- તૈયાર કરવા માટેનો સમય – 15 મિનિટ
- બનાવવાનો સમય – 2 મિનિટ
- શેકવાનું તાપમાન 22 મિનિટ
- ટોટલ સમય – 39 મિનિટ
- કેટલા ઓપન બર્ગર – 4
સામગ્રી
- 2 બર્ગર બન
- માખણ લગાવવા અને ચોપડવા માટે
ટોપિંગ માટે
- 1 કપ કાપેલી અને બાફેલી મિક્સ શાકભાજી ( ફણસી, ગાજર અને લીલા વટાણા )
- 1 ચમચી માખણ
- 1/2 કપ બાફેલા મકાઈના દાણા
- 1/2 કપ ઝીણી કાપેલી લીલી મરચી
- 1 કપ સફેદ સોસ
- 4 ચમચી ચીજ
- મીઠું અને તાજી પીસેલ મરી સ્વાદ મુજબ
ટોપિંગ માટે –
- એક મોટા નોન સ્ટીક વાસણમાં માખણ ગરમ કરો, ત્યારબાદ મિક્સ શાકભાજી નાખી, ધીમા તાપ પર 1 મિનિટ સુધી શેકી લો.
- સ્વીટ કોર્ન અને લીલું મરચું નાખી સરખી રીતે મિક્સ કરો અને ધીમા તાપે થોડી સેકન્ડ સુધી શેકો.
- વ્હાઈટ સોસ, મીઠું અને મરી પાવડર સરખી રીતે ઉમેરો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો, ધીમા તાપે 1 મિનિટ સુધી પકાવી લો. ત્યારબાદ એક બાજુ રાખો.
- ટોપીંગને 4 બરાબર ભાગમાં વહેંચીને એક તરફ રાખો.
બનાવવાની રીત –
1. દરેક બર્ગર બનને 2 ભાગમાં કાપી લો. દરેક અડધા ભાગમાં થોડું માખણ લગાવો અને પેહલાથી ગરમ ઓવનમાં 180°c (360°f ) ના તાપમાન પર 10 મિનિટ અથવા બ્રેડને કડકડી થવા સુધી શેકી લો.
2. ટોપીંગના દરેક ભાગને બર્ગર પાઉના અડધા ભાગ પર ફેલાવીને 1 ચમચી ચીઝ નાખો.
3. પેહલાથી ગરમ ઓવનમાં 180°c (360°c) તાપમાન પર અને 5-7 મિનિટ સુધી અથવા ચીઝ ઓગળવા સુધી શેકો.
4. તેના પર ટામેટાના કેચઅપથી ગાર્નિશ કરી પીરસો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “જાણો, ઓપન વેજીટેબલ એન્ડ કોર્ન બર્ગર ની સરળ રેસિપી, જે તમે ઘરે ટ્રાય કરી શકો છો”