બાળકો માટે ઘરે જ બનાવો પાન કુલ્ફી, જાણો તે માટેની સરળ રેસિપી

Image Source

ઉનાળામાં કુલ્ફી ખાવાની મજા કંઈક અલગ જ છે. લોકો મોટાભાગે ઘતે વિવિધ ફ્લેવરની કુલ્ફી બનાવે છે. જો તમને પાનનો સ્વાદ પસંદ છે તો તમે ઘરે સરળતાથી પાન કુલ્ફી બનાવી શકો છો. ઘણા લોકો પાન ખાવાના ખૂબ શોખીન હોય છે. બનારસી પાનનો હળવો મીઠો સ્વાદ કુલ્ફીના સ્વાદમા વધારો કરે છે. ગરમીમાં પાનની ઠંડક અને કુલ્ફીનો સ્વાદ બંને ખુબ લાજવાબ લાગે છે. જો તમે પણ બજારના બદલે ઘતે બનેલ કુલ્ફી ખાવાનું પસંદ કરો છો તો પાન કુલ્ફી જરૂર ટ્રાઇ કરો. તો ચાલો જાણીએ ઘરે કેવી રીતે પાન કુલ્ફી બનાવવી.

પાન કુલ્ફી બનાવવા માટે સામગ્રી –

  • ક્રીમ – 400 ગ્રામ
  • દૂધ – 1- 1/2 કપ
  • દળેલી ખાંડ – 4 મોટી ચમચી
  • દૂધનો પાવડર – 3 મોટી ચમચી
  • બ્રેડનો ભૂકો – 2 મોટી ચમચી
  • સૂકા મેવાના કાપેલ – 3 મોટી ચમચી
  • એલચી પાવડર – 1/4 ચમચી
  • પિસ્તા – 7/8 જીણા કાપેલ
  • પાન એસેન્સ – 3 થી 4 ટીપા

Image Source

પાન કુલ્ફી બનાવવાની રીત –

  • પાન કુલ્ફી બનાવવા માટે દૂધ, ક્રીમ, ખાંડ અને દૂધના પાવડરને એક મિક્સરમાં નાખો.
  • હવે તેમાં બ્રેડનો ભૂકો, એલચી પાવડર, પાન એસેન્સ અને જીણું કાપેલ સૂકા મેવાને પણ નાખો અને 1 મિનિટ સુધી મિક્સ કરો.
  • હવે આ મિશ્રણને કુલ્ફી બનાવવાના બોક્સમાં નાખો અને તેને 8 કલાક માટે ફ્રીજમા રાખો.
  • તમારી સ્પેશિયલ પાન કુલ્ફી ફ્રીજરમાંથી કાઢો અને તૈયાર છે.
  • કુલ્ફીને બહાર કાઢી પિસ્તાથી સજાવટ કરી અને બાળકોને પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “બાળકો માટે ઘરે જ બનાવો પાન કુલ્ફી, જાણો તે માટેની સરળ રેસિપી”

Leave a Comment