આજે ટીકુ નો રજાનો દિવસ હતો, અને તે પોતાની મમ્મીને ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો,તેની મમ્મી સુનિતા એક વાર્તા વાંચી રહી હતી પરંતુ ટીકુ વારંવાર તેને હેરાન કરતો હતો, એનું દિમાગ ખૂબ જ તેજ હતું અને તે હંમેશા કંઇક ને કંઇક કર્યા જ કરતો હતો. આજે તે પોતાની મમ્મીને ખૂબ જ સવાલો કર્યા કરતો હતો મમ્મી આ શું છે?મમ્મી આ કેવી રીતે બને?
તેની મમ્મી ખૂબ જ ધ્યાન પૂર્વક વાર્તા વાંચી રહી હતી પરંતુ તેને વારંવાર આવા સવાલ પૂછવા પર તે પરેશાન થઇ જતી હતી, તેને વિચાર્યું કે આને કેવી રીતે હું વ્યસ્ત કરુ ત્યારે બાજુમાં મૂકેલી એક ચોપડી પર તેની નજર પડી અને તેને ચોપડી ને ઉઠાવી ને જોયું તો તેમાં એક નક્શો દોરેલો હતો, તેને નકશા પર કોઈપણ ભાગને ફાડીને ટીકુ ને બોલાવ્યો અને કહ્યું કે તારે એક કામ કરવાનું છે, ટીકુ ખુબ જ ખુશ થઇ ગયો અને કહ્યું કે મમ્મી મને કે મારે કયું કામ કરવાનું છે? ત્યારે તેની મમ્મી બોલી તારે આ નકશો જે છે તેને ફરીથી જોડવાનો છે શું તું આ કરી શકે? ટીકુ બોલ્યો હા મમ્મી હું કરી લઈશ,પરંતુ તેની મમ્મીને ખબર હતી કે ટીકુ આવું નહીં કરી શકે પરંતુ તે ગમે તે રીતે ટીકુને વ્યસ્ત રાખવા માંગતી હતી અને પોતે આરામથી બુક વાંચવા માંગતી હતી.
તેની મમ્મી બુક ફરીથી વાંચવા લાગી અને તે કોઈ પણ પોતાના કામમાં લાગી ગયો, પરંતુ આ શું દસ જ મિનિટ પછી દીકુ ફરી આવી ગયો અને બોલ્યો કે મમ્મી જો મેં આ નકશો જોડી દીધો છે. તેથી તેની મમ્મી બોલી કે બરાબર કર્યો તો છે ને? ત્યારે ટીકુ બોલ્યો કે હા મમ્મી મે કમ્પલેટ કર્યું છે, તમે જોઈ લો જ્યારે તેની મમ્મી એ જોયું તો નકશો એકદમ વ્યવસ્થિત રીતે તેની જગ્યા પર હતો અને જોડાઈ પણ ચુક્યો હતો, આ જોઈને ટીકુ ની મમ્મી ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગઈ અને તેમને કહ્યું કે બેટા આ તે કેવી રીતે જોડ્યું,? ત્યારે ટીકુ એ કહ્યું કે મમ્મી તમે જે નકશો મને આપ્યો હતો તેની પાછળ એક કાર્ટૂન હતું અને મેં તે કાર્ટૂન ને જોઈને જ આ નકશો જોડી લીધો, આ સાંભળી ને તેની મમ્મી ખુબ જ ખુશ થઇ ગઈ અને તે સમજી ગઈ કે તેનું બાળક ખૂબ જ ચાલાક અને હોશિયાર છે.
આ જ રીતે આપણે બધા પણ આપણી જિંદગીમાં ઘણા બધા એવા કામ હોય છે જે ખુબ જ આસાનીથી થઈ જાય છે, પરંતુ આપણે તેની ઉપર ધ્યાન જ આપતા નથી. જો આપણે કોઈપણ કામ દિમાગથી કરીએ તો તે ખૂબ જ આસાન થઈ જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “આવો જાણીએ,એક નાના બાળકે કેવી રીતે દિમાગ લગાવીને પોતાના મુશ્કેલ કામને આસાન બનાવ્યુ”