સેન્ટ્રલ અમેરિકાના સૌથી મોટા દેશ નિકારાગુઆ ની રાજધાની માનાગુવા માં હાલમાં જ એક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ પ્રતિયોગિતા ગર્ભવતી મહિલાઓ માટે આયોજીત કરવામાં આવી હતી. જેમાં મહિલાઓના બેબી બમ્પનું માપ લેવામાં આવ્યું હતું અને આ દરમિયાન એક મહિલાએ આ પ્રતિયોગિતા જીતી લીધી હતી.
ભારતમાં ગર્ભવતી મહિલાઓને પ્રેગનેન્સીના સમયે બેબી બમ્પ બતાવવા માટે ના પાડવામાં આવી છે. માનવામાં આવે છે કે બેબી બમ્પ દેખાડવાથી થનાર બાળકને નજર લાગી જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં બેબી બમ્પ ની એક અનોખી પ્રતિયોગિતા થઈ હતી. અને આ દેશનું નામ છે નિકારાગુઆ. આ પ્રતિયોગિતામાં ગર્ભવતી મહિલાઓના બેબી બમ્પ ની સાઈઝ ને માપવામાં આવે છે અને જેનું બેબી બમ્પ સૌથી વધુ મોટું હોય છે તેને પ્રતિયોગિતાના વિનર જાહેર કરવામાં આવે છે. અને ગિફ્ટ પણ આપવામાં આવે છે.
સેન્ટ્રલ અમેરિકાના સૌથી મોટા દેશ નિકારાગુઆની રાજધાની માનાગુઆમાં સોમવારે એક પ્રતિયોગિતા થઇ હતી જેમાં દરેક ગર્ભવતી મહિલાઓએ ભાગ લીધો હતો. નિકારાગુઆ માં સોમવારે મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો અને આ દિવસે ગર્ભવતી મહિલાઓ માટે એક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Pregnant women in Nicaragua size up for biggest baby bump competition pic.twitter.com/w8EZbw8wRd
— Reuters (@Reuters) June 1, 2022
આ પ્રતિયોગિતા થી જોડાયેલ એક વિડીયો અત્યારે જ રોયટર્સ એ ટ્વિટર પર શેર કર્યો છે, અને આ વીડિયોમાં ત્રણ મહિલાઓ સ્ટેજ ઉપર ઊભી રહી છે અને પોતાનું બેબી બમ્પ બતાવી રહી છે. ત્યારબાદ ઇવેન્ટના કોઓર્ડિનેટરે એક મહિલાના બેબી બમ્પ ની સાઈઝ માપી. આમ કરવાથી આસપાસ બેઠેલા લોકો ખુશીથી તાળીઓ વગાડવા લાગ્યા આમ કો-ઓર્ડીનેટરે તે મહિલાને વિજેતા જાહેર કરી. અને તેને ઘણી બધી ગિફ્ટ આપી. આ પ્રતિયોગિતામાં 19 ગર્ભવતી મહિલાઓએ ભાગ લીધો હતો.
આ પ્રતિયોગિતા લાયલા રેબેકા હર્નાન્ડીઝ નામની મહિલાએ જીતી હતી. લાયલાની પ્રેગનેન્સીનો નવમો મહિનો ચાલી રહ્યો હતો અને તેને આ પ્રતિયોગિતા દરમિયાન સૌથી મોટા બેબી બમ્પ નું ઇનામ જીત્યું હતું. આમ EACના ન્યૂઝ અનુસાર, લાયલાના બેબી બમ્પનું કદ 57 સેન્ટિમીટર (22 ઇંચ) માપવામાં આવ્યું હતું. સ્પર્ધાના વિજેતા જાહેર થયા બાદ, લાયલાને ગિફ્ટમાં ફ્રિજ, બેબી પ્રોડક્ટ્સ અને 5 હજાર કોર્ડોબા (લગભગ 10 રૂપિયા) ગિફ્ટ તરીકે આપવામાં આવ્યા હતા.
રોયટર્સ સાથે વાત કરતી વખતે લાયલાએ જણાવ્યું હતું કે ‘મારા દરેક મિત્રોએ મને આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે કહ્યું, કારણ કે તેમને લાગ્યું કે મારુ બેબી બમ્પ ખૂબ જ મોટું છે અને તે દરેક મિત્રો એ મને કહ્યું કે હું જીતી શકું છું. અને તેમના કહેવાથી જ મેં આ પ્રતિયોગિતામાં ભાગ લીધો અને જેવું તેમને કહ્યું એવું જ થયું.’
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “અહીં થઈ છે બેબી બમ્પ બતાવવાની અનોખી પ્રતિયોગિતા, પેટ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, તમે પણ જુઓ તસવીરો”