ગોળ નો આ રીતે કરશો ઉપયોગ તો ચમકી ઉઠશે ચહેરો..

આપણાં દાદા-દાદી જમ્યા પછી ગોળ ખાવાની સલાહ આપે છે. પણ શું તમે જાણો છો કે ગોળ જેટલો સ્વાસ્થ્ય માટે સારો છે એટલો જ ચહેરા પર નિખારલાવા માટે પણ ઉપયોગી છે. તમને ભાગ્યે જ ખબર હશે કે ગોળ બીમારી ઓ સામે લડત આપે છે અને તેના સિવાય ચહેરા પર ના દાગ ને પણ દૂર કરે છે. તેની ખાસ વાત એ છે કે ગોળ વાળ માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે ગોળ કેવી રીતે તમને ખૂબસૂરત બનાવા માં મદદ કરે છે.

Image Source

કાળા ડાગ અને ખીલ થી રાહત આપે છે.

Image Source

નિયમિત રૂપ થી ગોળ ખાવા થી ચહેરા પર ના કાળા ડાગ અને ખીલ દૂર થાય છે. તેનો પેક બનાવી ને પણ તમે ચહેરા પર લગાવી શકો છો. તેની માટે એક ચમચી ગોળ માં એક ચમચી ટામેટાં નો રસ ,અડધો લીંબુ નો રસ, એક ચપટી હળદર,અને થોડી ગરમ ગ્રીન ટી ભેળવો. પછી તેને ચહેરા પર લગાવી ને 15 મિનિટ પછી ધોઈ નાખો.

ચહેરા પર ની કરચલીઓ

Image Source

જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ ચહેરા પર કરચલીઓ આવાની શરૂઆત થઈ જાય છે. ગોળ માં એંટિ ઓક્સિડેંટ હોય છે. જે ફ્રી રેડિક્ટ સામે લડવામાં સહાયક હોય છે. દરરોજ ગોળ ખાવા થી ચહેરા પર ની કરચલીઓ દૂર થાય છે. અને બીજું કે ઉમર પણ ઓછી દેખાય છે.

ખૂબસૂરત વાળ

Image Source

ગોળ વાળ ને ઘટાદાર અને ખૂબસૂરત બનાવે છે. ગોળ માં મુલતાની માટી, દહી, અને પાણી મિક્સ કરી ને એક પેક બનાવો. આ પેક ને વાળ ધોતાં પહેલા લગાવી લો. તેના પછી વાળ ધોઈ નાખો. તેનાથી વાળ ઘટાદાર તો થશે જ સાથે ચમકદાર અને મુલાયમ પણ થશે.

સ્કીન માટે જરુરી

Image Source

ગોળ માં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન હોવાથી તે એક નેચરલ ક્લીનજર નું કામ કરે છે. ગોળ ખાવા વાળા ને કબજિયાત ની તકલીફ નથી થતી. પેટ સાફ થશે તો સ્કીન પણ ગ્લો કરશે. હૂંફાળા પાણી સાથે અથવા તો ચા માં ગોળ ભેળવી ને પીવું જોઈએ.

લોહી સાફ કરે છે.

Image Source

લોહી સાફ ન રહેતા આપણને સ્કીન પ્રોબ્લેમ થઈ શકે છે. ગોળ લોહી ને સાફ કરે છે અને એનીમિયા થી પણ બચાવે છે. લોહી સાફ હોય તો શરીર પર ફોડલી નથી થતી. એટલે દરરોજ ગોળ ખાવો જોઈએ. એ લોકો જે મધુમેહ કે પછી ઓવરવેટ થી પીડિત છે તેમને ગોળ ખાતા પહેલા ડોક્ટર ની સલાહ લેવી જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment