હિમાલયનું અંજીર જેને ઉત્તરાખંડના કુમાર ક્ષેત્રના લોકો બેદુના નામથી પણ જાણે છે. આ અંજીરને લઈને અત્યારે જ એક રિસર્ચ થયું તેમાં જાણકારી મળી છે કે તે દર્દનિવારક દવા જેવી કે એસ્પ્રિન અને ડિકલોફેનાકનો ખૂબ જ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ત્યાં જ પંજાબ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં તેમને જોયું કે હિમાલયન અંજીરમાં એનાલજેસિક ઈનફેક્ટ હોય છે જે ત્વચાથી જોડાયેલા રોગ અને ઘાને ભરવામાં આપણી મદદ કરે છે.
તે સિવાય જનરલ પ્લાન્ટમાં પ્રકાશિત લેખ અનુસાર જંગલી ફળની અંદર એનર્જેટિક પ્રભાવ જોવા મળે છે જેમાં વિશેષરૂપથી આ બંને પ્રમુખ ઘટક હોય છે. પસોરા્લૅન અને રૂટિન. તમને જણાવી દઈએ કે એક કિલો ફળમાં 400 મિલિગ્રામ આ ઘટક હોય છે, જેનો ઉપયોગ ત્વચાના ઘણા રોગોની સારવારમાં પણ કરવામાં આવે છે.
હિમાલયના અંજીર જ કેમ છે ફાયદાકારક
અંજીરની અંદર કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે પોષક તત્વો તમારા હાડકામાં સુધારો લાવવાનું કામ કરે છે અને ઓસ્ટીયોપોરોસિસની સ્થિતિમાં પણ બચાવ કરે છે.
હાડકાની સાથે પેટને રાખે તંદુરસ્ત
એક રિસર્ચના માધ્યમથી જાણકારી મળી છે કે આ પોટેશિયમ યુક્ત પદાર્થો હાડકાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. ત્યાં જ અંજીરની અંદર ફાઈબરની પર્યાપ્ત માત્રા જોવા મળે છે, જે આપણી પાચનશક્તિને ખૂબ જ લાભ આપે છે. તે સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે જે આપણી ત્વચાને ખૂબ જ સારી બનાવે છે.
બ્લડ પ્રેશરને સામાન્ય રાખે
તમને જણાવી દઈએ કે અંજીરની અંદર પોટેશિયની સાથે-સાથે સોડિયમ પણ જોવા મળે છે, જે આપણા શરીરમાં બ્લડ પ્રેશરને સામાન્ય રાખવાનું કામ કરે છે.
આયુર્વેદિક સંસ્થાએ તેને ગુણોનો ભંડાર કહ્યો
આયુર્વેદિક સંસ્થા અનુસાર અંજીરમાં ફાઈબર અને પોટેશિયમ ઉપસ્થિત હોય છે જે શરીરમાં સોડિયમના સ્તરને નિયંત્રિત કરીને રાખે છે અને તે સિવાય તેમાં ઉપસ્થિત કેલ્શિયમ અને પોટેશિયમ દ્વારા હાડકાની ડેન્સિટીને યોગ્ય બનાવી શકીએ છીએ. તેનાથી હાડકા સાથે જોડાયેલી કોઇપણ સમસ્યા ઉત્પન્ન થતી નથી. હિમાલયન અંજીરની અંદર ઉપસ્થિત ઘટક ચ્યવનપ્રાસમાં પણ જોવા મળે છે જેનું સેવન ભારતીય ઘરોમાં ખૂબ જ થાય છે.
અંજીરના ગુણોને જોઈને કહી શકાય કે ભવિષ્યમાં તેનો ઉપયોગ દર્દનિવારક દવાઓના સ્વરૂપે કરી શકાશે. પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે હજુ આ વાત ઉપર રિસર્ચ કરવાનું બાકી છે. બની શકે છે કે ખૂબ જ જલ્દી રિસર્ચ થઇ જશે અને આપણને દુખાવામાંથી રાહત મેળવવા માટે એક નેચરલ ઉત્પાદન પણ જોવા મળી શકે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team