ઘરે જ સરળતાથી બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ કડાઈ પનીર અને જાણો તેની રેસીપી

Image Source

કડાઈ પનીર એક પંજાબી ડિશ છે. જે દુનિયાના લગભગ દરેક લોકોને પસંદ હોય છે. તેને બનાવવામાં થોડી વધુ મહેનત કરવી પડે છે, પરંતુ તેને બન્યા પછી જે ટેસ્ટ આવે છે તેની મજા જ કંઇક આવે છે.

અમે તેને મોટાભાગે તહેવારોમાં અથવા કોઈ ખાસ દિવસોમાં બનાવીએ છીએ. તેથી જ આ નવરાત્રિ પર, આ ખાસ રેસીપી “કડાઈ પનીર” બનાવો. તેને બનાવવામાં ઓછામાં ઓછો 30 મિનિટનો સમય લાગે છે, તો ચાલો જોઈએ કે તે કેવી રીતે બને છે અને તેને બનાવવામાં શું જોઈએ છે.

કડાઈ પનીર બનાવવા માટેની સામગ્રીઃ-

Image Source

ચણાના લોટના બેટર માટે :-

  • પનીર – 250 ગ્રામ
  • દહીં – 1/2 કપ
  • ચણાનો લોટ – 2-3 ચમચી
  • ધાણા પાવડર – 1/2 ચમચી
  • હળદર પાવડર – 1/4 ચમચી
  • લાલ મરચું પાવડર – 1/2 ચમચી
  • જીરું પાવડર – 1/2 ચમચી
  • ગરમ મસાલો – 1/2 ચમચી
  • મીઠું – 1/2 ચમચી

Image Source

ગ્રેવી માટે:-

  • ગરમ મસાલો
  • આખા ધાણા – 1 ચમચી
  • માખણ – 2-3 ચમચી
  • તેલ – 5 ચમચી
  • તમાલપત્ર – 2-3
  • જીરું – 1 ચમચી
  • ઝીણી સમારેલી ડુંગળી – 1-2 નંગ
  • લીલા મરચા – 1 નંગ
  • લસણ આદુની પેસ્ટ – 1 ચમચી
  • ધાણા પાવડર – 1 ચમચી
  • હળદર પાવડર – 1/2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર – 1-1/2 ચમચી
  • કસુરી મેથી – 1 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • ટામેટાની પેસ્ટ – 3-4 ટુકડાઓ
  • ગરમ પાણી – 1 કપ
  • કિચન કિંગ મસાલા -1 ચમચી
  • કોથમીર

Image Source

કડાઈ પનીર બનાવવાની રીત:-

1.સૌથી પહેલા એક મોટા બાઉલમાં દહીં લો અને તેમાં ચણાનો લોટ નાખો.

2. પછી તેમાં ધાણા પાવડર, હળદર પાવડર, કાશ્મીરી મરચું પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો.

3. પછી તેને સરખી રીતે મિક્સ કરો.

4. હવે તેમાં પનીરના ટુકડા નાખો અને બરાબર મિક્ષ કરી લો, પછી તેને 5 મિનિટ ઢાંકીને રાખી દો.

5. પછી ગેસ પર વાસણ મુકો અને તેમાં માખણ નાખી દો અને પછી તેમાં પનીરનો ટુકડો નાખીને મધ્યમ તાપ પર તળી લો.

6. આપણું પનીર લગભગ ફ્રાય થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દો.

7. પછી થોડા આખા ધાણા અને થોડો ગરમ મસાલો લો.

8. પછી ગેસ પર કડાઈ મૂકો અને તેમાં તેલ નાખો. પછી તેમાં જીરું અને તમાલપત્ર નાખો.

9. પછી તેમાં ખાંડેલા ગરમ મસાલા અને કોથમીર નાંખો અને તેને 2 મિનિટ સુધી ફ્રાય થવા દો.

10. પછી તેમાં ડુંગળી નાખીને શેકી લો.

11. પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલા મરચા નાખો.

12. ડુંગળીનો રંગ બ્રાઉન થઈ જાય, ત્યારે તેમાં ધાણા પાવડર, હળદર પાવડર, કાશ્મીરી મરચું, કસૂરી મેથી અને મીઠું નાખીને 2 મિનિટ સુધી મધ્યમ તાપે શેકી લો.

13. પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખીને ઢાંકીને પકાવો.

14. જેમ કે તમે જોઈ શકો છો કે અમારો મસાલો શેકાય ગયો છે અને તેલ છોડવાનું શરૂ કરી દીધું છે.

15. પછી તેમાં પાણી નાખો અને ઉફાણ આવે ત્યાં સુધી રહેવા દો.

16. પછી તેમાં ફ્રાય કરેલું પનીર નાખો અને 2 મિનિટ સુધી પકાવો.

17. પછી તેમાં કિચન કિંગ મશાલા નાખો અને તેને મિક્સ કરો.

18. અને છેલ્લે તેમાં કોથમીર નાખો.

પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને કડાઈ પનીર બનીને તૈયાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “ઘરે જ સરળતાથી બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ કડાઈ પનીર અને જાણો તેની રેસીપી”

Leave a Comment