ચોમાસાની આ સીઝનમાં ગુજરાતવાસીઓને થતું હતું કે મેધરાજા નારાજ થઇ ગયા છે, જેથી આ વર્ષમાં વરસાદ પડશે નહીં. પણ હમણા તાજેતરમાં વડોદરામાં વરસાદે તારાજી સર્જી દીધી. તેવીજ રીતે સુરત, રાજકોટ, અંકલેશ્વર, ભરૂચ, વાપી, વલસાડમાં પણ એકસાથે સુંડલા ધાર વરસાદ ખાબક્યો. જેને પરિણામે ઠેરઠેર પાણી ભરાયા. હજુ પણ તમને ન્યુઝ ચેનલ અથવા સોશિયલ મીડિયા થકી જાણતા હશો કે, વડોદરાના અમુક વિસ્તારો પાણીમાં ગરકાવ છે અને ઘર-દુકાન-ઓફીસ પાણીથી છલોછલ ભરેલ છે.

વડોદરામાં ભારે વરસાદ પડ્યો અને ઘણા લોકો બેઘર થયા અને ઘણા લોકોની રહેવા-જમવાની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે એનું અમને પણ દુઃખ છે. પણ એ સાથે થોડી તકલીફને હળવી કરવાના પગલાઓ પણ તમને જણાવી દઈએ કે, ઘરમાંથી પાણી જો ઓસરી ગયું હોય તો એ પછી તમારે શું કરવું જોઈએ??
(૧) સફાઈ

વરસાદ વધુ પડે ત્યારે શહેરની ગટરની ટાંકીઓ પણ ઉભરાઈ છે ત્યારે વરસાદી પાણીમાં એ ગંદુ પાણી પણ ભળે છે. જો તમારા ઘરમાં પાણી ભરાયું હોય અને ઓસરી ગયું હોય તો સૌ પ્રથમ આખા ઘરને સારી રીતે સાફ કરી નાખો. કચરા-પોતા અથવા સાવરણાથી સફાઈ કરી નાખો. આખા ઘરમાં ફીનાઈલથી પોતા કરી જીવાણું મુક્ત કરી લો.
(૨) વસ્તુ ચેક કરી લો

પાણી જયારે ઘરમાં ઘુસી ગયું હોય ત્યારે ઘરની ઘણી વસ્તુઓ ખરાબ થઇ ચુકી હોય છે ત્યારે એ તપાસી લો કે કઈ કઈ વસ્તુ ખરાબ થઇ છે? સાથે પલંગ, કબાટ જેવી વસ્તુઓને હટાવીને ચેક કરી લો કે તેની પાછળ કોઈ જીવ-જંતુ ફસાયું તો નથી ને?
(૩) ઇલેક્ટ્રિક બોર્ડમાં મેઈન સ્વીચ લગાવી દો

ઘણા લોકોના ઘરમાં ઇલેક્ટ્રિક માટે કોઈ સ્વીચ હોતી નથી અને ડાયરેક્ટ લાઈન આવતી હોય છે, તો ઘરમાં પાણી ભરાય અથવા વધુ વરસાદ આવે ત્યારે જોખમ બને છે. તો સૌથી પહેલા અગત્યનું કામ એ કરો કે ઇલેક્ટ્રિક મીટર હોય ત્યાં એક સ્વીચ મુકાવી દો જેથી જરૂર પડે ત્યારે ઘરમાં ઇલેક્ટ્રિસીટી બંધ કરી શકાય અને મોટી જાનહાનીને ટાળી શકાય.
(૪) અમુક વસ્તુઓ હાથવેંતમાં રાખો

જરૂરી ડોક્યુમેન્ટ અથવા અમુક એવી જીવનજરૂરિયાતની વસ્તુઓ છે જેની માણસને ખુબ જરૂર પડતી હોય તો આવી વસ્તુને થેલીમાં ભરીને હાથવેંતમાં રાખવી જોઈએ, જેને કારણે ઈમરજન્સી થાય ત્યારે એ લઈને ફાટફાટ નીકળી શકાય.
(૫) પૈસાનું યોગ્ય સ્થાન

જે લોકોને રોકડા પૈસા ઘરમાં રાખવાની આદત હોય તેને ખાસ જણાવવાનું કે જરૂર પૂરતા પૈસા ઘરમાં રાખો. બાકીના પૈસા બેંકમાં મૂકી દો ત્યાં તમારા પૈસા સેફ સચવાય જશે. જો રોકડા પૈસા ઘરમાં પડ્યા હશે તો પુરની સ્થિતિ સર્જાય ત્યારે એ પૈસાને બચાવી શકતા નથી, જેને કારણે નુકસાની ભોગવવી પડે છે.
અહીં જણાવેલ આ પાંચ ટીપ્સને લોકો સાથે શેયર કરજો અને આ વરસાદી માહોલમાં એકબીજાને મદદરૂપ બનજો. “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે તો તેને સપોર્ટ કરીને આ લેખને બધા સાથે શેયર કરો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel