૃતિક રૂપે કામ કરે છે. તે ફેફસામાંથી કફ બહાર કાઢે છે, અને તેના રસમાં મધ ઉમેરીને બાળકને રાત્રે સુતા પહેલા આપવાથી બાળક નો કફ દૂર થઈ જાય છે અને ખાંસી મટી જાય છે.

મધ અને લીંબુ

એક ચમચી લીંબુના રસનાં બેથી ત્રણ ચમચી મધ ઉમેરીને દર બે કલાકે બાળકોને આ મિશ્રણ પીવડાવવાથી બાળકોની ખાંસી ઘણી જલ્દી દૂર થઈ જાય છે, અથવા તો એક કપ ગરમ દૂધમાં એકથી બે ચમચી મધ ઉમેરીને બાળકોને આપી શકો છો બંને જ ઉપાય ખૂબ જ રામબાણ ઉપાય છે

લીંબુ

બાળકોની ખાંસી નો ઈલાજ માં લીંબુ ખૂબ જ મદદરૂપ થાય છે વિટામિન સીથી ભરપૂર હોવાને કારણે લીંબુ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ મદદ કરે છે લીંબુના રસમાં થોડું મધ ઉમેરીને ઘણું બધું પાણી ઉમેરો અને એક વર્ષથી ઉપરના બાળકોને પીવડાવવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.

લસણ અને મધ

નાના બાળકને જ્યારે શરદી થઈ જાય ત્યારે લસણ ની નાની કળી ને પીસી લો, ત્યારબાદ તેમાં થોડું મધ ઉમેરીને બાળકને ચટાડો દિવસમાં બેથી ત્રણવાર આ પ્રયોગ કરવાથી ખાંસી ઓછી થઈ જાય છે.

આદુ

એક કપ પાણીમાં આદુના ટુકડા નાખીને ઉકાળો ત્યારબાદ જ્યારે પાણી અડધું થઈ જાય એટલે તેને ગાળી લો તેમાં એક ચમચી મધ ઉમેરીને બાળકને પીવડાવવું તેનાથી બાળકને ખાંસી ઓછી થઈ જાય છે.

તુલસી

  • તુલસીના પાનનો રસ કાઢીને બાળકને પીવડાવવાથી બાળકને ખાંસીમાં ખૂબ જ રાહત મળે છે અને આ ખૂબ જ કારગર ઉપાય છે.
  • બાળકોની ખાંસીના ઘરેલુ ઉપાય આમળાના ચૂર્ણમાં ગોળ ઉમેરી ને ખવડાવો.
  • ગાજરના રસમાં પાલકનો રસ ઉમેરીને તેનું સેવન કરો તેનાથી લોહી વધે છે અને અન્ય દૂષિત પદાર્થ પ્રભાવહીન થઈ જાય છે.
  • બાળકની ખાંસીના ઘરેલુ ઉપાયમાં મૂળા અને શેરડીના રસને ઉમેરીને પીવો તેનાથી કમળો નષ્ટ થઈ જાય છે.

બાળકોને ખાંસી થઈ જાય ત્યારે ખાણીપીણી આવી હોવી જોઈએ

બાળકને પર્યાપ્ત તરલ પદાર્થ આપો

જો તમારું બાળક છ મહિનાથી નાનું છે તો તેમને પર્યાપ્ત માત્રામાં સ્તનપાન કરાવો તેનાથી ખાંસી ઠીક થઈ જાય છે. અને બાળકને ગળામાં રાહત મળે છે, જો બાળકની ઉંમર છ મહિનાથી વધુ છે તો તેને પર્યાપ્ત માત્રામાં પાણી અને બીજા પીણા આપો.

  • એક વર્ષથી વધુ ઉંમરના બાળકને મધ આપો.
  • બાળકની ઉંમર એક અથવા પાંચ વર્ષની વચ્ચે છે તો તેને દરરોજ અડધી નાની ચમચી મધ આપો.
  • જો તમારું બાળક ૬થી ૧૧ વર્ષની ઉંમરનું છે તો તેને એક ચમચી મધ આપો.
  • એ વાત સુનિશ્ચિત કરો કે મધનું સેવન કર્યા બાદ બાળક પોતાના દાંત જરૂરથી સાફ કરો.
  • નાના બાળકને ખાંસી થઈ જાય ત્યારે તેમની જીવનશૈલી આવી હોવી જોઈએ
  • બાળકને વરાળ યુક્ત રૂમમા રાખો

ઘણી વખત ખાંસી વધારે હોવાના કારણે બાળકને આખી રાત ઊંઘ આવતી નથી તેથી તમારા ગાદલા નો ભાગ ઊંચો રાખો જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. ગાદલાની નીચેની ભાગમાં રૂમાલ અથવા ઓશીકું મુકી દેવાથી ઢાળ જેવું બની જશે

બાળકને ઋતુ અનુસાર કપડાં પહેરાવો તેને ગરમ રાખવા માટે એકની ઉપર એક કપડાં પહેરાવો બાળકનું શરીર મોટા ની તુલના માં પોતાનું તાપમાનને નિયંત્રિત કરવામાં સક્ષમ હોતા નથી, તેથી જ બાળકોને મોટાની તુલનામાં એક લેયર એક્સ્ટ્રા કપડાં પહેરવાની જરૂર હોય છે, તેથી બાળક ઠંડીથી દૂર રહે.

બાળકને ટોપી પહેરાવી રાખો જેનાથી તેમના કાનમાં પવન ન જાય તેનું ધ્યાન રાખો કે બાળક તમને જણાવશે નહીં કે તેમને ઠંડી લાગી રહી છે.

બાળકોને સંક્રમણથી દૂર રાખવા માટે પોતાના અને બાળકના બંનેના હાથ સાફ રાખો.

ક્યારે ડોક્ટરનો સંપર્ક કરવો

  • તમારા બાળકને ખાંસી બે અઠવાડિયાથી વધુ રહે.
  • બાળકને ખાંસીમાં લીલો પીળો ભૂરો અથવા લોહી વાળો કફ થાય.
  • તમારું બાળક ખૂબ જ તીવ્રતાથી જલ્દી શ્વાસ લઈ રહ્યા હોય અથવા તો તેમનો શ્વાસ ફૂલી રહ્યો હોય.
  • તમારા બાળકને અત્યંત તેજ તથા સૂકી ખાંસી થઈ રહી હોય અથવા ખાતી વખતે શ્વાસ લેવામાં વધારે અવાજ આવતો હોય.
  • તમારા બાળકનું વજન ઓછું થઈ રહ્યું હોય અને ભૂખ ઓછી લાગતી હોય.
  • હોઠ તથા નખ નો રંગ ભૂરો પડી ગયો હોય.

આ બધી પરિસ્થિતિ માં વાર કર્યા વગર જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment