આદુ થી અશ્વગંધા સુધી, હાઈ યુરિક એસિડ કંટ્રોલ કરવામાં રામબાણ છે આ આયુર્વેદિક ઉપાય

  • આમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇમફ્લેમેટ્રી ગુણ હાજર હોય છે જે હળદર ને યુરીક એસિડ ના દર્દીઓ માટે મહત્વપૂર્ણ બનાવે છે.

શરીર માં યૂરિક એસિડ નું સ્તર વધવા થી ગાંઠ અને કિડની નો ખતરો વધારે થાય છે. સામાન્ય રીતે યૂરીક એસિડ નું રીડિંગ ૩.૫ થી ૭.૨ મિલીગ્રામ પ્રતિ ડેસી લિટર હોય છે. આનાથી વધારે રીડિંગ થવાથી તમને યુરીક એસિડ ની તકલીફ થઈ શકે છે. યુરીક એસિડ આપણા શરીર માં રહેલા પ્યુરીન નામના પ્રોટીન ના બ્રેકડાઉન થી બને છે. આ એસિડની અધિકતા ના કારણે ધણા બીજા અંગ પ્રભાવિત થાય છે. આનાથી મોટાપણુ વધી શકે છે, બેસવા ઉઠવા માં પરેશાની થવા લાગે છે, સાંધા ના દુખાવા , આંગળીઓ માં કાપવી , શરીર માં સોજા અને કિડની ની બીમારી થઇ શકે છે. એટલે આ ૪ આયુર્વેદિક ઉપાય શરીર માટે યુરિક એસિડ ના સ્તરને નિયંત્રિત રાખે છે.

અશ્વગંધા : આયુર્વેદ માં અશ્વગંધા ને એક ખૂબ જ ઉપયોગી ઔષધિ ના રૂપે જોવામાં આવે છે. ઘણી બીમારીઓ ને દૂર કરવા માટે આનું સેવન મદદરૂપ થાય છે. યુરિક્ એસિડ ની માત્રા ઘટાડવામાં પણ આ જડ્ડી-બુટી નો ઉપયોગ ફાયદાકરક સાબિત થાય છે. દૂધ ની સાથે અશ્વગંધા પાઉડર નું સેવન ન ફક્ત હાઈ યુરીક્ એસિડ ને ઓછું કરે છે પરંતુ સંધિવા ના કારણે થનારા સોજા અને સાંધા ના દુખાવા માં પણ રાહત આપે છે.

મુલેથી : આ આયુર્વેદિક ઔષધિ નો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય તકલીફો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. મુલેથી માં મળી આવતું એક જરૂરી તત્વ ગલાઇસિરાઈઝન છે. આ સંયોજન બળતરા ને ધટાડવા માં મદદ કરે છે જેનાથી સંધિવા ના દર્દીઓ ને આરામ મળે છે.


Image by congerdesign from Pixabay

આદુ : સંધિવા રોગ લોકોને ત્યારે જકડી લે છે જ્યારે તેના શરીર માં યુરીક એસિડ ની માત્રા વધારે થઈ જાય છે. આ બીમારી ની સારવાર માં આદુને રામબાણ માનવામાં આવે છે. આદુ માં સોજા ને ઓછું કરવા માટે એન્ટી ઇમફ્લેમેટ્રી ગુણ હોય છે. સાથે સાંધા ના દુખાવા ને ઓછું કરવામાં પણ આદુ નું સેવન અસરકારક માનવામાં આવે છે.


Image by Steve Buissinne from Pixabay

હળદર : આયુર્વેદ માં હળદર ને તેના ગુણો ને લીધે ઉચ્ચ દરજ્જાનું માનવામાં આવે છે. ઘણા રોગો સામે લડવામાં હળદર ને ઘણું અસરકારક માનવામાં આવે છે.આમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇમફ્લેમેટ્રી ગુણ હાજર હોય છે જે હળદર ને યુરીક એસિડ ના દર્દીઓ માટે મહત્વપૂર્ણ બનાવે છે. આમાં કરક્યુમીન હોય છે જે બળતરા અને સાંધા ના દુખાવા ને દૂર કરવામાં મદદ કરે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment