અમે તમને મનાલીથી 12 કિલોમીટર દૂર આવેલ એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સુંદરતાનો તમે અંદાજો પણ લગાવી શકતા નથી. આ સ્થળનું નામ સેથન વિલેજ છે. અહીં શિયાળા અને ઉનાળાની બંને ઋતુમાં ફરવા માટે જઈ શકાય છે.
ભારતમાં ફરવા માટે એવા ઘણા સ્થળો છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. મોટાભાગના લોકોને તમે રજાઓમાં નૈનીતાલ, મનાલી અથવા શિમલા જતા જોયા હશે પરંતુ એવા ઘણા સ્થળ છે જે આજ સુધી અન્વેષિત છે. જો તમે કુદરતી પ્રેમી છો અને અલગ સ્થળો પર ફરવાનો શોખ રાખો છો તો તમારે આ મેજીકલ સ્થળ પર ચોક્કસ જવું જોઈએ. અમે તમને આજે એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જઈને તમારૂ મન ખુશીથી ઝૂમવા લાગશે.
જોકે, આમ તો તમામ ગામ સુંદર જ હોય છે પરંતુ આ ગામની વાત જ અલગ છે. આ ગામનું નામ સેથણ છે.
•હિમાચલ પ્રદેશનું સેથણ ગામ ક્યાં છે ? સેથણ ગામ મનાલીથી 12 કિલોમિટર દૂર આવેલ છે. જો તમે આ ગામમાં ફરવા જાઓ છો તો અહી એવી ઘણી એક્ટીવિટી છે જે તમે કરી શકો છો. જો તમે કોઈ એક્ટીવિટી કરવાના શોખીન નથી તો પણ તમે અહી ઘણો આનંદ માણી શકો છો. ચારે તરફ પહાડોથી ઢંકાયેલા આ ગામની સુંદરતા તમને કોઈ અલગ જ દુનિયાનો અનુભવ કરાવે છે. શિયાળાની ઋતુમાં અહી ઘણો બરફ હોય છે જે આ ગામની સુંદરતમાં વધારો કરે છે. આ ગામની પ્રશંસા સાંભળ્યા પછી જો તમે પણ અહી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમને આ સ્થળ વિશે કેટલીક જરૂરી જાણકારીઓ આપવા ઈચ્છીએ છીએ.
•સેથણ ગામમાં રહેતા લોકો વિશે : સેથણ એક ખૂબ નાનું ગામ છે અને અહી ફક્ત 10 થી 15 પરિવાર રહે છે. અહી રેહતા લોકો આ ગામને સ્વર્ગ કહે છે. તે એક બૌદ્ધ ગામ છે. અહી રેહતા મોટાભાગના લોકો હિમાચલ પ્રદેશના જુદા જુદા ભાગના પ્રવાસી છે જે ગોવાળો હતા. શિયાળામાં અહી ખૂબ વધારે બરફ વર્ષા થાય છે જેના કારણે અહી રેહતા લોકો કુલ્લુ વેલીમાં જતા રહે છે.
•સેથણ ગામ ક્યાં છે : સેથણ ગામ મનાલી થી 12 કિલોમીટર દૂર આવેલ છે. આ ગામ સમુદ્ર સપાટીથી 2700 મીટર ઊંચાઇ પર આવેલ છે. આ ગામથી તમે ધૌલાધર પર્વતમાળા સાથેજ ધૌલાધર અને પીર પંજાબને અલગ કરતી વ્યાસ નદીને જોઈ શકો છો. સેથણ ગામને ઇગ્લૂ હાઉસના નામે પણ ઓળખવામાં આવે છે. અહી બરફ ખૂબ વધારે પડવાને કારણે લોકો ઇગ્લૂ હાઉસનો અનુભવ લેવા માટે આવે છે.
•સેથણ ગામનું તાપમાન : તાપમાનની વાત કરીએ તો સંપૂર્ણ વર્ષ દરમિયાન અહીં ઋતુ ઘણી સારી રહે છે. ઉનાળામાં જૂન થી ઓકટોબર મહિના સુધી આ સ્થળ હાઈકિંગ અને કેમ્પિંગ માટે બેસ્ટ છે. અહીંથી તમે ઘણા પ્રકારના ટ્રેક પર જઈ શકો છો જેમકે પાંડુરોપા, લાંબા ડુંગ, જોબરી નલ્લા. આ ઉપરાંત સેથણ પ્રખ્યાત હામટા પાસ ટ્રેકની પણ સ્ટાટીંગ પોઇન્ટ છે.
જો તમે અહીં શિયાળામાં આવો છો તો આ સ્થળે તમને કોઈ જન્નતથી ઓછો અનુભવ થશે નહીં. શિયાળામાં આ સ્થળ સંપૂર્ણ રીતે બરફથી ઢંકાઈ જાય છે. શિયાળામાં પણ તમે અહીં વિન્ટર એકટીવિટી કરી શકો છો. ચોમાસામાં અહી વરસાદ વધારે થવાને કારણે લેન્ડ સ્લાઈડનું જોખમ વધારે રહે છે. આવી સ્થિતિમાં આ ઋતુમાં અહી જવાનું ટાળવું.
•સેથણ ગામની મુલાકાત માટેનો ઉતમ સમય : એ તમારા ઉપર આધાર રાખે છે કે તમને શું પસંદ છે. જો તમે સ્કી અથવા વિન્ટર ટ્રેક કરવા ઇચ્છો છો તો જાન્યુઆરીથી લઈને મે મહિના સુધી અહીં ફરવા માટે ઉતમ માનવામાં આવે છે પરંતુ જો તમે જુન થી નવેમ્બર સુધીના મહિનામાં અહી આવો છો તો તમે ઘણા સ્થળને જોઈ શકો છો. ઉનાળામાં અહી ઘણીબધી એક્ટીવિટી કરાવવામાં આવે છે.
•તમે કઈ એક્ટિવિટી કરી શકો છો : જો તમે ઉનાળામાં સેથણ ગામ આવી રહ્યા છો તો તમે અહી કેમ્પિંગ, હાઈકિંગ અને ટ્રેકિંગ કરી શકો છો. જો તમે શિયાળામાં આવી રહ્યા છો તો સ્કીઈંગ, સ્નોબોડીંગ, વિન્ટર ટ્રેકિંગ કરી શકો છો. શિયાળામાં મોટાભાગના લોકો અહી ઇગ્લુમાં રેહવા માટે આવે છે.
ઇગ્લૂમાં રેહવાનો એક રાત્રીનું ભાડુ એક વ્યક્તિદીઠ 5500 રૂપિયા છે. અહી તમે ઘણા પ્રકારની એક્ટીવિટી પણ કરી શકો છો જેમકે સ્કીઈંગ, ટ્યુબ સ્લાઈડસ વગેરે. ઇગ્લૂ હાઉસમાં રેહવા માટે સૌથી સારો મહિનો જાન્યુઆરી થી ફેબ્રુઆરી વચ્ચેનો હોય છે કેમકે આ દરમિયાન અહી બરફ ઘણી વધારે પડે છે. જો તમે અહી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે તેના માટે અહી જવાથી કેટલાક મહિના પેહલા જ બુકિંગ કરવાની રેહશે જેથી તે ઇગ્લૂ હાઉસ ફૂલ ના હોય.
પરમીટ : સેથણ એક પ્રોટેક્ટેડ એરિયો છે. અહી જવા માટે તમારે પરમીટની જરૂર હોય છે. આ પરમીટ તમને પ્રીણી / પ્રીનીમાં હાઇડ્રો પ્રોજેક્ટ ચેક પોસ્ટથી મળશે. તેની ફી 100 રૂપિયા આપવાની રેહશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “મનાલી નજીક આવેલ એક સુંદર ફરવાલાયક પ્લેસ એટલે સેથણ ગામ, જે ઇગ્લૂ હાઉસ તરીકે પણ ઓળખાય છે”