મમ્મીને પૂછજો, તેની પાસે ઘણી એવી સાડી હશે, જે તેના માટે નકામી છે. આ સાડીઓ કબાટમાં પણ જગ્યા રોકે છે. આમ એવું લાગે છે નવી જ સાડી હોય પણ કલર અથવા પેટર્ન ઓલ્ડ ફેશન ગણાતી હોય તો સાડીને પહેરવાનું બંધ કરી દીધું હશે. અને આ વેસ્ટ સાડીને બેસ્ટ રીતે ઉપયોગ કરી શકાય છે.

આજના લેખમાં લેડીસ માટે રસપ્રદ ઇન્ફોર્મેશન છે. જૂની પુરાણી સાડીને અલગ પ્રકારનો ઉપયોગ કરીને ચાર રીતથી અલગ લૂક બનાવી શકાય છે. જૂની બિનઉપયોગી અને કબાટમાં પડેલી નકામી સાડીમાંથી આજના સમયનું નવું ક્રિએટીવ સર્જન કરી શકાય છે.
૧/૪ : પીનટક કુર્તા

પ્લેન સાડીમાંથી તમે એક સ્ટાઈલીશ કુર્તા બનાવી શકો છો. પ્લેન ફેબ્રિક ઉપર પીનટકનો સીવેલ કુર્તા એક્ષ્ટ્રા લૂક આપી શકે છે. આ એક એવી ડીઝાઇન થઇ જશે કે આઉટ ઓફ ફેશન પણ નહીં થાય. સારી ડીઝાઇન હોય તો તમે સ્મોલ પાર્ટી કે ઓકેશન મુજબ પણ પહેરી શકો છો.
૨/૪ : પ્રિન્ટેડ બોર્ડરની પ્લેન સાડી

એક સમયમાં આ સાડીની ડીઝાઇન બહુ ચાલતી હતી. અને જેવો સમય ગયો કે આ ડીઝાઇન આઉટ ઓફ ડેટ થઇ ગઈ. પણ ઘણા ઘરમાં આજે પણ આ ડીઝાઇનની સાડી નકામી પડી હશે. બસ, એમાંથી કાંઈ નવું બનાવો જે તમને ખૂબસૂરત દેખાડવા માટે કાફી છે.
પ્લેન સાડી હોય અથવા બીજી પ્રિન્ટેડ સાડીને કપાવીને તેની કિનારી પર બોર્ડર મુકાવીને તેમાંથી ડ્રેસ તૈયાર કરી શકાય છે. સાડીનો પલ્લું મોટેભાગે પ્રિન્ટેડ આવતો, એટલે તેમાંથી ડીઝાઇનર દુપટ્ટો બનાવી શકાય છે. આ કુર્તા અને દુપટ્ટાને લેગીંગ સાથે પહેરી શકાય છે.
૩/૪ : બ્રોકેડ સિલ્ક કે બનારસી સાડી

એવું હશે જ કે, મમ્મી પાસે બ્રોકેડ સિલ્ક અથવા બનારસી સાડી હશે પણ હવે એ યુઝમાં નહીં હોય. આ સાડીની આયુષ્ય બહુ લાંબી હોય એવું પણ કહી શકાય. એટલે કે આ સાડી લાંબો સમય સુધી ટકે છે. તમે અહીં પોસ્ટ કરેલ હુમા કુરૈશીના ‘દેઢ ઈશ્કિયાં’ ફિલ્મ લૂક ઉપરથી અંદાજ લગાવી શકો છો. નકામી સાડીમાંથી ફૂલ સ્લીવ પાર્ટી વિયર કુર્તા બનાવી શકો છો. પ્લેન દુપટ્ટો હોય તો તેના પર તમે એમ્બ્રોડરી અથવા લેસ મુકીને ડીઝાઇન બનાવી શકો છો.
૪/૪ : પ્લેન સાડી

બોલીવુડની આ અભિનેત્રીને જુઓ. પરીનીતી આ લૂકમાં ખૂબસૂરત લાગી રહી છે. મમ્મી પાસે પ્લેન સાડી હોય તો તેનો ઉપયોગ કરીને કંઈક નવું સર્જન કરી નાખો. પ્લેન સાડી સાથે મેચિંગ ફેબ્રિક ખરીદીને ડીઝાઈનર સૂટ બનાવી શકાય છે. પ્લેન સાડી સાથે જીક-જેક અથવા લહેરિય પ્રિન્ટનું ફેબ્રિક મેચ કરી શકો છો.
“ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. કારણ કે, અહીં અવનવી માહિતીનો ખજાનો તમને જાણવા મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Fakt Gujarati Team