વૈશાખ શુક્લ નવમીના દિવસને દેવી સીતાના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. દેવી સીતાએ જીવનમાં એકથી વધુ જગ્યાએ પરિભ્રમણ કર્યું હતું. સીતા માતાના જીવનની કહાની ભારત અને શ્રી લંકા સુધી ફેલાયેલી છે. બિહારના સીતામઢી જીલ્લામાં પ્રગટ થઈને નૈનીતાલના સીતાબનીમાં દેવી સીતા ફરી ધરતીમાતાની ગોદમાં સમાઈ ગયા હતાં.
દેવી સીતાએ તેના જીવનકાળ દરમિયાન અલગ-અલગ જગ્યાએ તેના જીવનના મહત્વના દિવસો વિતાવ્યા હતા. ચાલો, જાણીએ એ સ્થાન કઈ રીતે છે અને કઈ જગ્યાએ આવેલા છે.
૧ પુનૌરા મંદિર, સીતામઢી
બિહાર રાજ્યમાં સીતામઢી જગ્યા આવેલી છે. ધાર્મિક ગ્રંથો મુજબ કહીએ તો આ સીતામઢીનું પુનૌરા ગામ માતા સીતાનું જન્મસ્થળ છે. અહીં જ રાજા જનક દ્વારા ખેતરમાં હળ ચલાવતી વખતે માતા સીતા કળશમાં પ્રગટ થયા હતાં. આ જગ્યાએ એક મંદિર છે જેની મૂર્તિમાં માતા સીતાનું પ્રાગટ્ય વર્ણન થાય છે.
૨ જનકપુર
જનકપુર રાજા જનકની રાજધાની હતી. અત્યારે તો આ નેપાળના વિસ્તારમાં આવે છે. અહીં દેવી સીતાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. નેપાળમાં સીતા મંદિર સૌથી વધુ પોપ્યુલર છે. અહીં જ રામ અને સીતાના વિવાહ થયા હતા.
૩. કનક ભવન અયોધ્યા
અયોધ્યામાં આવેલું કનક ભવન એ મહેલ છે, જ્યાં સીતા માતાએ વસવાટ કર્યો હતો. વિવાહ પછી દેવી સીતા ભગવાન રામ સાથે આ જગ્યા પર રહેતા હતા. સીતા માતાની સાસુ કૌશલ્ય દ્વારા આ મહેલ ભેટમાં આપવામાં આવ્યો હતો. અહીં હનુમાનજીને મહેલના આંગણમાં જગ્યા મળી હતી.
૪. પંચવટી
મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં એક પંચવટી નામની જગ્યા છે. અહીં સીતાહરણ થયું હતું. આ સ્થાન પર પાંચ વટવૃક્ષ એક સાથે હોવાને કારણે આ જગ્યાનું નામ પંચવટી રાખવામાં આવ્યું હતું.
૫. સીતા રસોઈ
સીતા રસોઈ કોઈ રસોઈનો પ્રકાર નથી પણ એક મંદિરનું નામ છે. અયોધ્યામાં આવેલું આ મંદિર ભગવાન રામની જન્મભૂમિની પાસે જ આવેલું છે. અહીં પણ માતા સીતાએ તેના જીવનનો થોડો સમય વિતાવ્યો હતો.
૬. અશોક વાટિકા
શ્રીલંકામાં આવેલું અશોક વાટિકા એક એવી જગ્યા છે, જ્યાં રાવણે સીતા માતાને બંદી બનાવ્યા ત્યારે અહીં રાખ્યા હતાં. એવું માનવામાં આવે છે કે, અહીં અશોક વૃક્ષ વધુ પ્રમાણમાં હોવાને કારણે અહીંનું નામ અશોક વાટિકા રાખવામાં આવ્યું છે.
૭. સીતાવની
આ એક વનક્ષેત્ર વિસ્તાર છે. પક્ષી અને જાનવરને નિહાળવા માટેનું આ એક સ્થાન છે. આ નૈનીતાલના જીમ કોર્બેટ પાર્કમાં આવેલું છે. માનવામાં આવે છે કે, સીતા દેવીને અયોધ્યામાંથી કાઢવામાં આવ્યા ત્યારે માતા સીતાને થોડો સમય અહીં પણ પસાર વિતાવ્યો હતો. સીતાવનીમાં મહર્ષિ વાલ્મીકીનો આશ્રમ હતો, જ્યાં માતા સીતાએ લવ કુશને જન્મ આપ્યો હતો.
૮. આ જગ્યા પર માતા સીતા ધરતીમાં સમાઈ ગયા હતાં..
લંકાની અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા પછી ભગવાન રામને સીતાને વનમાં મોકલી દીધા હતા. પછી તેને સાથે રહેવા માટે સતીત્વ સાબિત કરવા માટેનું કહ્યું હતું. ત્યારે સીતા માતાએ ઘરતી માતાને આહ્વાન કર્યું અને ઘરતીની ગોદમાં સમાઈ ગયા હતાં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel